30/10/2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓની સુવિધા માટે નવી 25 ઇ-બસોનું ફલેગ-ઑફ આપી લોકાર્પણ કર્યું હતું.
પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત કરતા આ અવસરે માનનીય વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણની સાથોસાથ સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું જીવંત ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.