26/05/2026
*મહેનતનો રોટલો*
મહેનતના રોટલામાં જે મીઠાશ હોય છે તે જગતના કોઈ પકવાનમાં નથી હોતી. પરસેવાની સુગંધ દુનિયાના ગમે તેવા અત્તર થી પણ શ્રેષ્ઠ હોય છે. માણસોના બુચ મારીને કે અનૈતિક ધંધાઓ દ્વારા ખોટો તકલાદી દેખાડો કરીને જીવતાં ટેમ્પરલી મચ્છરો કરતા. વહેવાર માટે કે પેટ માટે કાળી મજૂરી કરતો સામાન્ય માનવી મહાન છે. ૪૬ ડિગ્રી ગરમીમાં ખુલ્લામાં પાથરણું પાથરી શ્રમ યજ્ઞ કરતા મિત્ર જતીનભાઈ ખત્રી સાથે સંવાદ કર્યો. તેમની પાસે રહેલી સંતોષ અને આનંદની સંપતિ જોઈને મને પણ ઈર્ષા થઈ આવી...✍️