Government Commerce College, Jamnagar

Government Commerce College, Jamnagar Government Commerce College is situated in Jamnagar city. It mainly offers B.Com program and is affi

તા. 20-05-2022નાં રોજ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીનાં અધિક કમિશ્નરશ્રી  નારાયણ માધુ સર શ્રી ડી.કે.વી.આર્ટસ એન્ડ સાયન્સ કોલે...
25/06/2022

તા. 20-05-2022નાં રોજ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીનાં અધિક કમિશ્નરશ્રી નારાયણ માધુ સર શ્રી ડી.કે.વી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં ઇનનોવેશન કલબ ના વર્ક શોપ માં તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપવા જામનગર આવેલા, સાથે સરકારી વાણિજ્ય કોલેજ, જામનગરની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન કોલેજ ની સમગ્ર કામગીરી અંગે માહિતી મેળવી હતી, કોલેજની કામગીરી અંગે માહિતી મેળવી પ્રભાવિત થયા હતા અને તેમણે કોલેજનાં આચાર્યશ્રી ડો. એચ. બી. ઘેલાણી સર તેમજ તમામ અધિકારીઓ/કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. આ મુલાકાત દરમ્યાન કોલેજના તમામ અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Many Many Congratulations to GCC-Jamnagar's Shining Stars.. ✨🌟Sem 6 Top 10 Students (2021-22)
28/05/2022

Many Many Congratulations to GCC-Jamnagar's Shining Stars.. ✨🌟Sem 6 Top 10 Students (2021-22)

Farewell Function 2021-22..
28/05/2022

Farewell Function 2021-22..

NSS DAY તા. 24-09-2021ના રોજ સરકારી વાણિજ્ય કોલેજ જામનગર દ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજ જામનગર ખાતે NSS DAYના...
18/10/2021

NSS DAY
તા. 24-09-2021ના રોજ સરકારી વાણિજ્ય કોલેજ જામનગર દ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ કોમર્સ કોલેજ જામનગર ખાતે NSS DAYના ઉજવણીના કાર્યક્રમનું આયોજન થયેલ હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. એન. કે. ડોબરીયા ઉપસ્થિત રહેલ તથા ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર ડો. એસ. એચ. જોષી પણ હાજર રહેલ. તેમજ સમગ્ર જિલ્લાની દરેક કોલેજ પોતપોતાની કૃતિ સાથે આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા. સમગ્ર પ્રોગ્રામ ઓફિસર એ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, તથા એમ.પી.શાહ કોલેજ ના પ્રોગ્રામ ઓફિસર ડો. મીનાબેન જાવિયા તથા ડો. એલ. આર. ચૌહાણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ તબક્કે સરકારી વાણિજ્ય કોલેજનાં આચાર્યશ્રીનો પૂરો સહયોગ રહ્યો હતો.

સરકારી વાણિજ્ય કોલેજ, જામનગર સમગ્ર જામનગર જિલ્લામાં પ્લેસમેન્ટ ફેરમાં નોડલ કોલેજ તરીકેની કામગીરી કરે છે. જેના નોડલ ઓફિસર...
11/09/2021

સરકારી વાણિજ્ય કોલેજ, જામનગર સમગ્ર જામનગર જિલ્લામાં પ્લેસમેન્ટ ફેરમાં નોડલ કોલેજ તરીકેની કામગીરી કરે છે. જેના નોડલ ઓફિસર સરકારી વાણિજ્ય કોલેજ, જામનગરનાં આચાર્યશ્રી ડો. એચ. બી. ઘેલાણી છે તેમજ પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે ડો. સોનલ એચ. જોષી કામગીરી કરે છે.
તા. 31-07-2021, શનિવારના રોજ સરકારી વાણિજ્ય કોલેજ તેમજ ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનાં સંયુક્ત ઉપક્રમે કોલેજ કક્ષાનો પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરેલ હતું. શિક્ષણ વિભાગનાં આદેશ અનુસાર વિવિધ કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારી મળે એ હેતુથી કામગીરી કરેલ હતી. આ ફેરમાં કુલ 8 કંપનીઓ આવેલ હતી. સરકારી વાણિજ્ય કોલેજનાં 196 વિદ્યાર્થીઓ તેમજ ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનાં 150 વિદ્યાર્થીઓનાં ઈન્ટર્વ્યુ લેવાયા હતા.

સરકારી વાણિજ્ય કોલેજ- જામનગર ખાતે જ્ઞાનધારા અંતર્ગત ગુરુપૂર્ણિમાં નિમિતે વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તારીખ:- 30/0...
11/09/2021

સરકારી વાણિજ્ય કોલેજ- જામનગર ખાતે જ્ઞાનધારા અંતર્ગત ગુરુપૂર્ણિમાં નિમિતે વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તારીખ:- 30/07/2021 ના રોજ કરવા મા આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક શ્રી પ્રો. ગ્રીષ્મા ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ આવા શુભ પ્રસંગની શરૂઆત માં સરસ્વતીની આરાધના અને સમગ્ર અધ્યાપકગણ દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ કોલેજના આચાર્ય શ્રી ડો. એચ. બી. ઘેલાણીનું ડો. ડી. એમ. ચંદ્રાવડિયા દ્વારા પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દરેક ગુરુગણ તેમજ કોલેજ ના સમગ્ર સ્ટાફ નું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પો થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કોલેજ આચાર્ય શ્રી ડો. એચ. બી. ઘેલાણી દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપી તેમજ જીવનમાં ગુરુનું યોગદાન વિષે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી પ્રો. ગ્રીષ્મા ઠકકર દ્વારા ગુરુનું જન્મ થી મૃત્યુ સુધીની જીવન યાત્રામાં શું યોગદાન છે?? તેમજ આધ્યત્મ, મોક્ષ વગેરે વિષે સમજ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા આ દિવસને અનુરૂપ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. પ્રો. કે. એમ. બદીયાણી દ્વારા આચાર્ય શ્રી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ દરેકનાં સકારાત્મક અભિગમ થી સફળ બનાવવા માટે આભાર માનવા માં આવ્યો હતો.

Placement fair is organized at Government Commerce College on 31.07.2021 Various companies of Jamnagar district are comi...
30/07/2021

Placement fair is organized at Government Commerce College on 31.07.2021 Various companies of Jamnagar district are coming to interview students. So all the students of Semester 5 and 6 take advantage of this opportunity, and take a positive step towards their career.

તારીખ 2/6/2021 ના રોજ સમય 9:00 p.m. એ B.Com. Sem-6 ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાથે એક સંવાદનું M.S.Team ના માધ્યમથી ...
05/07/2021

તારીખ 2/6/2021 ના રોજ સમય 9:00 p.m. એ B.Com. Sem-6 ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાથે એક સંવાદનું M.S.Team ના માધ્યમથી આયોજન કરેલ હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષની ફાઇનલ એકઝામનું જે કન્ફ્યુઝન હતું તે દૂર કર્યું. વાલીઓને પોતાના બાળકો આગળ જે પણ કોર્ષમાં જોડાઈ તો તેઓનું બ્રાઈટ ફ્યુચર બની શકે તે સંદેશો આપી અને તેમના પ્રશ્નને સાંભળી અમુક અંશે પ્રશ્ન દૂર કરવા પ્રયત્ન કર્યા હતો. તથા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી બધા જ વિદ્યાર્થીઓ વેકસીન લે તેવા પ્રયત્ન કરવાનો મુખ્ય હેતુ હતો.
આ કાર્યક્રમનું આયોજન ડો.ડી.આર.સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના બધા ફેકલ્ટી મેમ્બર તેમજ B.Com. Sem-6 ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો.એચ.બી.ઘેલાણી સરે એક્ઝામ રીલેટેડ તથા વેકસીન લઈ સુરક્ષિત રહેવું તેવું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થી મિત્રો..
30/06/2021

ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થી મિત્રો..

Congratulations Students... Have a Bright Future Ahead..
29/06/2021

Congratulations Students... Have a Bright Future Ahead..

Address

C/O. DKV Arts & Science College Campus, Pandit Nehru Marg
Jamnagar
361008

Opening Hours

Monday 8am - 1pm
Tuesday 8am - 1pm
Wednesday 8am - 1pm
Thursday 8am - 1pm
Friday 8am - 1pm
Saturday 8am - 1pm

Telephone

02882550664

Alerts

Be the first to know and let us send you an email when Government Commerce College, Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Government Commerce College, Jamnagar:

Share