Jai Ho Junagadh

Jai Ho Junagadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jai Ho Junagadh, Social service, Junagadh.

સવાલદાર જનતાને જ જવાબદાર શાસકો મળે છે... નીયમોને નેવે મૂકીને જનતાના ટેક્ષના રૂપીયે પોતાના વ્યક્તિગત શોખ પુરા કરનાર પ્રશા...
26/08/2025

સવાલદાર જનતાને જ જવાબદાર શાસકો મળે છે... નીયમોને નેવે મૂકીને જનતાના ટેક્ષના રૂપીયે પોતાના વ્યક્તિગત શોખ પુરા કરનાર પ્રશાસન અને શાસકોને પણ જનતા સવાલ કરી નથી રહ્યા અએવી જનતા પોતાને દેશભક્ત ગણાવી રહ્યાં છે 😀

જવાબદાર જનતાને જ જવાબદાર શાસકો મળે છે... આજથી દશ વર્ષ પેહલાં આટલી ખરાબ હાલત ન હતી આપણા જુનાગઢ મહાનગરની...જનતા કરો વિચાર
26/08/2025

જવાબદાર જનતાને જ જવાબદાર શાસકો મળે છે... આજથી દશ વર્ષ પેહલાં આટલી ખરાબ હાલત ન હતી આપણા જુનાગઢ મહાનગરની...જનતા કરો વિચાર

સરકારી તીજોરીને નુકશાન કરનારા બેદરકાર અધીકારીઓ પાસેથી આ નુકસાન રીકવર કરવાની જોગવાઈ છે.! શું કાર્યવાહી કરવામાં આવશે?જય હો...
14/08/2025

સરકારી તીજોરીને નુકશાન કરનારા બેદરકાર અધીકારીઓ પાસેથી આ નુકસાન રીકવર કરવાની જોગવાઈ છે.! શું કાર્યવાહી કરવામાં આવશે?

જય હો જુનાગઢ

જુનાગઢ ઐતિહાસિક નગરી માંથી ભ્રષ્ટાચારી નગરી બનાવનાર કોણ..? જુનાગઢની બરબાદીનો જવાબદાર કોણ..?બે વર્ષ પેહલાં જુનાગઢની પ્રજા...
25/06/2025

જુનાગઢ ઐતિહાસિક નગરી માંથી ભ્રષ્ટાચારી નગરી બનાવનાર કોણ..? જુનાગઢની બરબાદીનો જવાબદાર કોણ..?

બે વર્ષ પેહલાં જુનાગઢની પ્રજા જે બરબાદી અને તકલીફમાંથી પસાર થઈ હતી એથી ખરાબ હાલત આ વર્ષે સુરતમાં જોવા મળી રહી છે.

જો આ વર્ષે ૮-૧૦ ઈંચ વરસાદ એકસાથે વરસે તો જુનાગઢની પરીસ્થીતી આથી પણ ખરાબ થવાની, કારણ કે પ્રીમોનસુન કામગીરીના નામે કરોડોના બીલ ઉધારીને ભ્રષ્ટાચાર જ કરવામાં આવેલા છે એવો જનતામાં ગણગણાટ ચાલુ થયો છે.

કાળવા ઉપરના દબાણ જેને હટાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીએ પણ કહ્યું છતાં એક ઈંટ હલાવવા નથી દેતા સતાધીશો અને પ્રશાસનના જવાબદારો ગુલામ બની બેસી રહ્યા છે.

જાગૃત નાગરિકો પાણી આવે એ પેહલા પાળ બાંધી લેવી એ હિતાવહ છે. આ માટે જવાબદારો પાસે કામ કરાવો, જવાબદારોને સવાલ કરો અને જ્યાં જરૂર લાગે ત્યાં સજા આપો પણ જુનાગઢને બચાવો, જુનાગઢીઓને બચાવો...

જેને હૈયે જુનાગઢનુ હિત વસેલું છે એવા તમામ નગરજનો લાઈક કોમેન્ટ અને Share કરી તમામ નાગરિકો સુધી પહોંચવા મદદરૂપ થજો.

જય હો જુનાગઢ
🇮🇳🙏🏻

જૂનાગઢના "રાં"વંશના રખોપા કરી પોતાના દીકરાની આહુતિ દેનાર મહાન વીર,આશરા ધર્મના પ્રણેતા, "રા"ના રખેવાળ ગરવા  #આહીર_શ્રી_દે...
26/03/2025

જૂનાગઢના "રાં"વંશના રખોપા કરી પોતાના દીકરાની આહુતિ દેનાર મહાન વીર,આશરા ધર્મના પ્રણેતા, "રા"ના રખેવાળ ગરવા #આહીર_શ્રી_દેવાયત_બોદરની પુણ્ય તિથિ નિમિતે શતશત નમન.🙏🏻🙏🏻

જુનાગઢ શહેરના નવા મેયર ધર્મેશભાઈ પોશિયાને ખુબ ખુબ અભિનંદન...💐
05/03/2025

જુનાગઢ શહેરના નવા મેયર ધર્મેશભાઈ પોશિયાને ખુબ ખુબ અભિનંદન...💐

તંત્ર દ્વારા ૨૦૨૫ મહાશિવરાત્રિના મેળાને લઈને જાહેર કરાયેલા કેટલાક અગત્યના સંપર્ક નંબર🚨
21/02/2025

તંત્ર દ્વારા ૨૦૨૫ મહાશિવરાત્રિના મેળાને લઈને જાહેર કરાયેલા કેટલાક અગત્યના સંપર્ક નંબર🚨

જુનાગઢના મતદારોએ સોંપેલી જવાબદારીઓ નીષ્ઠાપૂર્વક નીભાવશો એવી આશા સાથે તમામ વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐
18/02/2025

જુનાગઢના મતદારોએ સોંપેલી જવાબદારીઓ નીષ્ઠાપૂર્વક નીભાવશો એવી આશા સાથે તમામ વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐

2025 જુનાગઢ મહાનગર પાલિકામાં સાંજે છ વાગ્યા સુધીનું કુલ મતદાન 44.32% નોંધાયુ      #ગુજરાત
16/02/2025

2025 જુનાગઢ મહાનગર પાલિકામાં સાંજે છ વાગ્યા સુધીનું કુલ મતદાન 44.32% નોંધાયુ

#ગુજરાત

08/11/2024

જલારામબાપાની ૨૨૫મી જન્મજયંતીની ઉજવણી
વણઝારી ચોક યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવી એ ઉજવણીમાં K J.Hospital પણ સહભાગી બની અને ભક્તિભાવ સાથે આરોગ્ય લક્ષી ફ્રી મેડિકલ ચેકઅપની સાથે જુનાગઢની જનતાને બીમારી ન આવે એ અંગે અગમચેતીના આરોગ્ય અંગેના વિવિધ પગલાં અંગે જાણકારી સાથે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમાંમ બાળકો અને તેમના પરિવાર માટે અને વિજેતા થયેલ સ્પર્ધકોને વિવિધ હેલ્થ કુપન અને વાઉચરો આપીને પ્રોત્સાહિત કરેલ... આવો સાંભળીએ K. J.Hospital ના જવાબદાર પ્રતીનીધીને...

જુનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત ચિત્ર સ્પર્ધા Live થસે YouTube channel - Lokgeet ઉપર, ૨૨૫મી શ્રી જલારામ જન્મ જયંતીના પ્રસંગ...
05/11/2024

જુનાગઢના ઈતિહાસમાં પ્રથમ વખત ચિત્ર સ્પર્ધા Live થસે YouTube channel - Lokgeet ઉપર, ૨૨૫મી શ્રી જલારામ જન્મ જયંતીના પ્રસંગે જલારામબાપા ઈતિહાસીક વારસાને ચિત્ર સ્પર્ધા દ્વારા ફરીથી જીવંત કરીને આજની યુવાપેઢી જલારામબાપાના જીવન પ્રસંગોથી અવગત થાય એ હેતુ સાથે વણઝારી ચોક મિત્ર મંડળ અને A1 ગ્રુપ દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં ત્રણ ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવશે, અને દરેક સ્પર્ધકને શ્યોર ગીફ્ટ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવા આવશે. આ સ્પર્ધામાં જુનાગઢ કોર્પોરેશન વિસ્તારના રહીશો જ ભાગ લઈ શકશે. વધુ માહિતી અને જાણકારી માટે આપેલ નંબર 9824254049 પર સંપર્ક કરવો.

Lokgeet - YouTube channel આ આખી સ્પર્ધા Live પ્રસારણ કરીને જલારામબાપાના જીવન પ્રસંગોને આજની યુવાપેઢી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે સાથે સાથે આજની યુવાપેઢીની ચિત્રકલાથી દેશ અને દુનીયાને અવગત કરાવવાનો એક નમ્ર પ્રયાસ છે.

19/10/2024

આ દિવાળીએ માનસિક દિવ્યાંગો દ્વારા બનાવાયેલ વસ્તુઓને ખરીદી કરીને દિવ્યાંગોની જીંદગીમાં ઉજાસ લાવીએ...શ્રી આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશન -જુનાગઢ સંસ્થાના માર્ગદર્શન હેઠળ આવી વસ્તુઓ બનાવી અને સંસ્થા દ્વારા જ આ બધી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે, ચાલો સાથે મળીને થોડો પ્રયત્ન કરીએ દિવ્યાગોના જીવનમાં ઉજાસ ફેલાવવાનો...

પેહલી કોમેન્ટમા વસ્તુઓ અને તેની કિંમત તથા એડ્રેસ અંગેની માહિતી આપેલ છે

Address

Junagadh
362 00X

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Ho Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jai Ho Junagadh:

Share

Category