25/08/2026
હરિયાળું ગુજરાત, વિકસિત ગુજરાત — પ્રકૃતિ સંરક્ષણ આપણી સામૂહિક જવાબદારી 🌱🇮🇳
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને સુરત મહાનગરપાલિકા ખાતે વન વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૭૭મા મહાનગરપાલિકા કક્ષાના ‘વન મહોત્સવ-૨૦૨૬’ની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
વૃક્ષારોપણ માત્ર હરિયાળી વધારવાનું કાર્ય નથી, પરંતુ સ્વચ્છ પર્યાવરણ, સ્વસ્થ સમાજ અને ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાતના વિકાસ સાથે પર્યાવરણનું જતન થાય અને આવનારી પેઢીઓને વધુ સ્વચ્છ, સ્વસ્થ તથા હરિયાળું ભવિષ્ય મળે તે માટે સૌએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.
આવો, ‘એક પેડ માં કે નામ’ ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું ગુજરાત અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ. 🌳🇮🇳
Narendra ModiAmit ShahNitin NabinJ.P.NaddaBhupendra PatelJagdish PanchalRatnakarPurnesh ModiDr Prashant Korat