Shree Sorathiya Prajapati Gnati Hitvardhak Mandal

Shree Sorathiya Prajapati Gnati Hitvardhak Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Sorathiya Prajapati Gnati Hitvardhak Mandal, Social service, shanteshwar Road, joshipara, Junagadh.

21/09/2025
21/09/2025
11/08/2023

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ હિત વર્ધક મંડળ તારીખ 9 ના નવરાત્રી 2023 ની બાબત મળેલ મીટીંગ માં આવેલ જ્ઞાતિ જનો ની યાદી સ્વરૂપે વિડિયો

11/08/2023

🙏જય શ્રી બાઈ માતાજી🙏
શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ શહેરની નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ , શહેરની એક જ નવરાત્રી થાય તેવા હેતુથી... શ્રી સોરઠીયા પ્રજાપતિ હિત વર્ધક મંડળ જોષીપરા- જુનાગઢ ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી. વાલજીભાઈ ડી. જેઠવા ના અધ્યક્ષ સ્થાને જનરલ સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ આ જનરલ સભા બોલાવવા, શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ હિત વર્ધક મંડળ જોષીપરા - જુનાગઢ, દ્વારા એક એજન્ડા બહાર પાડવામાં આવેલ, જે એજન્ડા મુજબ તારીખ ૯ - ૮ -૨૦૨૩ ને બુધવાર ના રોજ રાત્રે ૦૯-૦૦ કલાકે શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ હિત વર્ધક મંડળ - શાન્તેશ્વર સંસ્થામાં જનરલ સાધારણ સભા રાખવામાં આવેલ જેમાં બંને નવરાત્રીના આયોજકશ્રીઓ તેમજ જુનાગઢ શહેરના દરેક વિસ્તારની સંસ્થાના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ , કારોબારી સભ્યશ્રીઓ , ટ્રસ્ટીશ્રીઓ આગેવાન શ્રીઓ ,અને જ્ઞાતિ જનોએ બહોળી સંખ્યામાં હાજરી આપવામાં આવેલ.. આ સંસ્થાના માનદ મંત્રીશ્રી ભગવાનજીભાઈ વાળા દ્વારા હાજર તમામ જ્ઞાતિજનો નવરાત્રી અંગે પોતપોતાના વિચારો રજૂ કરવા જણાવવામાં આવેલ .. જેમાં ઉપસ્થિત આયોજક આગેવાન શ્રી ઓએ.. તેમજ પધારેલા તમામ જ્ઞાતિ જનો એ પોત પોતાના વિચારો રજૂ કરેલ.. તમામ મંતવ્યો રજૂ થયા બાદ સર્વાનુમતે અેક જ નવરાત્રી કરવા અંગે નો નિર્ણય જાહેર થતામાનનીય અધ્યક્ષ શ્રી વાલજીભાઈ જેઠવા તરફથી જ્ઞાતિની એક જ નવરાત્રીના નિર્ણયને આવકારેલ અને બધાને અભિનંદન વ્યક્ત કરવામાં આવેલ આ નિર્ણય ને હાજર તમામ જ્ઞાતિજનો એતાળીઓ થી વધાવેલ શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ હિત વર્ધક મંડળ શાન્તેશ્વર સંસ્થાના સારા પ્રયાસથી આ નિર્ણય આવેલ અને ખુશી વ્યક્ત કરેલ, અને બંને નવરાત્રિના આયોજકશ્રી ઓએ ખેલ - દીલી દર્શાવેલ મીટીંગ પૂર્ણ થયા બાદ આ સંસ્થા તરફથી દરેકને મીઠા મોઢા કરાવવામાં આવેલ એકબીજા ગળે મળી ભાવ વિભોર થયેલ સમગ્ર મીટીંગ નુસંચાલન સંસ્થાના માનદ મંત્રીશ્રી ભગવાનજીભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ સંસ્થાના પ્રમુખ શ્રી વાલજીભાઈ જેઠવા તેમજ રમેશભાઈ કોરિયા અને સમગ્ર કારોબારીના સહકારથી આ મીટીંગ સફળ રહેલ આ મિટિંગમાં લેવાયેલ નિર્ણય અનુસાર શ્રી સમસ્ત સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જુનાગઢ શહેરના નેજા હેઠળ નવરાત્રીનું આયોજન કરવું એવું નક્કી કરવામાં આવેલ ત્યારબાદ નવરાત્રી સમિતિની રચના કરવી જેમાં જે સમિતિમાં જૂનાગઢ શહેરના દરેક વિસ્તારમાંથી સ્વેચ્છાએ આ નવરાત્રીમાં સેવા આપવા ઇચ્છતા હોય તેમને પોતાના નામની નોંધણી શાંતેશ્વર સમાજે અથવા સંપર્ક સૂત્રો દ્વારા નોંધણી કરાવવી નોંધણી બાદ નવરાત્રી સમિતિની બેઠક બોલાવવામાં આવે તેવું મિટિંગમાં જાહેર કરવામાં આવેલ આ સાધારણ સભામાં આપ સૌ જ્ઞાતિના સમાજલક્ષી વિચારોથી એક નવરાત્રી થાય એવો નિર્ણય આવેલ તે માટે શાંતેશ્વર સમાજ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરે છે આ નવરાત્રી સમિતિમાં જોડાવા ઈચ્છતા જ્ઞાતિજનો એ શાંતેશ્વર સમાજે દિવસ 3 માં નામની નોંધણી કરાવવાની રહેશે ....👍
🙏જય શ્રી બાઈ માતાજી🙏

13/06/2023

ટૂંક સમય સમાજનો એસી હોલ તૈયાર થઈ જશે

12/06/2023

જય શ્રી બાઇ માતાજી સાથે જણાવવાનુ કે
જુનાગઢ શહેર રહેતા આ સંસ્થા મા સમાવિષ્ટ જોષીપુરા આદર્શ નગર ઝાંઝરડા રોડ દોલતપરા ૬૬ કેવી સુખનાથ દુબળી કડીયાવાડ પંચેશ્વર સંજયનગર લીરબાઇપરા હાઉસિંગ સોસાયટી તથા જોષીપુરા ના વિકસિત આ સંસ્થા માં ભળ તમામવિસ્તારના જ્ઞાતિ ના બાળકોને ઉચ અભ્યાસ મા સારા ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવા નુ હોય તેથી s.s.c/ HSC તથા સ્નાતક .અનુ સ્નાતક તમામ ફેકલ્ટી મેડિકલ ઇજનેરી સહિત માં ફાઇનલ ( છેલ્લા ) વર્ષ મા ચાલુ વર્ષે પાસ થયેલ હોય તેમના ક્ર્માંક વાઇઝ ૧ ૨ ૩ ને યોગ્ય પુરસ્કાર સન્માનિત કરવા માટે નુ આયોજન તા.૨૦.૬.૨૩ ના અષાઢી બીજ ના દિવસે સવાર કલાક ૧૧.૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે તો આમા સમાવેશ થતા વિદ્યાર્થીઓ ના માર્કસીટ ની ખરી નકલ તા.૧૮.૬.૨૩ સુધીમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ હિત વર્ધક મંડળ જોષીપુરા શાંતેશ્વર રોડ જુનાગઢ સંસ્થા એ પહોંચતા કરવા આથી દરેક જ્ઞાતિજનો ને જણાવવામાં આવેછે

માનદ્ મંત્રીશ્રી પ્રમુખશ્રી
સો.પ્ર.જ્ઞાતિ હિ વ.મ.જુનાગઢ

Address

Shanteshwar Road, Joshipara
Junagadh
362002

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Sorathiya Prajapati Gnati Hitvardhak Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category