Kalsariya Arvindbhai Kanabhai

Kalsariya Arvindbhai Kanabhai village lover,

સવાર સવારમાં ફાફડાની મોજ.. અમે તો નાનપણથી મહુવામાં આવેલા પટેલ ફાફડા વાળાના ફાફડા ખાતા આવ્યા છીએ. બીજા ઘણી જગ્યાએ ફાફડા ખ...
26/08/2026

સવાર સવારમાં ફાફડાની મોજ.. અમે તો નાનપણથી મહુવામાં આવેલા પટેલ ફાફડા વાળાના ફાફડા ખાતા આવ્યા છીએ. બીજા ઘણી જગ્યાએ ફાફડા ખાધા પણ પટેલ ફાફડા જેવા ફાફડાનો ટેસ્ટ હજી સુધી ક્યાંય નથી ચાખવા મળ્યો. તમારા મતે ગુજરાતમાં ક્યાંના ફાફડા વખણાય?

#ફાફડા #પટેલ_ફાફડા

થેપલા એ દરેક ગુજરાતી ઘરોમાં બનતો પૌષ્ટિક ખોરાક છે. થેપલા બહુ ઉપયોગી નાસ્તો છે. થેપલા એવો નાસ્તો છે જે સવારના ચા-નાસ્તાથી...
24/08/2026

થેપલા એ દરેક ગુજરાતી ઘરોમાં બનતો પૌષ્ટિક ખોરાક છે. થેપલા બહુ ઉપયોગી નાસ્તો છે. થેપલા એવો નાસ્તો છે જે સવારના ચા-નાસ્તાથી લઈને, બપોરના કે રાતના હળવા ભોજનમાં પણ ખુશીથી ખાઈ શકાય છે.

આપણે બહારગામ ફરવા જવાનું વિચારતા હોઈએ એટલે આપણે સૌથી પહેલા થેપલાને યાદ કરીએ. થેપલા સૌથી તાજા અને મૃદુ રહેતા હોવાથી બહાર મુસાફરી કે પ્રવાસમાં લઈ જવા માટે સૌથી ઉત્તમ પસંદગી છે. તે ૨-૩ દિવસ સુધી બગડ્યા વગર સારા રહે છે. એ હિસાબે થેપલાને પ્રવાસનો શ્રેષ્ઠ સાથી પણ કહી શકાય.

થેપલા ઘઉંના લોટમાંથી બનતા હોય જેથી તેને સ્વાસ્થ્યવર્ધક પણ ગણી શકાય. ઘઉંના લોટમાં ચણાનો લોટ ભેળવીને પણ થેપલા બનાવી શકાય. લીલી મેથી અને જાતજાતના મસાલા નાખીને બનાવવામાં આવતા થેપલાં પોષણથી ભરપૂર હોય છે.

થેપલાને દહીં, લાલ લીલી ચટણી, અથાણું, ચા કે સૂકી ભાજી સાથે સરળતાથી માણી શકાય છે. વળી થેપલા ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જતો આ નાસ્તો ઘરમાં નાનાં-મોટાં સૌ કોઈને ખૂબ જ ભાવતો હોય છે.

થેપલા એ મારી ફેવરિટ વાનગીઓમાંની એક છે. થેપલા સાથે દહીંની તીખારી અને ચા કે દૂધ હોય તો જમવાની ખૂબ જ મજા પડે.

- અરવિંદ કલસરીયા ‘માનસ’

#થેપલા #હળવો_નાસ્તો #સવારનો_નાસ્તો #સ્વાદીષ્ટ_વાનગી #ગુજરાતી_વાનગી

દીકરી જ્યારે કોઈ કારણસર સાસરેથી પિયર ગઈ હોય અને પછી પિયરથી સાસરે જવા પાછી ફરી રહી હોય ત્યારે વિદાયની એ ક્ષણ ખૂબ જ ભાવુક ...
23/08/2026

દીકરી જ્યારે કોઈ કારણસર સાસરેથી પિયર ગઈ હોય અને પછી પિયરથી સાસરે જવા પાછી ફરી રહી હોય ત્યારે વિદાયની એ ક્ષણ ખૂબ જ ભાવુક હોય છે. એ સમયે દીકરીના મા દીકરીના હાથમાં પ્રેમથી ૧૦૦ કે ૨૦૦ રૂપિયા મુકે છે, જેને આપણી સંસ્કૃતિમાં "ભાથાના નાણાં" કહેવામાં આવે છે.

આ માત્ર કાગળની નોટ કે સો-બસો રૂપિયાનો હિસાબ નથી, પરંતુ માતા અને દીકરી વચ્ચેના અસીમ પ્રેમ, વાત્સલ્ય અને સંસ્કારની એક અદભુત પ્રથા કે નિશાની છે.

​આ પ્રથા પાછળના મુખ્ય ભાવ એ છે કે, મા માટે દીકરી ગમે તેટલી મોટી થઈ જાય કે ઘર-પરિવારવાળી થઈ જાય, પણ તે હંમેશાં એની નાની બાળકી જ રહે છે. મા જ્યારે દીકરીના હાથમાં આ નાણાં આપે છે ત્યારે એ કોઈ કિંમત તરીકે નહીં, પણ માના વહાલ અને અખંડ આશીર્વાદ રૂપે હોય છે. ​દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. પિયરમાંથી વિદાય થતી વખતે તેના હાથ ખાલી ન રહે અને તેનો હાથ સદા ભરેલો રહે તેવી શુભકામના આ નાની ભેટ પાછળ છુપાયેલી હોય છે. .

આ સો બસ્સો રૂપિયામાં માનો એ ભાવ હોય છે કે "બેટા, રસ્તામાં તારે જે ખાવું હોય તે લઈને ખાઈ લેજે, આ તારા પોકેટ મની છે." દીકરી માટે પણ આ નોટ દુનિયાના કરોડ રૂપિયા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય છે, કારણ કે એમાં માના પ્રેમની સુગંધ હોય છે. ​આ પરંપરા દર્શાવે છે કે દીકરી ગમે તેટલી સમૃદ્ધ સાસરિયામાં જાય, પણ માના હાથની ભાથાની એ નાની નોટ તેના માટે સદા અમૂલ્ય ખજાનો બની રહે છે. માની બસ એક જ ઇચ્છા હોય છે કે મારી દીકરી ખાલી હાથે પાછી ન જવી જોઈએ.

- અરવિંદ કલસરીયા ‘માનસ’

જો પૉસ્ટ ગમી હોય તો આ pageને follow કરવાનું ન ભૂલશો.

#દીકરી_વિદાય #માની_મમતા

દીકરી જાનકીની મમ્મીને બહારગામ જવાનું થયું હોય તો દિકરીને તૈયાર કરવાની જવાબદારી મારા શીરે આવીને ઊભી રહી જાય. ડેઇલી શાળાએ ...
22/08/2026

દીકરી જાનકીની મમ્મીને બહારગામ જવાનું થયું હોય તો દિકરીને તૈયાર કરવાની જવાબદારી મારા શીરે આવીને ઊભી રહી જાય. ડેઇલી શાળાએ લઈ જવાના ચોપડા તો એ જાતે જ બેગમાં ગોઠવી દે. પાણીની બોટલ, આઈ કાર્ડ અને મોજા પણ જાતે જ પહેરી લે. લંચ બોક્સ હું તૈયાર કરી આપું એટલું જ નહીં, બેગમાં વ્યવસ્થિત રીતે ગોઠવી પણ આપું. રહી વાત દીકરીનું માથું ઓળવાની, માથું ઓળાઈ ગયા પછી માથામાં રબર અને રીબીન કેમ બાંધવી એ દીકરીને તો ન ફાવે, પણ મને ય ન ફાવે. ઘણી કોશીષ પછી આજે આવી રીતે માથું ઓળીને રબર અને રીબીન બાંધી આપ્યા છે.

જમ્યા પછીની જમાવટ- મુખવાસ.મારે કોઈ ખાસ વ્યસન નહીં, પણ સાંજે જમ્યા પછી ચપટીક મુખવાસ મળી જાય તો ભયો ભયો. માત્ર ધાણા વરીયાળ...
21/08/2026

જમ્યા પછીની જમાવટ- મુખવાસ.

મારે કોઈ ખાસ વ્યસન નહીં, પણ સાંજે જમ્યા પછી ચપટીક મુખવાસ મળી જાય તો ભયો ભયો. માત્ર ધાણા વરીયાળીનો મુખવાસ ખાવાની પણ એક મજા છે. મુખવાસમાં કશુંક ગળ્યું હોય તો સોનામાં સુગંધ ભળે.

આપણે ત્યાં સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં મહેમાનોના આદર સત્કાર બાદ જમણવારના અંતે મુખવાસ ખવડાવવાની પરંપરા જોવા મળે છે.

લગ્નસરાની સિઝન ચાલતી હોય ત્યારે તો વળી ખુદ વરરાજાની તલવાર સાથે મુખવાસનો કોથળો લટકતો જોવા મળે છે.

- અરવિંદ કલસરીયા ‘માનસ’

#મુખવાસ

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalsariya Arvindbhai Kanabhai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalsariya Arvindbhai Kanabhai:

Shortcuts

Share