17/03/2026
સરકારી વિજ્ઞાન કોલેજ, જસદણમાં અભ્યાસ કરતાં S.Y.B.Sc તથા T.Y.B.Sc ના તમામ વિદ્યાર્થીઓ માટે તા.૨૩/૦૨/૨૦૨૬ થી તા.૨૭/૦૨/૨૦૨૬ તથા તા.૦૨/૦૩/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬ દરમિયાન ફિનિશિંગ સ્કુલનું આયોજન કૉ.ઓર્ડીનેટર જાનકીબેન.જે.પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ફિનિશિંગ સ્કુલના ટ્રેનર રિધ્ધિ વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને ENGLISH AND COMMUNICATION SKILLS વિષય ની ટ્રેનીંગ અલગ અલગ એક્ટીવીટી જેવી કે, Picture Description, Formal & Informal Introductions, Puzzles Solving, Red Light – Green Light Formation of 3D Objects દ્વારા આપવામાં આવી હતી જેમાં S.Y.B.Sc તથા T.Y.B.Sc ૩૬-વિદ્યાર્થીઓએ ટ્રેનીંગ લીધી હતી. કોલેજના ઈ.આચાર્યશ્રી ડૉ.બી.જે.ગાંગાણી દ્વારા ફિનિશિંગ સ્કુલનું આયોજન કરવા બદલ કૉ.ઓર્ડીનેટર જાનકીબેન જે.પટેલ તથા ટ્રેનર રિધ્ધિ વાઘેલા અને કોલેજના સમગ્ર ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફનો આભાર માન્યો હતો.