RDAM - ખેડા

RDAM - ખેડા संघर्ष, अस्मिता और अस्तित्व के लिए।

વડગામ ના ધારાસભ્ય તેમજ કોઈ પણ સમાજ સાથે ખાસ તો અનુસૂચિત જાતિ સમાજ સાથે અત્યાચાર થયો હોય ત્યારે ખડેપગે ઊભા રહીને કે ટેલીફ...
11/12/2023

વડગામ ના ધારાસભ્ય તેમજ કોઈ પણ સમાજ સાથે ખાસ તો અનુસૂચિત જાતિ સમાજ સાથે અત્યાચાર થયો હોય ત્યારે ખડેપગે ઊભા રહીને કે ટેલીફોનીક રીતે વાત કરીને પણ એ સમાજ ને ન્યાય મળે તે માટે આંદોલન કરનાર તેમજ અમારા અંગત સાથી એવા શ્રી જિજ્ઞેશ મેવાણી ને એમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમજ આવનારા સમય માં તેઓ ખુબ આગળ વધે તેવી આશા રાખીએ છીએ...

આ છે જિજ્ઞેશ મેવાણી, ભલભલા ના કરે વળતા પાણી....

રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ, ખેડા

ગઈકાલે તા. 27.08.23 રવિવારના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની મિટિંગ ખેડા જિલ્લા ના કપડવંજ માં કરવામાં આવી હતી. જિગીષા બ...
28/08/2023

ગઈકાલે તા. 27.08.23 રવિવારના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની મિટિંગ ખેડા જિલ્લા ના કપડવંજ માં કરવામાં આવી હતી. જિગીષા બેન દ્વારા સમગ્ર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .ખેડા ,બાલાસિનોર, તથા અન્ય તાલુકા માંથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી અને કપડવંજ માં પહેલી જ મિટિંગ નુ આયોજન કર્યું હતું જેને સફળ બનાવી હતી .
બહુજન વિચારધારા, બંધારણ, અનામત અને રાજકીય શક્તિ વિશે ખુબ ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવી તથા સંગઠન કેવી રીતે મોટું કરવું તેની વાત કરવામાં આવી હતી.
આવનાર સમય માં સંગઠન ને મજબૂત કરવા માટે આવેલા તમામ નો સંપર્ક કરી ને સંગઠન માં જોડવામાં આવશે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ખેડા

આજ રોજ ખેડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જન જાગૃતિ મિશન દ્વારા ખેડા ના ગોબલજ ગામ માં મિટિંગ કરવામાં આવી જેમાં વડાલા, ડા...
15/08/2023

આજ રોજ ખેડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જન જાગૃતિ મિશન દ્વારા ખેડા ના ગોબલજ ગામ માં મિટિંગ કરવામાં આવી જેમાં વડાલા, ડામરી, કલોલી, ધરોડાં,નવાગામ, બિડજ, સમાંદરા, સાદરા, ભેરાઇ,તથા સ્થાનિક ગોબલજ ગામના યુવાનો તથા વડીલો હાજર રહ્યા હતા. પંકજ ભાઈ દ્વારા સંગઠન અને અનામત તથા બાબા સાહેબ ના સંઘર્ષ વિશે ખુબ સારી સમજણ આપી હતી. વિપુલ ભાઈ દ્વારા સંગઠન કેમ જરૂરી છે, તેની વિશેષતા શું અને સંગઠન કયા ધ્યેય સાથે આગળ વિસ્તારવા માંગે છે તેની સમજ આપવામાં આવી હતી,યોગેશ ભાઈ દ્વારા સંગઠન નું સમસ્ત પ્લાનિંગ સમજવામાં આવ્યું હતું કેવી રીતે સંગઠન કામ કરશે તે પ્લાનિંગ સમજવ્યા બાદ જેમાં મુખ્ય 5 લોકો એ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી આગામી સમય માં સંગઠન ને મોટું બનાવવા તન, મન અને ધન થી પોતાનું યોગદાન આપશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો. સાથે ગામ ના યુવાનો ને સંગઠન માં જોડી ને સંગઠન ની તાકાત માં પણ વધારો કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ખેડા

04/08/2023

અમદાવાદના દલિત યુવાન હસ્મુખ જાદવને જુતુ ચટાવાની ફરજ પાડનાર અમરેલીના S.P હિમકરસિહ ને સસ્પેન્ડ કરો .આ મુદ્દે ગાંધીનગરમાં D.G ઓફિસ ખાતે મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા અને આવેદનપત્ર આપવામાં આવ્યું

01/08/2023
21/07/2023

Award for TEAM' RDAM GUJARAT.

Today સંદેશ...
20/07/2023

Today સંદેશ...

પ્રેસ નોટરાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ખેડા દ્વારા  નવાગામ થી ધરોડાં અને નાયકા થી કલોલી ના રસ્તા બનાવવા બાબતે ખેડા કલેકટર ને...
17/07/2023

પ્રેસ નોટ
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ખેડા દ્વારા નવાગામ થી ધરોડાં અને નાયકા થી કલોલી ના રસ્તા બનાવવા બાબતે ખેડા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું
આજરોજ ખેડા તાલુકા ના જુદા જુદા ગામ ના નાગરિકો ની એક જ રજુઆત છે કે. આજના આધુનિક જમાનામાં ટેકનોલોજી એ હરણફાળ વિકાસ કર્યો છે. અને મોડેલ ગણાતા ગુજરાત રાજ્ય એ પણ ધણો વિકાસ કર્યો છે. એવા વિકસિત રાજ્ય ના સમ્રુધ્ધ ગણાતા ખેડા જિલ્લાના ના જાહેર રસ્તાઓ ની ખખડધજ હાલત ને કારણે સરકાર શ્રી ના એસ.ટી વિભાગ દ્વારા લેખિત નોટિસ આપી જાણ કરવા માં આવી છે કે રસ્તા ઓની સ્થિતિ સારી ન હોય વહીવટી ખર્ચ અને મેન્ટેનન્સ વધુ આવતું હોય એસટી સુવિધા બંધ કરવા મા આવે છે.. રસ્તા ઓની સ્થિતિ સુધરશે તો જ બસ શરુ કરવામાં આવશે..
આસ્થિતિ માં સ્થાનિક રહીશો એ કેવી રીતે જીવન નિર્વાહ કરવું કામ ધંધા રોજગાર માટે કેવી રીતે બહાર જવું એ બધી સમસ્યાઓ વિકટ બની ગઇ છે. માટે આપ સાહેબશ્રી ને આ રજુઆત કરવા ની ફરજ પડી છે.
આ બાબતે તાત્કાલિક અસરથી રોડ રસ્તા ઓની સ્થિતિ સુધારવા માં આવે અને એસટી બસ ની સુવિધા પૂનઃ કાર્યરત કરવામાં આવે..એ માટે જરૂરી સુચનાઓ આપી અમલી કરણ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે..
આ બાબતે અમોએ ધરોડા ગામ ના સરપંચ મે રજૂઆત કરતા તેઓ એ જણાવેલ છે કે કઠવાડા થી ધરોડાં નો રસ્તો મજૂર થઈ ગયો છે જેનો અંદાજિત ખર્ચ 3 કરોડ છે પણ આ રસ્તો છેલ્લા ત્રણ વરસથી બનાવવામાં આવ્યો નથી તો કયા કારણો સર રસ્તા નું કામ નથી થતું તેની એમનો લેખિત માં જવાબ આપવામાં આવે
અમારી રજૂઆત બાબતે તાત્કાલિક અસરથી જરુરી સગવડો ઉભી નહિ થાય તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે..અને તેની જવાબદારી જેતે અધિકારી ના શીરે રહેશે..

આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જન જાગૃતિ મિશન દ્વારા  ધરોડાં ગામ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ...
18/06/2023

આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જન જાગૃતિ મિશન દ્વારા ધરોડાં ગામ ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક મુખ્ય પ્રશ્ન રસ્તા નો હતો જેમાં ચર્ચા કરવામાં આવી સાથે વાવાઝોડા થયેલા નુકશાન ની પણ ફરી સર્વે કરવામાં આવે તે વિશે પણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
આગામી સમય માં આ મુદ્દા પર સરકારશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.
સ્થાનિક સંગઠન ના મિત્રો આવતી કાલે પંચાયત નો સપોર્ટ માટે વાત કરશે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આ રસ્તા ના મુદ્દે આગામી સમય માં લોકહિત માટે લડત આપશે .
સાથે કલોલી ગામ ના રસ્તા માટે પણ લડત આપશે.

મિટિંગ માં અંત માં આગામી 12 દિવસ પછી ગોબલજ ગામ માં મિટિંગ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની જાણ ટૂંક સમય માં કરવામાં આવશે.

યોગેશ સોલંકી
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ખેડા.

Address

Kheda
Kheda
387550

Website

Alerts

Be the first to know and let us send you an email when RDAM - ખેડા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category