Ambasan

Ambasan જય શ્રી હનુમાન દાદા

જય શ્રી હનુમાન દાદા... હીસ્ટ્રી ઓફ અંબાસણ
આહીરો વખતે બંધાવેલુ ગામ ઍટલે અંબાસણ, વખતો વખત સમય જતાં આ ગામ ફરીથી ગામી અટક ધરાવતા પટેલો લોધી અટક ધરાવતા મુસ્લીમો અને જાની અટક ધરાવતા બ્રાહ્મણૉ ઍ ભેગા મળી અંબાસણ ગામ ની સ્થાપના કરી અને એ ત્રણ જણા સાથે ઍક ઘર ઠાકોર અંબાસણીયા તેમજ ઍક ઘર રબારીનુ વસેલુ.

સદર ગામ વરસોડા સ્ટૅટના રાજા ગણાતા પુંજાજી ના તાબામાં આવતુ પરંતું આ ગામ વસાવનાર

પુંજાજી ને બે દીકરા હતા ઍક નુ નામ વિસાજી હતુ તેમને અંબાસણ વસાવ્યુ જયારે બિજા દીકરા નુ નામ માસાજી હતુ તેમને મહેસાણા વસાવ્યુ મહેસાણામાં તોરણવાળી માતાજી છે, જ્યારે અંબાસણમાં અંન્નપૂરણા માતાજી છે, મહેસાણામાં ધોબી તળાવ છે જયારે અંબાસણમા ધુણીયુ તળાવ છે, અંબાણમા ઘર ટેબો છે જ્યારે મહેસાણામાં રાજ મહેલ છે, સમય જતા મુસલમાનો નુ રાજય દીલ્હીમાં હતુ ત્યારે તે રાજાઓ તેમજ લશ્કરની પજવણી ને લીધે પંજાબમાં આવેલા શિહોરી ગામનો ગલુદાસ નામનો કણગી (પટૅલ) શિહોરી ગામ થી નીકળીને પિલુદરા જૅ ગામ મહેસાણામા આવેલ છે પિલુદરા ગામમાં ગલુદાસ પટેલે ઍક વષૅ વસવાટ કર્યો પિલુદરા ગામમાં પણ દરબારોની પજવણી હોવાથી ગલુદાસ પટેલ વિક્ર્મ સંવત ૧૬૪૮ માં ચૈત્ર સુદી ૯ "નુમને" દીવસે અંબાસણ ગામમાં વસવાટ કર્યો તેમને આજના સમયૅ દાદા ગલુદાસને આધારે ગલવાણી અટક તરીકે ઓળખાય છે, ગલુદાદાના વંશજો એવા ગલવાણી પટેલના અંબાસણ ગામમાં ૨૦૦ ઘર આવેલા છે. "બીબી વાળો પા" એટલેકે જમીન ૮૦૦ વીઘા તમામ ગલવાણીઓએ મહેનત કરીને વેચાણ રાખી અને આજની તારીખૅ તેમની પાસે છે અત્યારે ઘણા અંબાસણના ગલવાણી કુટુંબો મહેસાણા, કડી, કલોલ, અમદાવાદ, સુરત તથા અમેરીકા પણ વસવાટ કરૅ છે. ગામમાં ગલવાણી આવ્યા તૅ પહેલા ગામી પટેલો ના કુટુંબો વસવાટ હતો તેમને પોતાના ખેતરમાં હનુમાનદાદા નુ મંદીર બનાવેલુ અને ગામની રક્ષા માટે હનુમાનદાદા ની પુજા પણ કરાવતા હતા આજે પણ ગામી પટેલો દર વરસે હનુમાનદાદા ની ધજા ચઢાવે છે હનુમાનદાદા ની મૂર્તિ જીવંત છે અને ગામ આખુ હનુમાનદાદા ઊપર ખુબજ શ્રદ્દધા રાખે છે અને તે હનુમાનદાદાની મૂર્તિ અડદના લોટમાંથી બનાવેલી છે. હનુમાનજીના મંદીરની નજીકમાં મોટી પાણીની વાવ હતી તે આત્યારે સમય જતાં તેનુ અસ્તિત્વ રહ્યું નથી. હનુમાનદાદાના મંદીરની બાજુમાં ગલવાણીઓએ વેરાઈ માતાજીની સ્થાપના કરેલ છે તેની બાજુમાં થોડા અંતરે શંભુપરી મહારાજે સમાધિ લીધેલી છે તેની દેરી હાલમાં હયાત છે તેમજ અંબાસણ ગામમાં મહાકાળી માતાજીનુ પણ મોટુ મંદીર હતુ પરંતુ મોગલોના સમયમાં તેનો નાશ કરી દેવામાં આવેલો હતો હવે ગામના વાંટા વિભાગના પટેલોએ ભેગામળીને મહાકાળી માતાજીના જુના અવશેષોના આધારે નવીન મંદીર બંધાવેલ છે. એ પછી સમય જતા બ્રાહ્મણો ના અંબાસણ ગામમાં ઘણા કુટુંબો હતા તેમની કુળદેવી હાલ મોદીપુર ગામ અંબાસણની પશ્ચિમ દિશામાં આવેલ છે વરસો પહેલા રાજા સિદધરાજ જયસિંહએ સિદધપુરમાં રુદ્રમાળ બાધવા માટે બોલાવેલા બ્રાહ્મણો જે અંબાસણમાં આવીને વસેલા જે હાલમાં જાની તરિકે ઓળખાય છે જે દેસના કોઇ પણ શહેરમાં કે ગામમાં વસેલા જાની ભાઇઓનુ મુળ વતન ગામ અંબાસણ છે.

Address

Mehsana
384435

Website

Alerts

Be the first to know and let us send you an email when Ambasan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share