02/04/2026
*જૈન વિઝન દ્વારા મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી, રાજકોટને શ્રેષ્ઠ કાર્યક્રમની ભેટ મળી*
- હેમુ ગઢવી હોલમાં ખુરશીઓ ખૂટી પડી: સેકડો લોકોએ પગથિયે બેસીને કાર્યક્રમ માણ્યો
- પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્થાના સંસ્મરણો લોકો માટે ભાવનાત્મક ક્ષણ બન્યા
- ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને આકર્ષક ઈનામો અપાયા
- અનેક જૈન શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન
- જૈન વિઝનની ટીમ ઉપર અભિનંદનની વર્ષા
રાજકોટ
રાજકોટ ખાતે સતત 13મા વર્ષે સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા અનંત ઉપકારી પ્રભુ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. હેમુ ગઢવી હોલમાં યોજાયેલા ભક્તિસંગીતના કાર્યક્રમમાં જૈન-જૈનતરો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખુરશીઓ ખૂટી પડી હતી અને લોકોએ પગથિયે બેસીને મોડી રાત સુધી કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતી જેવો સાબિત થયો હતો અને રાજકોટને શ્રેષ્ઠ કાર્યક્રમની ભેટ મળી હતી.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને ભરત દોશીએ જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સમાજલક્ષી કાર્યક્રમમાં કર્યા બાદ ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં જાણીતા સ્તવનકારોએ ભક્તિનો રસ ઘૂંટ્યો હતો. સ્તવનકારો સાગર કેન્દુરકર (મુંબઈ), પર્વ જૈન( ઈન્દોર), સ્તુતિ દોશી (સુરત) અને જેતલ સોનીએ ભગવાન મહાવીર સ્વામી ની એક એકથી શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.કાર્યક્રમનું સંચાલન આશિષ શાહ કરેલ રિધમ ટિમ રાજકોટના જાણીતા આશિષ કોટક ટિમેં દ્વારા સંગીત પીરસેલ
એક એક રચના ઉપર વન્સમોર સાંભળીને આ કલાકારો પણ ઝુમી ઉઠ્યા હતા.
આ પૂર્વે સ્વાગત પ્રવચનમાં જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ સંસ્થાના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ જૈન વિઝન સંસ્થાને હંમેશા સહયોગ આપ્યો હતો અને દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા.
ગત વર્ષે યોજાયેલા ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પણ વિજયભાઈએ હાજરી આપી હતી તે વખતની વિડીયો ક્લિપ બતાવવામાં આવી હતી. સ્વ વિજયભાઈને જૈન વિઝન સંસ્થા વિશે બોલતા સાંભળીને લોકો લાગણીશીલ બની ગયા હતા.
ભક્તિ સંગીતના આ કાર્યક્રમમાં રાજકોટના મ્યુઝિક ગ્રુપ આશિત કોટક એન્ડ પાર્ટીનો સથવારો મળ્યો હતો.
મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે યોજાયેલી ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જૈન વિઝનના કમિટી મેમ્બર ની પુત્રીઓ દેવાંગી અને હેમાંગી દ્વારા કોરીયોગ્રાફ કરાયેલો ઘુમર રાસ બાર જેટલી દીકરીઓએ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભગવાન મહાવીર સ્વામીની દીપ પ્રાગટ્ય કરી સમૂહ આરતી કરી હતી. હેમુ ગઢવી હોલમાં બેઠેલા હજારો લોકોના હાથમાં દીવડા પ્રગટેલા જોવા એ દ્રશ્ય અલૌકિક હતું.