Dr Madhav Dave

  • Home
  • Dr Madhav Dave

Dr Madhav Dave President , Bhartiya Janta Party
Rajkot Mahanagar

ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીનું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે હર્ષભેર સ્વાગત કર્યું.
13/06/2026

ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીનું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે હર્ષભેર સ્વાગત કર્યું.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ , ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઈ...
12/06/2026

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ , ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ રાજકોટ શહેર ભાજપ પરિવાર વતી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

આ તકે વિમાન દુર્ઘટનાના તમામ દિવંગતો માટે મૌન ધારણ કરી તેમની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ 2026 અંતર્ગત રાજકોટ મહાનગર કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્ય...
12/06/2026

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ 2026 અંતર્ગત રાજકોટ મહાનગર કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની પ્રશિક્ષક પ્રશિક્ષણ કાર્યશાળા યોજાઇ જેમાં હાજરી આપી.

આ તકે પ્રદેશ મહામંત્રીશ્રી અનિરુદ્ધભાઈ દવે, આ અભિયાનના ઇન્ચાર્જ શ્રી કે સી પટેલ તથા અન્ય પ્રદેશ આગેવાનોએ સૌને માર્ગદર્શન આપ્યું.

ભક્તિ, સમર્પણ અને જનકલ્યાણનો દિવ્ય સંકલ્પ... 🪔✨🙏આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થવાના...
11/06/2026

ભક્તિ, સમર્પણ અને જનકલ્યાણનો દિવ્ય સંકલ્પ... 🪔✨🙏

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, "વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ" ના મંત્રને સુદ્રઢ કરવા ગતરોજ સાંજે શ્રી બાલક હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ‘મહાઆરતી’ તથા રામનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ અને મહાઆરતીમાં સહભાગી થવાનું પરમ સદભાગ્ય સાંપડ્યું. આ અવસરે દિવ્ય આરતીના દર્શન કરી રાષ્ટ્રની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે મંગલ કામના કરી.

🌳 "વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો"​આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સેવા અને સુશાસનના સફળ વર્ષોની ઉજવણી...
11/06/2026

🌳 "વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો"

​આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સેવા અને સુશાસનના સફળ વર્ષોની ઉજવણીના ભાગરૂપે, ભાજયુમો રાજકોટ મહાનગર દ્વારા ૮ થી ૧૪ જૂન દરમિયાન યોજાયેલ 'વૃક્ષારોપણ અભિયાન' માં આજે ઉત્સાહભેર હાજરી આપી.

​આવનારી પેઢીને હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ ભેટ આપવા માટે આપણે સૌ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ એ જ સમયની માંગ છે.

સેવા, સંકલ્પ અને સ્વચ્છતા...આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, "વિશ્વાસ, વિ...
10/06/2026

સેવા, સંકલ્પ અને સ્વચ્છતા...

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, "વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ" ના મંત્રને સાર્થક કરતા આજે વિધાન સભા - ૬૯ (રાજકોટ પશ્ચિમ) અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

આ સુવર્ણ અવસરે આજે સવારે જ્યુબિલી ગાર્ડન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા. ત્યારબાદ આસપાસના સમગ્ર વિસ્તારમાં ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત શ્રમદાન કરી, સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પને વધુ દ્રઢ કર્યો.

🌱 એક પેડ માઁ કે નામ...​આજે 'વિશ્વ પર્યાવરણ દિવસ' ના પાવન અવસરે રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ખાતે યોજાયેલા ભવ્ય વૃક્ષારો...
05/06/2026

🌱 એક પેડ માઁ કે નામ...

​આજે 'વિશ્વ પર્યાવરણ દિવસ' ના પાવન અવસરે રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ખાતે યોજાયેલા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બન્યો.

​શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રકૃતિના સંવર્ધન માટે છોડ વાવીને ધરતી માતા પ્રત્યે આપણું ઋણ અદા કરવાનો એક નાનો પ્રયાસ કર્યો.

આવો, આપણે સૌ સાથે મળીને રાજકોટને વધુ લીલુંછમ અને સુંદર બનાવીએ !

વિચારોનું પ્રશિક્ષણ, સંગઠનનું સશક્તિકરણ ! 🤝આજે પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ ...
03/06/2026

વિચારોનું પ્રશિક્ષણ, સંગઠનનું સશક્તિકરણ ! 🤝

આજે પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત આયોજિત મહત્ત્વપૂર્ણ 'પ્રદેશ આયોજન બેઠક' માં હાજરી આપી.

આ બેઠકમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જેવા વરિષ્ઠ નેતાઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. સંગઠનના મજબૂત પાયા પર જ રાષ્ટ્ર નિર્માણનું ભવ્ય સપનું સાકાર થઈ શકે છે, અને આ પ્રશિક્ષણ અભિયાન તે દિશામાં એક મોટું કદમ છે.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Madhav Dave posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share