Zinjari - The Nav Taal Nagri

Zinjari - The Nav Taal Nagri Village

24/03/2026

પ્રેરણાદાયક 🫡

15/01/2022

માણાવદર તાલુકાના
સરદારગઢ (ગીદડ)થી બે કિલોમીટર દૂર #જીંજરી નામ નું એક રૂપકડુ ગામડું આવેલું છે.
આ ગામ મા સવા સો વર્ષ પહેલા એક
અ ભુતપૂર્વ ધટના ધટી હતી..
આ સત્ય ધટના હતી પવિત્ર શુદ્ધ પ્રેમ માટે
પ્રેમી યુગલે પોતાના દેહ ના બલીદાનો આપેલાં તેની.
નાનપણ માં હું અમારા (બાંટવા)ધર પાસે વારે તહેવારે બહેનો ને રાસ લેતી તેના ગીતો સાંભળતો...તેમાનું એક ગીત હતું
=====ગીત====
ઝાંખા જીંજરી તારા ઝાડવા,
ઝાંખી છે કાંય સિમરોલી ની સીમ,
વનમા બોલે રાજ કોયલડી રે,......
============
ત્યારે કિશોર અવસ્થા માં મને આ ગીત ના અર્થ ની જાણ નહતી,
પણ વર્ષો પછી ઇતિહાસ ના પુસ્તકો વાંચતા આ ગીત ની મહાન તા નો મને ખ્યાલ આવ્યો,
આ ગીત માં એક પવિત્ર પ્રેમ મા આ યુગલે પોતાનાં દેહો ના બલીદાન આપેલાં તેની વાત હતી...એ સમય ના મોટા ગજાના ઇતિહાસ લેખક .
ગોકુલ દાસ રાય ચુરાની....કાઠિયાવાડ ની લોક વાર્તા નામનું આ પુસ્તક હતુ. એજ વાત ટુંક માં હું મીત્રો સામે આજે મુકુ છું.
વાત નું શિર્ષક છે
==== #રેવતી ===
ઇ.સ1900મા ભયંકર દુષ્કાળ પડેલ,ત્યારે જીંજરી ગામ માં રાજપુત તથા પટેલો ની મુખ્ય વસ્તી હતી.
બીજી ઇતર જ્ઞાતિ ના પણ થોડાં ઘરો હતા,
ત્યારે જીંજરી મા એક ભાટ પરીવાર પણ રહેતો હતો,
આ પરીવાર પશુ પાલન તેમજ યજમાન વૃતિ કરી પોતાનું ગુજરાન ચલાવતો,
કેમેય કરી દુષ્કાળ ના થોડા મહિના તો પસાર કર્યા.
પણ પશુ માટે નિરણ પાણી ની મુશ્કેલી ઉભી થઇ.
જીંજરી ના મોટા ભાગના લોકો પણ અહીંથી બીજે સ્થાંળાતંર કરી ગયેલાં,
આ પરીવાર મા #ઇશ્વર_ભાટ તેના પત્ની અને એક યુવાન દિકરી #રેવતી એમ ત્રણ જણા હતાં,
જીંજરી નો શોમચદં નામ નો એક યુવાન વણીક વેપારી હતો.
તેણે ભાટની દીકરી #રેવતી ને મેળવવા માટે સ્વાર્થ વશ આ ભાટ પરીવાર ને થોડી મદદ કરી પણ એ પણ વધારે મદદ ન કરી શક્યો.
આખરે આ ભાટ પરીવારે પોતા ના ઢોર લઇ ને ગીર મા જવાનો નિર્ણય કર્યો,
ગીર મા જતાં રસ્તા મા # ભાટ સીમરોલી #ગામ આવ્યુ,
આ ગામનો ગરાસ દાર #નરસંગ_ભાટ હતો,
નરસંગ ભાટે આ જીંજરી ના પોતાની જ્ઞાતિ ના ઇશ્વરભાટ ના પરીવાર ઉપર કુરુણા ભાવથી પોતાને ત્યાં રોકાય જવા અને ઢોર ઢાંખર ને નિભાવવા
આશરો આપ્યો.
નરસંગ ભાટ પરણેલા હતા તેની પત્ની નું નામ ગંગા હતું
આ ગંગા ખૂબજ જગડા ખોર સ્વભાવની હતી,
જીંજરી ના ઇશ્વર ભાટ ની દિકરી #રેવતી નો સ્વભાવ તેના શુ સંસકારો આ બધું સીમરોલી ના નરસંગ ભાટને ખૂબ પસંદ પડયું.
બન્ને વચ્ચે પવિત્ર લાગણી ના નિર્દોષ પ્રેમ સબંધ ની છૂટે નહી તેવી ગાંઠો બંધાણી,
જ્યારે દુષ્કાળ પુરો થયો ઇશ્વર ભાટ નો પરીવાર પાછાં જીંજરી જવાં ત્યાર થયો,ત્યારે નરસંગ ભાટે રેવતી ને પોતાની સાથે લગ્ન કરવાની દરખાસ્ત મુકી. પણ રેવતી કહ્યુ, કે એક સ્ત્રી તમારી પત્ની નો જન્મારો તમારી સાથે મારે લગ્ન કરી નથી બગાડવો,
રેવતી એ વચન આપ્યુ કે હું આ જન્મારો કુંવારી રહીશ પણ નરસંગ ભાટ સિવાય ના પુરૂષો મારે ભાઇ બાપ સમાન છે.
ઇશ્વર ભાટે નરસંગ ભાટ ને સાતમ આઠમ ના તહેવાર ઉપર જીંજરી મહેમાની કરવાનું આમંત્રણ આપ્યુ, નરસંગ ભાટે સહર્ષ આમંત્રણ સ્વીકાર્યુ,
જીંજરી નો ભાટ પરીવાર પોતાનાં ઢોર લઇ જીંજરી આવ્યા,
અહીં સોમચદં વણીકે ફરીથી રેવતી ને પામવા પરયત્નો આદર્યા.
પણ આ વખતે રેવતી એ સોમચદં ને
સ્પસ્ટ જણાવી દીધું કે હું સીમરોલી ગરાસદાર નરસંગ ને મનથી વરી ચુકી છુ,
માટે હવે મને ભુલી જા.
સોમચંદ ને રેવતી ની આ વાત હાડો હાડ ધ્રુજાવી ગઇ,
સોમચંદે આ બન્ને પ્રેમી યુગલી ની વચ્ચે દિવાલ બનવા ના ચક્રો ગતી માન કર્યા,
સોમચંદ શેઠ ને ખબર હતી કે સાતમ આઠમ ના તહેવાર માથે સીમરોલી નો #નરસંગ_ભાટ જીંજરી આવવાનો છે,
સોમચંદે રાંધણ છઠ ને દિવસે એક કપટ કર્યુ,
સાંજે ઇશ્વર ભાટ ને ધરે એક અજાણ્યા માણસને લઇ જઇ ખોટા સમાચાર પેલા અજાણ્યા માણસ ને મોઢે અપાવ્યા,
કે સીમરોલી નો નરસંગ ભાટ કાલે બહારવટિયા સામે ધિંગાણું ખેલ તા મુત્યુ પામ્યો.
રેવતી ને કાને જેવા આ શબ્દો પડ્યા,
તરતજ રેવતી બે ભાન થઇ ઢળી પડી.
તેનું પ્રાણ પંખેરુ ઉડી ,ગયુ ,
ગામ માં વાત ફેલાય ગઇ કે આ રેવતી નો પ્રેમ કેટલો મહાન કહેવાય...તેના પ્રેમી ના મૃત્યું ના વાવડ સાંભળ તાજ રેવતી
એ પોતાનો દેહ છોડી દિધો.
શીતળા સાતમ ને દિવસે જીંજરી ના સમશાન મા રેવતી ના ખોળીયા ને અગ્નિદાહ આપવા ચિતા ભળ ભળ બળવા લાગી,
બરાબર ત્યારેજ તેનો પ્રેમી #નારસંગભાટ જીંજરી ના પાદર મા આવ્યો,
ધોડા ઉપર બેઠા બેઠા વડિલો બેઠેલા તેને પુછ્યુ કોણ ગુજરી ગયુ .????
જવાબ મળ્યો
ઇશ્વર ભાટની દિકરી રેવતી તેના પ્રેમી
નરસંગ ભાટ ના મૃત્યુ ના ખબર જાણી...અને પોતે પણ પોતાના પ્રાણ છોડી ને તેના પ્રેમીની પાછળ ચાલી નિકળી,
બસ આટલા શબ્દો સાંભળતા રેવતી નો પ્રેમી #નરસંગ ભાટ પોતાના ધોડા ઉપર થી કુદી ને રેવતી ની સળગતી ચિતા તરફ દોટ મુકિ,
અને બોલ્યો રેવતી....રેવતી...મને છોડીને જતી નહીં હું આવી ગયો છુ.
એમ રોડો પાડતો સળગતી ચિતામા કૂદિ પડ્યો,
હાજર રહેલા ડાધુ ઓ દોડ્યા નરસંગ ને બળતી હાલત માં બહાર કાઢે એ પહેલા #નારસંગ ભાટ નો આત્મા રેવતી ને પામવા અનંત ની વાટે નિકળી ગયો. (સોમચંદ શેઠ જીંદગી ભર પોતાના આ પાપી કૃત્ય માટે પ્રશ્રા તાપ કરતો રહ્યો)
આ પવિત્ર અમર પ્રેમ ના પ્રેમી યુગલ ની બલીદાન ની ગાથા કહેતાં આજે પણ જીંજરી ગામ ની પરવાડે, તાડ ના વૃક્ષ (નવ તળી)
અડીખ઼મ ઉભા, છે ,
સંકલન/લેખન #માનસીંગ_ટપુભા રાઠોડ (બજરંગ)કા.રાજપૂત બાંટવા..

25/07/2021

આજ નો વરસાદ

06/07/2020
18/08/2019
13/11/2018

Every year nearly 5 Lakh people die in India, due to lack of organ availability.
Pledge to donate your organs.
SAVE LIVES.

World Environment Day 5th June
05/06/2018

World Environment Day 5th June

Jadugar Mahakaal
20/01/2018

Jadugar Mahakaal

Address

Zinjari
Manavadar
36264

Website

Alerts

Be the first to know and let us send you an email when Zinjari - The Nav Taal Nagri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share