Collector Gir Somnath

Collector Gir Somnath page of Collector's Office, Gir Somnath.

अगर भारत के भविष्य को लेकर आपके पास हैं आइडियाज़, तो उन्हें देश के विकास की चर्चा का हिस्सा बनाइए!VBYLD 2027 के माध्यम स...
29/08/2026

अगर भारत के भविष्य को लेकर आपके पास हैं आइडियाज़, तो उन्हें देश के विकास की चर्चा का हिस्सा बनाइए!

VBYLD 2027 के माध्यम से अपने आइडियाज़ सीधे प्रधानमंत्री मोदी के साथ साझा साझा करें।

अभी VBYLD 2027 Quiz में भाग लें: https://mybharat.gov.in/vbyld-2027

🇮🇳

માનનીય અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને તા.૨૯/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકથી જિલ્લાના તમામ કલેકટરશ્રીઓની ત...
29/08/2026

માનનીય અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને તા.૨૯/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકથી જિલ્લાના તમામ કલેકટરશ્રીઓની તથા પ્રાંત અધિકારીશ્રીની વિડિયો કોન્ફરન્સથી યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી. જેમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

1. IRCMS Overall Pendency.

2. IRCMS Tharav Pendency.

3. IORA Pendency.

4. ભૂમિ-સીમાંકન અંતર્ગત રી સર્વે વાંધા નિકાલ અંગેની કામગીરીની સમીક્ષા.

5. રાજયના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા.

6. વિચરતી/વિમુકિત જાતિ માટે પ્લોટની ફાળવણી, આવાસ બાંધકામ તથા ડોકયુમેન્ટ(રેશન કાર્ડ/એપીક/આવકનો દાખલો/જાતિનો દાખલો વિગેરે) અંગેની કામગીરી સમીક્ષા વિગેરે.

આજ રોજ માન.એડિશનલ સેક્રેટરી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (DoSJE), ભારત સરકાર ના અધ્યક્ષ સ્થાને  DoSJE ની વિવિધ ...
29/08/2026

આજ રોજ માન.એડિશનલ સેક્રેટરી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (DoSJE), ભારત સરકાર ના અધ્યક્ષ સ્થાને DoSJE ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને SMILE (Support for Marginalised Individuals for Livelihood and Enterprise) - Beggary Scheme ના અમલીકરણ બાબતે વીડિયો કોન્ફરન્સથી યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી.

આજરોજ સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે મુલાકાત કરી, રી સર્વે વાંધા નિકાલ બાબતે ચાલી રહેલ કામગીરી નુ નિરીક્ષણ કરી જરૂરી સૂચ...
29/08/2026

આજરોજ સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે મુલાકાત કરી, રી સર્વે વાંધા નિકાલ બાબતે ચાલી રહેલ કામગીરી નુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા.

28/08/2026
*શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવતાં આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સર્મા*-------------------પવિત્ર શ્ર...
27/08/2026

*શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવતાં આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સર્મા*
-------------------
પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સર્માએ શીશ ઝૂકાવ્યું હતું.

આસામના મુખ્યમંત્રીશ્રીએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યા હતાં અને બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો.

સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આસામના મુખ્યમંત્રીશ્રીએ સપરિવાર સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી હતી અને સોમનાથ મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

કલેકટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ આસામના મુખ્યમંત્રીશ્રીને સોમનાથ મહાદેવની તસવીર ભેટ અર્પણ કરી સ્વાગત-અભિવાદન કર્યુ હતું.

દર્શન દરમિયાન નગરપાલિકાના પ્રમુખ શ્રી નરેશભાઈ ગોહેલ પ્રાંત અધિકારી શ્રી જે.વી.કાકડિયા, મંદિરના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

00 000 00 000

*આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સર્માનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત*---------------શ્રાવણ માસમાં પ્રથમ...
27/08/2026

*આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સર્માનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત*
---------------
શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સર્માનું આજે સોમનાથ હેલિપેડ ખાતે આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આસામના મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે રાજ્યસભાના સાંસદ શ્રી માનસિંહભાઈ પરમાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ શ્રી નરેશભાઈ ગોહેલ, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નાથીબહેન વાજા, કલેકટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ દ્વારા આસામના મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

'સંસ્કૃત ભાષા, સુંદર ભાષા'----------------ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ------------...
25/08/2026

'સંસ્કૃત ભાષા, સુંદર ભાષા'
----------------
ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ
------------------
શિવ-કૃષ્ણ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું
-----------------
ટેબ્લોના માધ્યમથી યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું
------------------
વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૧૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે.

સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે વેરાવળના ડૉ.બાબાસાહેબ આંબેડકર ગાર્ડન ખાતે થી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ હતી.

'સંસ્કૃત ગૌરવ યાત્રા'માં વિદ્યાર્થીઓએ યાત્રામાં રામ-કૃષ્ણ-શિવ ભગવાન સહિત પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદ્રશ્ય કર્યા હતાં.

આ યાત્રામાં ટેબ્લોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું અને ડી.જે.ના માધ્યમથી સંસ્કૃત શ્લોક અને ગીતો વડે સમગ્ર યાત્રાના રૂટ પર સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરિચા, સંસ્કૃત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડૉ. મહેશકુમાર મેત્રા, અગ્રણી શ્રી મુકેશભાઈ ચોલેરા, મનસુખભાઈ સુયાણી, સંસ્કૃત યુનિવર્સિટી અને અન્ય કોલેજોના આચાર્ય, પ્રોફેસર્સ અને શૈક્ષણિક સંકુલોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

00 000 00 000 00

Address

Jila Seva Sadan, Talala Road, Near Inaj Village, Veraval (Gir Somnath)
Veraval
362269

Opening Hours

Monday 10:30am - 6:30pm
Tuesday 10:30am - 6:30pm
Wednesday 10:30am - 6:30pm
Saturday 10:30am - 6:30pm

Telephone

+919016441206

Alerts

Be the first to know and let us send you an email when Collector Gir Somnath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Gir Somnath:

Shortcuts

Share