Info Tapi GoG

Info Tapi GoG Facebook Account Of District Information Office Tapi , Government of Gujarat

03/06/2026
03/06/2026

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી રાકેશ સિંહ; બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા...

મંત્રી શ્રી રાકેશ સિંહે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસના ક્ષેત્રે થઈ રહેલા કાર્યો વિશે ઉત્સુકતા દર્શાવી...

એક જનપ્રતિનિધિ તરીકે શ્રી રાકેશ સિંહનો બહોળો અનુભવ અને સમાજ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે : માન. રાજ્યપાલશ્રી

Acharya Devvrat

03/06/2026

મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાત બનશે દેશનું હબ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; IT, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના MSMEs અને સ્ટાર્ટઅપ્સને મળશે વેગ...

CMO Gujarat Harsh Sanghavi

તાપી જિલ્લામાં ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ અંતર્ગત સામુુુુહિક સ્વચ્છતા પર વિશેષ ભાર--પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ પંચાયતો...
03/06/2026

તાપી જિલ્લામાં ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ અંતર્ગત સામુુુુહિક સ્વચ્છતા પર વિશેષ ભાર
--
પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ પંચાયતો, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં સઘન સફાઈ ઝુંબેશ
---
નાગરિકોની સક્રિય ભાગીદારીથી જાહેર સ્થળો અને રસ્તાઓ કચરામુક્ત કરાયા
---
માહિતી બ્યુરો, તાપી, તા. ૦૬ :- તાપી જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને ગ્રામીણ સ્તરે જનભાગીદારી સુનિશ્ચિત થાય તેવા ઉમદા આશય સાથે 'સ્વચ્છ ભારત મિશન -- ગ્રામીણ' દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક પ્રચાર-પ્રસાર અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 'વિશ્વ પર્યાવરણ દિવસ' ને અનુલક્ષીને જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતો ખાતે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામીણ વિસ્તારમાં કચરાના યોગ્ય નિકાલ માટે તમામ તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયતોમાં ઘન કચરા વ્યવસ્થાપન અંગે અગત્યની બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકોમાં ગ્રામજનોને સૂકા અને ભીના કચરાના વ્યવસ્થાપન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી.

પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે વિવિધ પ્રચાર-પ્રસારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જનભાગીદારીથી ગ્રામ પંચાયતોના જાહેર સ્થળોએ સામુહિક સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્થાનિક રસ્તાઓ, સરકારી મકાનો અને જાહેર પરિસરોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

ખાસ કરીને બાળકો અને દર્દીઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ લોકઝુંબેશમાં તાપી જિલ્લાના એસબીએમના કર્મચારીઓ, ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

DM Tapi Gujarat Information

માત્ર ૧૪ દિવસમાં અશક્ત બાળકોના ચહેરા પર મુસ્કાન આપતું વાલોડનું બાળ સેવા કેન્દ્ર---  વાલોડ CMTC ૧૭ મહિનામાં ૨૦૦ બાળકો માટ...
03/06/2026

માત્ર ૧૪ દિવસમાં અશક્ત બાળકોના ચહેરા પર મુસ્કાન આપતું વાલોડનું બાળ સેવા કેન્દ્ર
---
વાલોડ CMTC ૧૭ મહિનામાં ૨૦૦ બાળકો માટે બન્યું ‘સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ’
---
સારવાર દરમિયાન માતા-બાળકને મફત ભોજનની સાથે રૂ. 3,000 ની સહાય
---
૭ કિલો વજન ધરાવતી મારી બાળકીના સ્વાસ્થ્યમાં ૧૪ દિવસમાં નોંધપાત્ર સુધારો થયો - લાભાર્થી નીલમબેન રાઠોડ
---
આલેખન - સંગીતા ચૌધરી
---
માહિતી બ્યુરો, તાપી તા. 03 :- પરિવાર ગમે તેટલો ગરીબ હોય, પણ ઘરના આંગણામાં કિલકિલાટ કરતું બાળક એ જ તેની સૌથી મોટી મૂડી છે. પણ જ્યારે એ જ સ્મિત પાછળ કુપોષણનું ગ્રહણ લાગે, ત્યારે એક મા-બાપના દિલ પર શું વીતતી હશે તેની કલ્પના ધ્રુજાવી મૂકે તેવી હોય છે. તાપી જિલ્લાના વાલોડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલું 'બાળ સેવા કેન્દ્ર' (CMTC) આજે આવા બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત પરિવારો માટે આશાની નવી કિરણ બનીને ઉભર્યું છે.

આ કેન્દ્રની વિશેષતા માત્ર બાળકની સારવાર પૂરતી મર્યાદિત નથી. અહીં બાળકની સાથે રહેતી માતાને પણ પોષણ, સ્વચ્છતા અને બાળકની યોગ્ય સંભાળ અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવે છે. પૌષ્ટિક ખોરાક બનાવવાની સરળ પદ્ધતિઓ શીખવવામાં આવે છે, જેથી બે અઠવાડિયા પછી બાળક ઘરે પરત ગયા બાદ પણ તેના સ્વાસ્થ્યમાં સતત સુધારો જળવાઈ રહે. સારવાર પૂર્ણ થયા બાદ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા નિયમિત ઘર મુલાકાત લઈને બાળકના વિકાસ પર નજર રાખવામાં આવે છે.

ગરીબ અને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક પરિવારોને સ્વાભાવિક રીતે એવું લાગતું હશે કે, બાળકને તંદુરસ્ત કરવા માટે જો બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં બેસી રહીશું તો કામ બંધ થઈ જશે અને ઘરનો ચૂલો કેમ સળગશે?

ગરીબોની આ જ ચિંતા સમજીને સરકારે આવા માતા-પિતાના પડખે આવી છે. અહીં ૦ થી ૫ વર્ષના અતિ કુપોષિત ( સિવીયર એક્યુટ માલન્યુટ્રિશન - SAM ) બાળકોને પૂરા બે અઠવાડિયા સુધી નિષ્ણાતોની સીધી દેખરેખ હેઠળ રખાય છે, જ્યાં બાળકની સાથે રહેનાર માતા માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજનની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત, મજૂરી બંધ થવાના વળતર તરીકે સરકાર સીધી આર્થિક મદદ કરે છે

આ અંગે કેન્દ્રના ન્યુટ્રિશન આસિસ્ટન્ટ મનિષાબેન ચૌધરીએ જણાવ્યું કે, વાલોડ બાળ સેવા કેન્દ્રમાં અતિ ગંભીર કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખીને જરૂરી તબીબી સારવાર, સતત આરોગ્ય નિરીક્ષણ અને વિશેષ પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે, જેના કારણે તેમના શારીરિક વિકાસમાં નોંધપાત્ર સુધારો થાય છે. બાળકની સાથે રહેતી માતાને મફત ભોજન ઉપરાંત રોજગારના નુકસાન પેટે રૂ. ૨,૮૦૦ અને પરિવહન ખર્ચ પેટે રૂ. ૨૦૦ મળીને કુલ રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સર્વાંગી અને સંવેદનશીલ વ્યવસ્થાના પરિણામે અનેક બાળકો કુપોષણમાંથી બહાર આવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તરફ આગળ વધી રહ્યા છે.

આ કેન્દ્રમાં બુહારી ગામના લાભાર્થી માતા નીલમબેન કરણભાઈ રાઠોડ અને તેમની બાળકી છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં નીલમબેને જણાવ્યું કે, મારી બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી અમે વાલોડ બાળ સેવા કેન્દ્રમાં આવ્યા હતા. જ્યારે અહીં દાખલ થયા ત્યારે તેનું વજન માત્ર ૭ કિલો ૮૦ ગ્રામ હતું. અહીં મળેલી સારવાર, સમયસર દૂધ અને પોષણયુક્ત આહાર તેમજ અમને માતાઓને મળતી દાળ-ભાત, શાક અને રોટલી જેવી સગવડના કારણે મારી બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે તેનું વજન વધીને ૭ કિલો ૫૮૦ ગ્રામ થઈ ગયું છે. અહીંની સેવા અને વ્યવસ્થા બદલ હું સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર માનું છું.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવાએ જણાવ્યું કે, વાલોડ સીએચસી ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર (CMTC) અતિગંભીર કુપોષિત બાળકોને ગુણવત્તાયુક્ત સારવાર અને પૌષ્ટિક આહાર પૂરો પાડી તેમને સ્વસ્થ જીવન તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોથી બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે, જે સમગ્ર જિલ્લા માટે આનંદની બાબત છે.

આંકડાકિય વિગતો તરફ નજર કરીએ તો, જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ દરમિયાન કુલ ૨૦૦ જેટલા જરૂરિયાતમંદ વાલીઓએ પોતાના બાળકોની આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે આ કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનો લાભ મેળવ્યો છે અને કેન્દ્રની ઉત્કૃષ્ટ વ્યવસ્થા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.

DM Tapi Gujarat Information

03/06/2026
03/06/2026

તસવીરમાં દર્શાવેલા જાણીતા તીર્થસ્થળનું નામ કોમેન્ટમાં જણાવો...

03/06/2026

12 વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની અનન્ય ઊંચાઈઓ સર કરી છે. વિકાસના નવા પરિમાણો આલેખતું આપણું ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની અમીટ છાપ પ્રસ્થાપિત કરી માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સદૈવ અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ અને કર્તવ્યબદ્ધ છે...

માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને મળેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટ અંગે ગુજરાત પાક્ષિકના તાજેતરના અંકમાં વિગતવાર વાંચો...

ગુજરાત પાક્ષિક માટેની લિંક : https://gujaratinformation.gujarat.gov.in/Publication/26

#ગુજરાત_પાક્ષિક

Address

2nd Floor, Block No. 4, Seva Sadan, District-Tapi
Vyara
394650

Alerts

Be the first to know and let us send you an email when Info Tapi GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Tapi GoG:

Share