Sipor, Vadnagar

Sipor, Vadnagar Village Above Seal level Phone Code: 02761
Pin Code : 384335
Post Office Name : Sipor

Taluka Name : Vadnagar
District : Mahesana
State : Gujarat
Language : Gujarati and Hindi
Time zone: IST (UTC+5:30)
Elevation / Altitude:
156 meters.

28/08/2022

05/11/2021

સિપોર પરિવાર અને મિત્રો ને ટેગ કરી નવા વર્ષ ની શુભકામના...

વધતા કોરોના ના લીધે સિપોર ગ્રામ વાસીઓ  દ્વારા તા.૦૪/૦૫/૨૧ થી તા.૦૮/૦૫/૨૧ સુધી સંપૂર્ણ લોક ડાઉન બજાર બંધ નો નિર્ણય કર્યો ...
02/05/2021

વધતા કોરોના ના લીધે સિપોર ગ્રામ વાસીઓ દ્વારા તા.૦૪/૦૫/૨૧ થી તા.૦૮/૦૫/૨૧ સુધી સંપૂર્ણ લોક ડાઉન બજાર બંધ નો નિર્ણય કર્યો છે જે આવકાર્ય છે સાથે સાથે ગામના ચોરે ચૌટે નવરા કોઈ બેસે નહિ અને સૌ સૌના ઘરે રહે તે જરૂરી છે લોક ડાઉન એટલે ખોટી અવર જવર ઉપર પણ પ્રતિબંધ
🙏🙏🙏🙏

05/10/2020

સિપોર ને જાણો
તમને ખબર છે સિપોર માં એક આઝાદ ચૉક છે. આઝાદ ચૉક એટલે લુહાર ચૉક ઉર્ફે લવાર ચૉક.આ ચૉક ની પણ ભૂતકાળમાં ખૂબજ જાહોજલાલી હતી અને રાત્રે તો એની રોનક ઓર ખીલી ઉઠતી. લવાર ચૉક નો મોભો એટલે કમલેશ પ્રોવીઝન સ્ટોર્સ અને લક્ષ્મણભાઈ ઉર્ફ લખાભાઈ પટેલનો પાનનો ગલ્લો. કમલેશ પ્રોવીઝન સ્ટોર્સ ના મોભી એટલે કે કાન્તિલાલ પુરુષોત્તમ મોદી ઉર્ફે કાન્તિકાકા. કાન્તિ કાકા ના કારણે લવાર ચૉક કાયમ જીવંત રહેતો. કાકા ના મોમાં થી નીકળતી વાણી નો લાભ ત્યાંથી પસાર થતા દરેક સિપોર નિવાસી એ અચૂકપણે લીધો જ હશે.એ લાભ તમે ન માણ્યો હોય તો તમારા નસીબ.
લવાર ચૉક ના પાત્રો પણ જાણવા અને માણવા જેવા છે. કોઈ નવલકથા, સિરિયલ કે ફિલ્મ ના પાત્રો જેવા હતાં. આખા ગામના યુવાનો અને ઉંમરલાયક લોકો લવાર ચૉક માં ગામ ગપાટા મારવા ભેગા મળતાં. રાણા વાસ ના રજપૂતો,પંચાલ, પાટીદાર ,દરજી, ઠાકોર, રાવળ, હરીજન, સોલંકી વાસ ના રજપૂતો, વાળંદ યુવાનો, મેવાડા તથા ઔદીચ્ય બ્રાહ્મણો, જૈનો, મુસલમાન (કુંભાર) તથા અન્ય નાની મોટી કોમના લોકો રાત્રે પાન મસાલા તથા માવા મસાલા ખાવા લખાભાઈ ના ગલ્લા પર આવી જાય. લખાભાઈ પણ બધાને નામથી ઓળખે. કોઈ પણ નો માવો મસાલો કે પાન હોય તો પણ લખાભાઈ ને મગજમાં ફીટ જ કે તેમાં શું નાખવા નું છે. ફલાણા ભાઈનો માવો મસાલો કે પાન લેવા અન્ય કોઈ પણ આવે તો પણ તેમાં શું નાખવા નું છે તે મુજબ તૈયાર કરી આપે. આવી યાદશક્તિ લખાભાઈ માં હતી. કોના મસાલા કે પાન માં લવલી,કિમામ,ઈજમેટ, કાચી કે પાકી સોપારી નાખવાની છે એ બધું એમના કૉમપયુટર મગજ માં ફીટ જ રહેતું. ગ્રામ પંચાયત પાસે જતા જે ચબુતરો છે ત્યાં બધાંની બેઠક રહેતી. ગામની શાળા ઓ છૂટ્યા પછી બધાની બેઠક ચબુતરા પર કે લવાર ચૉક માં રહેતી. આ સમયે જો મનુભાઈ આચાર્ય સાહેબ આવે તો જેમ કરફ્યુ લદાયો હોય એમ બધા સંતાકૂકડી રમતા. આમ રાત્રે લવાર ચૉક માં પાન મસાલા તથા બીડી સિગરેટ ની મહેફીલ બધી જ કોમના લોકો માણતા આજે આ દ્રશ્યો ફરી સિપોર ના આ ચૉક માં કદાપિ જોવા નહીં મળે.
દિવસ દરમિયાન કાન્તિ કાકા ની દુકાન પર ઘણા લોકો નો જમાવડો રહેતો અને એકબીજા ની ઠઠ્ઠામશ્કરી પણ કરતા. કાકા સ્વભાવના બહું રમુજી હતાં. એકવડીયો બાંધો અને મોં પર હાસ્ય તથા તડ ને ફડ એ એમની ખાસિયત હતી. લાભશંકર મહેતા, કાકા, જેઠાલાલ લવાર, બાબુભાઈ ડૉક્ટર ના ડ્રાઈવર શાનતુજી, કંદોઈ નો સ્ટાફ, ગ્રામપંચાયત નો સ્ટાફ, નરોત્તમભાઈ તેજાભાઇ મહેતા, તથા બ્રાહ્મણો, બંને રાજપૂત વાસ ના લોકો, વાળંદ લોકો, દરજી લોકો તથા હરિજન લોકો તથા અન્ય ઇતર કોમના લોકો સૌ બધા મળી ને સામાજિક તથા રાજકીય ચર્ચા કરી આનંદ માણતા. આમાં ક્યારેક ઠાકોર કુંવરજી હરચંદજી પણ તેમની રમુજ વૃત્તિ નો પરિચય આપતાં. મુસલમાન કુંભાર ભાઈઓ પણ મસ્જિદ માં થી નમાઝ અદા કરી આ ચૉક પર ટોળટપ્પાં કરવા અચુક થોડોક સમય પસાર કરતા. અહીં થી સરપંચ શ્રી પ્રેમશંકર ભાઈ શુક્લ કે મનુભાઈ આચાર્ય જેવા વડીલો પસાર થાય તો એમની આમન્યા જળવાઈ રહે એનું ધ્યાન લોકો દ્રારા ખાસ રાખવામાં આવતું. લવાર ચૉક પર કોઈપણ પ્રકારના નાત જાત ના ભેદભાવ વગર બધા હળીમળીને આનંદ ઉઠાવતા હતા.
લવાર ચૉક નું અન્ય અને જીવનભર યાદ રહે એવું પાત્ર હતું જીવીબેન આને રણછોડ ભાઈ ઠાકોર. જીવીબેન નું મગજ બરાબર ન હોવાથી તેઓ આખા ગામમાં અને ખાસ તો ગઢવાડા થી લવાર ચૉક ની વચ્ચે આખો દિવસ ફરતાં રહેતાં. મનમાં આવે તો લવાર ચૉક વચ્ચે માતાજી ના ગરબા ગાઈને લોકો ને ખુશ કરી દેતાં. જીવીબેન પણ લવાર ચૉક ની સ્મૃતિઓ નો એક અભિન્ન ભાગ છે. જીવીબેન પર ક્યારેક કોઈ ગુસ્સો કરે તો રડીને માંફી પણ માંગી લેતા.
આમ આઝાદ ચૉક ઉર્ફે લવાર ચૉક એ એક કાયમ ધબકતો વિસ્તાર હતો અને આજે પણ છે પરંતુ હવે કદાચ પાત્રો બદલાયા હશે. ખરેખર તો આ ચૉક ના પાત્રો પર સીરિયલ બનાવી હોય તો ખૂબ જ સફળ થાય. પરિવર્તન એ સંસારનો નિયમ છે તે ન્યાયે હવે નો માહોલ જુદો હશે. પરંતુ મ
ભૂતકાળમાં જેમણે પણ આ ચૉક ની જાહોજલાલી તથા રોનક જોઈ છે એમના માટે તો એ કાયમી સંભારણું બની ગયું છે.

14/09/2020

કશેક અટકું છું...
તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું...
તો સાથ આપે છે કોઈ.

ઈચ્છાઓ...
એક પછી એક,
વધતી રહે છે.

દર વખતે ...
ઠોકરખાધા પછી,
હાથ આપે છે કોઈ.

આભને આંબવા...
હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને...
નીચું કરી આપે છે કોઈ.,

હે ઈશ્વર...
તું જે આપી શકે છે ,
ક્યાં આપી શકે છે કોઈ....

મારાં સિપોર જેવા ગામ ની...
માટી મા અમારો જનમ
અમને ગણું બધું શીખવાડી જાય છે...
જય માતાજી

14/09/2020 આજે રેંટિયા બારસ છે. એક પેઢી હતી જેમને રેંટિયા નું ગૌરવ હતું. નવી પેઢીને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે રેટીયો શું ...
14/09/2020

14/09/2020 આજે રેંટિયા બારસ છે. એક પેઢી હતી જેમને રેંટિયા નું ગૌરવ હતું. નવી પેઢીને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે રેટીયો શું છે.
સિપોરની પ્રાથમિક અને માધ્યમિક શાળા માં તકલી અને રેંટિયો કોણે કાંત્યો છે? યાદ છે એ દિવસો અને એ શિક્ષકો અને તમારા સહાધ્યાયીઓ?
રહીમભાઈ મોમીન અમને રેંટિયો કંતાવતા.

Sipor... Dil Se ❤❤❤
06/09/2020

Sipor... Dil Se ❤❤❤

28/10/2019

May the New Year start with fresh joys and a life filled with peace. May you get warmth and togetherness and prosperity too.
Happy New Year! 🎉🎉🎉

ઈશ્વર આપ અને આપના
પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને
તંદુરસ્તી આપે એ જ શુભકામના !!
===:નવાં વર્ષની શુભકામનાઓ-:===

🎇🎇🎇🎇🎇

18/02/2019
04/02/2019
29/09/2018

નજીવી પણ મહત્વની બાબત…

Address

Sipor, Kheralu
Vadnagar

Alerts

Be the first to know and let us send you an email when Sipor, Vadnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share