09/01/2025
આજે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં વાવ, થરાદ, ભાભર અને સૂઇગામ તાલુકાના રબારી સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલમાં રાજ્યસભાના સાંસદ શ્રીમાન બાબુભાઈ દેસાઈ સાહેબના સન્માન સમારોહમાં ઉપસ્થિત થવાનો સન્માન અવસર મળ્યો.
આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની દિશાદર્શક અધ્યક્ષતા હેઠળ રબારી સમાજના શૈક્ષણિક વિકાસ માટેના મહત્વાકાંક્ષી આયોજન અને સમાજના ઉત્થાન માટે થતી પ્રવૃત્તિઓ પર ચર્ચા થઇ.