Sardar Bhavan Visavadar - સરદાર ભવન વિસાવદર

  • Home
  • India
  • Visavadar
  • Sardar Bhavan Visavadar - સરદાર ભવન વિસાવદર

Sardar Bhavan Visavadar - સરદાર ભવન વિસાવદર Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sardar Bhavan Visavadar - સરદાર ભવન વિસાવદર, Social service, Visavadar.

13/05/2026
02/05/2026

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼

વિસાવદર પંથકના ઈશ્વરિયા માંડાવડ ગામના વતની અને હાલ સુરતમાં વ્યવસાય સાથે જોડાયેલા શ્રી રાજુભાઈ રવજીભાઈ રંગાણી દ્વારા સમાજસેવામાં સતત આગવું યોગદાન આપવામાં આવી રહ્યું છે.

🔹 નામ: રાજુભાઈ રવજીભાઈ રંગાણી
🔹 ગામ: ઈશ્વરિયા માંડાવડ, તા. વિસાવદર, જી. જુનાગઢ
🔹 વ્યવસાય: રીધમ ક્રિએશન (એમ્બ્રોડરી)

રાજુભાઈ દ્વારા ગૌશાળા તથા વિસાવદર અને સુરત ખાતે આયોજિત સમૂહ લગ્ન જેવા પુણ્યકાર્યોમાં ઉદાર હાથે અનુદાન આપવામાં આવ્યું છે, જે તેમની સેવાભાવના અને સમાજપ્રતિની પ્રતિબદ્ધતાનું સુંદર ઉદાહરણ છે. 🙏

વિસાવદર ખાતે નિર્માણ પામનાર સરદાર ભવન માટે તેઓએ રૂ. ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) નું ઉદાર સંકલ્પ આપેલ છે, જે સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ સહયોગ છે.

ઈશ્વર આપને દીર્ઘાયુ, સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે તેમજ આપ સદૈવ આવા સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહો તેવી હાર્દિક પ્રાર્થના. 🌸

સૌના સરદાર — જય જય સરદાર 🙏

02/05/2026

અમારા ફેસબુક પેઇઝ ને ફોલો કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો...
Karmveer Samiti Sardar Bhavan Visavadar - સરદાર ભવન વિસાવદર

01/05/2026

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼

વિસાવદર ખાતે નિર્માણ પામનાર સરદાર ભવન માટે
ગામ મોટા કોટડા (તા. વિસાવદર, જી. જૂનાગઢ)ના વતની
શ્રી હરીભાઈ સમજુભાઈ ગોંડલીયા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સટાઇલ ઉદ્યોગપતિ) દ્વારા
રૂ. ૫,૫૧,૦૦૦/- (પાંચ લાખ એકાવન હજાર) ના અનુદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

શ્રી હરીભાઈ ગોંડલીયા સમાજસેવામાં હંમેશા અગ્રેસર રહેતા આવ્યા છે.
તેમણે ગામમાં સ.ભ.ગોં કન્યા શાળા તેમજ સ.ભ.ગોં ટ્રસ્ટના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તે ઉપરાંત ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાય, કબીર આશ્રમમાં આર્થિક સહયોગ તેમજ ગામમાં વિવિધ સામાજિક અને વિકાસકારી પ્રવૃત્તિઓમાં સતત સહભાગી બની રહ્યા છે.
એક જાગૃત નાગરિક તરીકે ખેડૂતલક્ષી વિકાસ કાર્યોમાં પણ તેઓ હંમેશા આગળ રહ્યા છે.

આવી સેવા ભાવના અને દાનવીરતા ખરેખર પ્રેરણાદાયક છે. 🙏

🌸 શ્રી હરીભાઈ ગોંડલીયાને હાર્દિક અભિનંદન અને ખુબ ખુબ આભાર 🌸
ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે તેમજ આપ આ રીતે સદાય સમાજસેવામાં અગ્રેસર રહો તેવી શુભકામનાઓ.

સૌના સરદાર – જય જય સરદાર!

01/05/2026

🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼

બાદલપુર (તા. પાલિતાણા, જી. ભાવનગર)ના વતની અને હાલ સુરત ખાતે વીસેપ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તેમજ બજરંગ દળ સુરતના સહયોગીશ્રી
જતીનભાઈ ભરતભાઈ માવાણી તથા શરદભાઈ ભરતભાઈ માવાણી દ્વારા

વિસાવદર ખાતે નિર્માણ પામનાર સરદાર ભવન માટે રૂ. ૨,૫૧,૦૦૦/- (બે લાખ એકાવન હજાર) નું ઉદાર અનુદાન સંકલ્પ કરવામાં આવેલ છે.

આપનો આ સહયોગ સમાજ માટે પ્રેરણાદાયક છે અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ યોગદાનરૂપ છે. 🙏

🌸 હાર્દિક આભાર તથા અભિનંદન 🌸
સૌના સરદાર ઈશ્વર આપને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. 🙏
સૌના સરદાર જય જય સરદાર 🙏

ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આપે તથા આપ આ રીતે સમાજસેવામાં સતત જોડાયેલા રહો તેવી શુભેચ્છાઓ.

Address

Visavadar

Website

Alerts

Be the first to know and let us send you an email when Sardar Bhavan Visavadar - સરદાર ભવન વિસાવદર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category