Gujarat Information

Call Directions Website Contact the organization

Gujarat Information Official page of Commissionerate of Information, Government of Gujarat
(307)

ગઈ કાલની ક્વિઝનો સાચો જવાબ...
04/10/2026

ગઈ કાલની ક્વિઝનો સાચો જવાબ...

આજનો શબ્દ
04/10/2026

આજનો શબ્દ

અડાલજની વાવને રાણી રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવ પ્રેમ, બલિદાન અને અદ્ભુત સ્થાપત્યકળાનું પ્રતિક છે.     ...
04/10/2026

અડાલજની વાવને રાણી રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવ પ્રેમ, બલિદાન અને અદ્ભુત સ્થાપત્યકળાનું પ્રતિક છે.

03/10/2026

રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણથી લઈ પર્યાવરણ સંરક્ષણના નિર્ધાર સાથે ગ્રીન એનર્જી પ્લાન્ટના લોકાર્પણ અને અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવતાં વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહની ઝલક...

આ એપિસોડમાં જુઓ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનસેવાના સંકલ્પથી જનસમૃદ્ધિની આ અવિરત યાત્રા...

યશગાથા ગુજરાતની....
આ રવિવારે સાંજે 6:30 વાગ્યે,
તમામ પ્રાદેશિક ગુજરાતી ન્યુઝ ચેનલ્સ પર...!








જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...મુખ્યમંત્રીશ્રીનો ‘સ્વાગત’ ઓનલાઇન બન...
03/10/2026

જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

મુખ્યમંત્રીશ્રીનો ‘સ્વાગત’ ઓનલાઇન બન્યો સામાન્ય ગ્રામીણ નાગરિકની રજૂઆતના ત્વરિત નિવારણનો સકારાત્મક ઉપક્રમ; ઑગસ્ટ-26 માસના રાજ્ય સ્વાગતમાં મળેલી આદિજાતિ વિસ્તારના ગ્રામીણ નાગરિકની ગામનો પાકો રસ્તો બનાવવાની રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ...

ઑગસ્ટ-26ના રાજ્ય સ્વાગતમાં સાબરકાંઠાના આદિજાતિ તાલુકાના ગ્રામ્ય નાગરિકે ગામનો પાકો રસ્તો બનાવવા કરેલી રજૂઆતનું ત્રણ જ મહિનામાં નિવારણ; વિજયનગર તાલુકાના ભટેલા ગામના કાચા રસ્તાને મેટલ સપાટીમાંથી ડામર રોડ બનાવવાના કામો માટે 99.50 લાખ રૂપિયા મંજૂર...

માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર...
03/10/2026

માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાતના 93 પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરાયા; આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા...

આ પ્રસંગે 100 નવા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, આધુનિક ટેક્નોલોજી માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU તેમજ મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2) તરીકે પસંદગી પામેલા નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો અને કૃષિ વિભાગના વિવિધ પુસ્તકોનું વિમોચન કરાયું...

પહેલું સુખ તે જાતે નર્યા : રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવી સમયની માંગ : માન. રાજ્યપાલશ્રી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ બમણો કરવા ‘એક ખેડૂત, એક નવા ખેડૂતને જોડે’ : મુખ્યમંત્રીશ્રી

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકારના 'બ્રાન્ડ એમ્બેસેડર' ગણાવીને, અન્ય પાંચ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો સંકલ્પ લેવા આહવાન કરતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

03/10/2026

સરકારી પ્રોત્સાહનના સથવારે ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાનો સૂર્યોદય...

રાજ્ય સરકારની 'પોલ્ટ્રી ફાર્મ સહાય યોજના' હેઠળ અમદાવાદના રૂપાલ ગામના ફખરુદ્દીનભાઈએ 1000 બ્રોઇલર ક્ષમતાનું પોલ્ટ્રી ફાર્મ શરૂ કરીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ₹6.79 લાખથી વધુની સરકારી સહાય અને પશુપાલન વિભાગના યોગ્ય માર્ગદર્શનથી આજે તેઓ પોતે તો સ્વનિર્ભર બન્યા જ છે, સાથે અન્ય સ્થાનિક શ્રમિકોને પણ રોજગારી આપી રહ્યા છે...

જનસેવા, વિકાસ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાદાયી ગાથા! 🔶 જનનાયકની જનસેવાનાં 25 વર્ષ: માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીન...
03/10/2026

જનસેવા, વિકાસ અને રાષ્ટ્રનિર્માણની પ્રેરણાદાયી ગાથા!

🔶 જનનાયકની જનસેવાનાં 25 વર્ષ: માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસયાત્રા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પની વિશેષ ઝલક...

🔶 ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણલક્ષી પહેલો અને ‘સેવા સંકલ્પ અભિયાન’ થકી લોકસેવા અને જનભાગીદારીને નવી દિશા...

🔶 માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એકતાનગર ખાતે યોજાયેલા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિભાશાળી કલાકારોનું સન્માન...

🔶 વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે માન. રાષ્ટ્રપતિશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં 75મો પદવીદાન સમારોહ...

🔶 ગુજરાતની વિકાસયાત્રા, સાંસ્કૃતિક વિરાસત, યુવા શક્તિ, શિક્ષણ અને જનકલ્યાણની વિવિધ પહેલોની રસપ્રદ માહિતીથી ભરપૂર ‘ગુજરાત’ પાક્ષિકનો તાજેતરનો અંક અવશ્ય વાંચો...

ગુજરાત પાક્ષિક વાંચવા માટેની લિંક: https://gujaratinformation.gujarat.gov.in/Publication/26

#ગુજરાત_પાક્ષિક

03/10/2026

સપનાંઓને મળી સુવિધાની પાંખ...

ખેલ મહાકુંભ અને DLSS યોજના થકી સફળતાના શિખરો સર કરતી ગુજરાતની દીકરી નિધિ વસાવા...

બેક-ટુ-બેક ગોલ્ડ🥇🇮🇳એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવીને ભારતે સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો…
03/10/2026

બેક-ટુ-બેક ગોલ્ડ🥇🇮🇳

એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને હરાવીને ભારતે સતત બીજી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો…

Address

Commissionerate Of Information, Information Department 19/1 Drive Jivraj Mehta Bhavan
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Information posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Information:

Shortcuts

Share