08/08/2020
*ગુજરાત સરકાર દ્ધારા સંચાલિત ITI નખત્રાણામાં વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિક તાલીમ મેળવી ઔદ્યોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવાની તેમજ સ્વરોજગારી માટે તાલીમ પ્રાપ્ત કરવાની ઉજ્જવળ તક
આઇ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ઓગસ્ટ – ૨૦૨૦ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-૨૦/૦૮/૨૦૨૦
#ઓનલાઈન ભરેલા ફોર્મ ડોક્યુમેન્ટ સાથે નજીકની કોઈપણ આઈ.ટી.આઈ.માં ફોર્મ દીઠ 50/- ફી સાથે જમા કરાવવાના રહેશે.
#ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ-૨૧/૦૮/૨૦૨૦
🟥આઇ.ટી.આઇ-નખત્રાણા ખાતે ચાલતા વ્યવસાય (ટ્રેડ) ની માહિતી
૧. કોપા (COPA) – તાલીમ – ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૧૦ પાસ
૨. ફિટર – તાલીમ - ૨ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૧૦ પાસ
૩. ઇલેક્ટ્રીશિયન – તાલીમ – ૨ વર્ષ - પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૧૦ પાસ
૪. વાયરમેન – તાલીમ - ૨ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
૫. વેલ્ડર – તાલીમ - ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
૬. મરીન એન્જીનીયરીંગ ટેકનીશિયન – તાલીમ - ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
૭. સ્યુઇંગ ટેકનોલોજી (સિવણ) – તાલીમ - ૧ વર્ષ – પ્રવેશ લાયકાત (મિનિમમ) - ૮ પાસ
🟥 એડમીશન પ્રક્રીયા માટે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.
(૧) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
(૨) ધોરણ – ૮,૯,૧૦ પાસ માર્કશીટની નક્લ (જે લાગુ પડે તે)
(૩) ધોરણ-૧૦ નું ટ્રાયલ સર્ટિફિકેટ
(૪) જાતિનો દાખલો (સક્ષમ અધિકારીનો)
(૫) આવકનો દાખલો (સક્ષમ અધિકારીનો)
(૬) આઘારકાર્ડ નકલ
(૭) બેન્ક પાસબુક નકલ
(૮) પાસપોર્ટ સાઈઝના ફોટા = ૨ નંગ
(૯) ઉમેદવાર પાસે મોબાઇલ નંબર હોવો આવશ્યક અને ઇ-મેલ આઈડી
આઈ.ટી.આઈ ની મુલાકાત વખતે ઓરીજનલ પ્રમાણ પત્ર સાથે રાખવા, માસ્ક પહેરવું અને સરકારશ્રી ના ધારા ધોરણ મુજબ સોશિયલ ડિસ્ટન રાખવું જરૂરી છે.....
વધુ માહિતી માટે આઇ.ટી.આઇ. નખત્રાણાનો રૂબરૂ સંપર્ક કરવો.
સરનામુ : આઇ.ટી.આઇ.નખત્રાણા, નવા નગરબસ સ્ટેશન સામે, નખત્રાણા-ભુજ હાઇવે, નખત્રાણા-૩૭૦૬૧૫
માહીતી જરૂરીયાત વાળા સુઘી પહોંચાડજો...