19/08/2026
મહેસાણા જિલ્લાના તાલુકા કક્ષાએ "મહિલા નેતૃત્વ દિવસ" અને "વિશ્વ સ્તનપાન સપ્તાહ" અંતર્ગત "મહિલા નેતૃત્વ દિવસ" ની ઉજવણી ૬૨૩ થી વધુ કિશોરીઓ, બાલિકા પંચાયતના સભ્યો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો; પોષણ, આરોગ્ય અને સ્વરોજગાર અંગે સંવાદ યોજાયો
મહેસાણા:
મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે "મહિલા નેતૃત્વ દિવસ" અને "વિશ્વ સ્તનપાન સપ્તાહ" અંતર્ગત આજરોજ તા. ૦૫/૦૮/૨૦૨૬ ના રોજ મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં "મહિલા નેતૃત્વ દિવસ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા ડેલિગેટશ્રી, મહિલા સરપંચશ્રી સહિત સ્થાનિક મહાનુભાવો તેમજ ૬૨૩ જેટલી કિશોરીઓ, માતાઓ અને બાલિકા પંચાયતની સભ્યોએ ભાગ લીધો