02/06/2026
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા યુનિ.નાં ક્ષેત્રિય વિસ્તારની વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓ જ્યારે ઝોન કક્ષાએ, આંતર યુનિ. કે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જતા હોય તે સમય દરમ્યાન તેમનાં રેગ્યુલર અભ્યાસક્રમની જો પરીક્ષાનું સમયપત્રક જાહેર થયુ હોય અને તે દિવસો દરમ્યાન યોજાયેલ પરીક્ષામાં રમત-ગમતની તેમની સ્પર્ધામાં ઉપસ્થિતીનાં સંજોગો વેળાએ ચુકી જવાયેલ પરીક્ષાને કરાણે વિદ્યાર્થીને તેમનાં રેગ્યુલર અભ્યાસમાં ખલેલ ના પહોંચે તે હેતુ યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે આવા વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષાનું આયોજન કરી તેમની બાકી રહી જવા પામેલ પરીક્ષાનાં પેપરોની પરીક્ષા અને સમય મર્યાદામાં પરિણામ જાહેર થાય તે દિશામાં વ્યવસ્થાનાં આપેલ નિર્દેશ મુજબ આજે ખો-ખો, કુસ્તી, સાયક્લીંગ, વેઇટ લીફ્ટીંગ, ક્રોસકંન્ટ્રી, ઝુડો જેવી વિવિધ રમતોનાં ૨૪ જેટલા વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોની પરીક્ષા યોજાઇ હતી