14/07/2026
GJEPC રિજનલ ઓફિસ, સુરત દ્વારા તા. 12 જુલાઈ 2026ના રોજ ભાવનગર ખાતે IIJS Retail Connect Seminar નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશના 200થી વધુ jewellery professionals, ખાસ કરીને retailers, ઉત્સાહપૂર્વક જોડાયા.
કાર્યક્રમને સંબોધતા GJEPC Gujarat ના Regional Chairman શ્રી જયંતિ સાવલિયાએ IIJS Premiere 2026 દ્વારા ઉપલબ્ધ થતી નવી business opportunities અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે jewellery business ના વિકાસ માટે E-commerce Export, Artificial Intelligence (AI) નો સ્વીકાર અને વૈશ્વિક બજારમાં રહેલી export opportunities પર પણ વિશેષ ભાર મૂક્યો.
સેમિનારમાં હાજર ઉદ્યોગકારોને IIJS, Export અને AI સંબંધિત ઉપયોગી માહિતી અને નવીન ટ્રેન્ડ્સ વિશે વિસ્તૃત સમજ મળી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલી interactive session ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ઉપસ્થિત સૌએ આ જ્ઞાનવર્ધક સેમિનારની પ્રશંસા કરી.