11/04/2026
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલય, ઓફિસ ઓફ ધ ટેક્ષ્ટાઇલ કમિશનર, ITADC, સુરત તથા કોન્સેપ્ટ્સ એન સ્ટ્રેટેજિસના સહયોગથી ગુરૂવાર, તા. ૯ એપ્રિલ, ર૦ર૬ના રોજ સાંજે પઃ૩૦ વાગ્યે સમૃદ્ધિ, નાનપુરા ખાતે સુરત માટે ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ, એમએમએફ, સ્પોર્ટટેક અને એક્ટિવવેર ક્ષેત્રમાં રહેલી તકો વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેશનમાં નિષ્ણાંત વક્તા તરીકે કોન્સેપ્ટ્સ એન સ્ટ્રેટેજિસના એન્કર ફાઉન્ડર શ્રી કિશન કુમાર ડાગા અને સિનિયર કન્સલ્ટન્ટ સુશ્રી અંબિકા કુમારી દ્વારા ઉદ્યોગકારોને ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ, એમએમએફ અને સ્પોર્ટટેક જેવા ક્ષેત્રોમાં નવી તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત સંબોધન કર્યું હતું. ITADC, સુરતના અસિસ્ટન્ટ ડિરેક્ટર અને ઓફિસર ઇન્ચાર્જ શ્રી નિલય પંડયા દ્વારા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.
ચેમ્બરના જીએફઆરઆરસીના કો–ચેરમેન શ્રી અમરીષ ભટ્ટે કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ કમિટીના ચેરમેન શ્રી પરેશ ઠુંમરે વક્તાઓનો પરિચય આપ્યો હતો. આ સેશનમાં ઉદ્યોગકારો તથા ટેક્ષ્ટાઇલ્સ ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
[Technical Textiles, Textile Innovation, Industry Growth, Advanced Fabrics, Policy Support, Business Opportunities]