ICDS, Vadodara Corporation

ICDS, Vadodara Corporation Government organisation

આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ અને ઉતર ઝોન ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં આઈ. સી. ડી. એસ શાખા નો યોજનાકીય સ્ટોલ ...
05/09/2026

આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ અને ઉતર ઝોન ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં આઈ. સી. ડી. એસ શાખા નો યોજનાકીય સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવેલ તેમજ આધારકાર્ડ નોંધણીની કીટ દ્વારા બાળકોના આધારકાર્ડ અંગેની કામગીરી કરવામાં આવેલ.

વડોદરા મહાનગરપાલિકા ઘનિષ્ઠ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત તા: ૦૨.૦૯.૨૦૨૬ શહેર ના ૪૩૯ આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ કામગીરી હાથ ધરવા...
02/09/2026

વડોદરા મહાનગરપાલિકા ઘનિષ્ઠ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત તા: ૦૨.૦૯.૨૦૨૬ શહેર ના ૪૩૯ આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ. ઇસ્ટ ઝોનના રામદેવનગર ૧ અને ૨ આંગણવાડી કેન્દ્રનાં પરિસરમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી, શાસક પક્ષ નેતાશ્રી, વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રી, અધિકારીશ્રીઓ, તેમજ મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ હાજર રહેલ, કાર્યક્રમમાં માય શનેન શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી તેમજ હાજર તમામ દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોને છોડ વિતરણ તેમજ આંગણવાડીના બાળકોના હસ્તે “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ. માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પદાધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડી મુલાકાત કરી બાળકો સાથે વાર્તાલાપ કરેલ. ઉપસ્થિત તમામ દ્વારા આંગણવાડી પરિસર થી લઇ મુખ્ય રોડ સુધી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવેલ. વડોદરા મહાનગરપાલિકામાં આવેલ તમામ 19 વોર્ડના કુલ 30 આંગણવાડી કેન્દ્રોમાં જેતે વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.

વડોદરા મહાનગરપાલિકામાં ઘનિષ્ઠ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત તા. 01/09/26 ના રોજ કમલાતળાવ વિસ્તાર સફાઈ કામગીરીમાં આઈ.સી.ડી.એ...
01/09/2026

વડોદરા મહાનગરપાલિકામાં ઘનિષ્ઠ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત તા. 01/09/26 ના રોજ કમલાતળાવ વિસ્તાર સફાઈ કામગીરીમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા શ્રમદાન કરવામાં આવેલ.

"વિશ્વ સ્તનપાન સપ્તાહ–2026” નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્ર દંતેશ્વર-૩ ખાતે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વાર...
11/08/2026

"વિશ્વ સ્તનપાન સપ્તાહ–2026” નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્ર દંતેશ્વર-૩ ખાતે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા ભવાઈના માધ્યમથી સ્તનપાન, પોષણ અને માતા-બાળકના આરોગ્ય અંગેનો મહત્વપૂર્ણ સંદેશ સમાજ સુધી અસરકારક રીતે પહોંચાડવા આવેલ. ઉપસ્થિત સીડીપીઓ, મુખ્યસેવીકા દ્વારા તે અંગે શપથ લેવડાવવામાં આવેલ.

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ અન્ય લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હત...
07/08/2026

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તેમજ અન્ય લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એલેમ્બિક CSR ફાઉન્ડેશનના બાલમૂર્તિ દ્વારા ભવાઈના માધ્યમથી સ્તનપાનનું મહત્વ, નવજાત શિશુને જન્મ બાદ તાત્કાલિક સ્તનપાન કરાવવાની જરૂરિયાત, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાના લાભો તથા યોગ્ય સ્તનપાન અંગે અસરકારક રીતે જનજાગૃતિ ફેલાવવામાં આવી.

GMERS ગોત્રીની ટીમ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન સગર્ભા મહિલાઓ...
07/08/2026

GMERS ગોત્રીની ટીમ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા અન્ય લાભાર્થીઓને રોલ પ્લેના માધ્યમથી સ્તનપાનનું મહત્વ, જન્મ પછી તરત જ સ્તનપાન શરૂ કરવાની આવશ્યકતા, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાના લાભો તેમજ યોગ્ય સ્તનપાન પદ્ધતિ અંગે સરળ અને અસરકારક સમજ આપવામાં આવી.

વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સગર્ભા તથા ધાત્રી માતાઓની ગૃહમુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન કાર્યકર બેન અને મુખ્યસે...
07/08/2026

વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત સગર્ભા તથા ધાત્રી માતાઓની ગૃહમુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન કાર્યકર બેન અને મુખ્યસેવિકા દ્વારા માતાઓને સ્તનપાનનું મહત્વ, જન્મ પછીના પ્રથમ એક કલાકમાં સ્તનપાન શરૂ કરવાની જરૂરિયાત, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાના લાભો તથા યોગ્ય સ્તનપાન પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી.

વડોદરા કલેક્ટર કચેરી, દિવાળીપુરા ખાતે WCO ટીમ દ્વારા દિવાળીપુરા-4 અને દિવાળીપુરા-6 વિસ્તારની કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છત...
07/08/2026

વડોદરા કલેક્ટર કચેરી, દિવાળીપુરા ખાતે WCO ટીમ દ્વારા દિવાળીપુરા-4 અને દિવાળીપુરા-6 વિસ્તારની કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી હાયજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અતિઓછા વજન સાથે જન્મેલ બાળકોની હોસ્પિટલમાં મુલાકાત કરી માતાઓને ધાવણનું મહત્વ સમજા...
04/08/2026

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અતિઓછા વજન સાથે જન્મેલ બાળકોની હોસ્પિટલમાં મુલાકાત કરી માતાઓને ધાવણનું મહત્વ સમજાવ્યું તેમજ કંગારુમધર કેર વિશે સમજ આપી.

વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે વડોદરા કોર્પોરેશન ના આંગણવાડી કેન્દ્રોમાં સ્તનપાન જાગૃતિની થીમ આધારિત સુપોષણ સંવાદનું આયોજ...
04/08/2026

વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે વડોદરા કોર્પોરેશન ના આંગણવાડી કેન્દ્રોમાં સ્તનપાન જાગૃતિની થીમ આધારિત સુપોષણ સંવાદનું આયોજન કરવામાં આવેલ. જેમાં માતાઓને જન્મના પ્રથમ કલાકમાં માતાના દૂધની શરૂઆતનું મહત્વ તેમજ 6 માસ સુધી ફક્ત સ્તનપાનના ફાયદા વિશે સમજ આપવામાં આવી.

Address

ICDS Urban Project, 2nd Floor, Ward-12, Near Sahajanand Appartment, Akota
Vadodara
390020

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Alerts

Be the first to know and let us send you an email when ICDS, Vadodara Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS, Vadodara Corporation:

Shortcuts

Share