16/07/2023
આજરોજ ઉંબા ગામ મુકામે ઓમનાથ મહાદેવ નાં સાનિધ્ય માં " ટિફિન બેઠક " નું આયોજન કરવામાં આવેલ જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમાન ઝવેરીભાઈ ઠકરાર,સાંસદ સભ્ય શ્રીમાન રાજેશભાઇ ચુડાસમા,ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમાન સરમણભાઈ સોલંકી તેમજ વેરાવળ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,આજુબાજુ ગામ ના સરપંચશ્રીઓ ,સભ્યશ્રીઓ , વરિષ્ઠ આગેવાનો ,ગ્રામજનો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયેલ હતા અને સૌ લોકો એ સાથે મળીને સમૂહ ભોજન કરેલ હતું.તેમજ સૌ લોકોએ ઓમનાથ મહાદેવ નાં દર્શન કર્યા હતા.
ત્યારબાદ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી અને સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિક મળી રહે તેમજ વિકાસલક્ષી કામો અવિરત ચાલુ રહે તે અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી.