02/04/2026
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 11 શાળાઓમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના સહકારથી શાળાની વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષણ તાલીમ માટે આત્મશક્તિ પ્રોજેક્ટ સમગ્ર વર્ષ દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યો .જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ધોરણ 6 થી 8 માં દરેક વર્ગના 12 સેશન લેવામાં આવ્યા. 11 શાળાના કુલ ૧૩૭૫ વિદ્યાર્થીઓએ લાભ લીધો અને સદર પ્રોજેક્ટમાં શાળાના શિક્ષિકા બહેનોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી. આજરોજ આ પ્રોજેક્ટનો સમાપન કાર્યક્રમ તથા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા બપોરમાં રાખવામાં આવ્યો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ડો.વિપુલભાઈ ભરતિયા તથા યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી નીલમબેન આચાર્ય ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો.