Rajputyuva Club

Rajputyuva Club Rajput yuva club is a biggest Social Community App For Rajput Kshatriya Samaj. https://www.rajputsclub.com
(376)

!!! राजपूत युवा मे आप सब का स्वागत है !!!

राजपूताना रित-रीवाज, संस्कृति और राजपूत होनेका हमे गर्व हे। राजपूत-युवा वेबसाईट बनाने का मुख्य उदेश्य सभी राजपूतोको एकसाथ रखने का हे,

आनेवाली पेढ़िमें राजपूताना संस्कृति टिकी रहे इसलिये हमें साथ मिलके प्रयास करना हे, और इस ग्रुप के माध्यम से सभी राजपूतो को एक दुसरे को मददरुप बनने का प्रयास करते रहे ।

ગુજરાત ક્ષત્રિય સમાજ ના મોભી અગ્રણી  શ્રી વિરામદેવસિંહ અખૂભાબાપુ ચુડાસમા* (ગામ – કાદીપુર, હાલ વડોદરા) એ સમાજસેવાનું અનોખ...
23/05/2026

ગુજરાત ક્ષત્રિય સમાજ ના મોભી અગ્રણી શ્રી વિરામદેવસિંહ અખૂભાબાપુ ચુડાસમા* (ગામ – કાદીપુર, હાલ વડોદરા) એ સમાજસેવાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગોહિલવાડની ગૌરવવંતી સંસ્થા શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ સાહેબના ભત્રીજા ભુપેન્દ્રસિંહના પુત્ર રઘુરાજસિહની શુભ સગાઈ પ્રસંગે, પોતાના પરિવારનો પ્રસંગ સમજીને ક્ષત્રિય સમાજના ડ્રીમ પ્રોજેક્ટ “મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિદ્યાસંકુલ – વરતેજ” માટે રૂ. *15,51,000* /- (પંદર લાખ એકાવન હજાર)નું દાન અર્પણ કરી મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ રૂપ સૌને પ્રેરિત કર્યા છે.

આ શુભ પ્રસંગે સમાજશ્રેષ્ઠીઓ શ્રી રાજેન્દ્રસિંહ રાણા સાહેબ, આઈ.કે. જાડેજા સાહેબ, દિગુભા ગોહિલ સાહેબ, સગાસંબંધીઓ તેમજ ટીમ મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલની ઉપસ્થિતિમાં થયેલ આ દાનસેવાને સૌએ હૃદયથી બિરદાવી હતી.

શ્રી વિરામદેવસિંહ બાપુની જીવનયાત્રા પણ ખૂબ પ્રેરણાદાયી રહી છે. નાનપણથી જ સાહસિક અને તરવરાટભર્યા સ્વભાવ ધરાવતા તેઓએ વર્ષ 1977માં ફોર્સમાં કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ વડોદરા આવી નોકરી તેમજ નાના-મોટા ધંધાઓથી શરૂઆત કરી પોતાના અદમ્ય આત્મવિશ્વાસ, નીડરતા અને મહેનતના બળે જીવનમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી. તેઓએ માત્ર પોતાનો વિકાસ નહીં, પરંતુ પોતાના સમગ્ર કુટુંબ અને સમાજને સાથે લઈને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો.

વડોદરામાં રાજપૂત સમાજની મજબૂત ઓળખ ઉભી કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.

વડોદરા કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ આપ્યું. આશરે 15 વર્ષ પહેલાં સમાજ ભવન માટે લગભગ 4 કરોડ રૂપિયા એકત્રિત કરવાની ઐતિહાસિક શરૂઆત પોતાનાથી કરી હતી. ત્યારબાદ ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે 7 વર્ષ દરમિયાન અંદાજે 10 કરોડના વિકાસકાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. ખાસ કરીને ચુડાસમા સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે થયેલી ભવ્ય ઉજવણી તેમના કાર્યકાળની શિરમોર સિદ્ધિ ગણાય છે. ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા નિર્માણ પામી રહેલા શિક્ષણ સંકુલમાં પણ તેમનુ ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિમાં સક્રિય ભૂમિકા ભજવી છે.

શ્રી મનહરકુંવરબા રાજપૂત વિદ્યાસંકુલ, ભાવનગર સાથે પણ તેઓ લાગણીપૂર્વક જોડાયેલા છે.પાઈફંડ સોસાયટીના દાતા છે. તેમના દ્વારા સામાજિક સંસ્થાઓને અનેક પ્રસંગોએ ઉદાર સહયોગ પ્રાપ્ત થયો છે.

આવા દાન, સમાજપ્રેમ, સંગઠનશક્તિ અને સેવાભાવ આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમના માટે હોદ્દાએ ગૌણ બાબત છે.સમાજકાર્ય એ મુખ્ય હેતુ છે.તેઓ નિરાભિમાની મોજીલા, સરળ અને સહજ સ્વભાવના છે..

શ્રી વિરામદેવસિંહ ચુડાસમાને હાર્દિક અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

*કચ્છ તાલુકા પંચાયત માં નવ નિયુક્ત રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના સર્વ હોદેદારો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન*▪️મુન્દ્રા તા...
23/05/2026

*કચ્છ તાલુકા પંચાયત માં નવ નિયુક્ત રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના સર્વ હોદેદારો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન*

▪️મુન્દ્રા તાલુકા પંચાયત
પ્રમુખ :- સંતોકબા જાડેજા (રામાનિયા)
▪️ માંડવી તાલુકા પંચાયત
કારોબારી ચેરમેન : બળવંતસિંહ જાડેજા (મોટી મઉ)
▪️ ભચાઉ તાલુકા પંચાયત
કારોબારી ચેરમેન : ઉપેન્દ્રસિંહ જાડેજા (ભરુડીયા)
▪️ રાપર તાલુકા પંચાયત
કારોબારી ચેરમેન : શકિતસિંહ જાડેજા (રવ)
▪️ અંજાર તાલુકા પંચાયત
કારોબારી ચેરમેન : દિપકસિંહ જાડેજા (ધમડકા)
▪️ ભુજ તાલુકો પંચાયત
કારોબારી ચેરમેન : કુલદીપસિંહ ડી. ચૌહાણ (માધાપર)
▪️અબડાસા તાલુકા પંચાયત
પ્રમુખ : જયેન્દ્રસિંહ જાડેજા (બાડિયા)
▪️નખત્રાણા તાલુકા પંચાયત
ઉપપ્રમુખ : જ્યોતિબા રણજીતસિંહ સોઢા (તલ)
------------------------------------
▪️ નખત્રાણા નગરપાલિકા
કારોબારી ચેરમેન : ચંદનસિંહ રાઠોડ
▪️ મુન્દ્રા નગરપાલિકા
કારોબારી ચેરમેન : ધર્મેન્દ્રસિંહ ઝાલા

શુભેચ્છક : -
*જયદેવસિંહ એન. વાઘેલા (રાજપૂત યુવા ક્લબ)*

*મહત્વની સૂચના: ઇન્ટરવ્યુ શિષ્ટાચાર  (Interview Etiquettes) પર વર્ચ્યુઅલ સેશન**સૌને જય માતાજી,*આપણા સમાજના યુવાનોના વિકા...
19/05/2026

*મહત્વની સૂચના: ઇન્ટરવ્યુ શિષ્ટાચાર (Interview Etiquettes) પર વર્ચ્યુઅલ સેશન*

*સૌને જય માતાજી,*
આપણા સમાજના યુવાનોના વિકાસ માટે *ROAR HR ટીમ* દ્વારા એક ખાસ અને અત્યંત ઉપયોગી વર્ચ્યુઅલ (ઓનલાઇન) સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે નોકરીની શોધમાં હોવ અથવા તમારી પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવા માંગતા હોવ, તો આ સેશન ખાસ તમારા માટે જ છે.
ઇન્ટરવ્યુ આપવો એ ઘણીવાર મૂંઝવણભર્યું હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે તેની સાચી પદ્ધતિ જાણતા હોવ ત્યારે સફળતા મેળવવી સરળ બની જાય છે. ઇન્ટરવ્યુમાં ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો અને નિયમો શીખવા માટે આ સેશનમાં ચોક્કસ જોડાઓ.

*કાર્યક્રમની વિગત*
* *વિષય:* ઇન્ટરવ્યુ શિષ્ટાચાર (Interview Etiquettes)

* *તારીખ:* ૨૪ મે ૨૦૨૬ (રવિવાર), સમય: સવારે 10:30 થી 12:00 વાગ્યા સુધી

* *પ્લેટફોર્મ:* Google Meet (ઓનલાઇન)

* *આયોજક:* Royal Officers' Association Of Rajputana ગ્રુપની HR ટીમ

* *કોણ જોડાઈ શકે:* આપણા સમાજના તમામ નોકરીની ઈચ્છા રાખતા ઉમેદવારો, વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા સભ્યો

રવિવારે સેશનમાં જોડાવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:
https://calendar.app.google/WD3ZDUXzjWJS2RLK8

Video call link: https://meet.google.com/kgm-okze-odg

આ સેશનમાં તમે શું શીખશો:
* ઓનલાઇન (વર્ચ્યુઅલ) અને રૂબરૂ ઇન્ટરવ્યુમાં તમારી જાતને પ્રોફેશનલ રીતે કેવી રીતે રજૂ કરવી.
* વાતચીત કરવાની સાચી શૈલી અને બોડી લેંગ્વેજ (Body Language) ની મહત્વની ટિપ્સ.
* ઇન્ટરવ્યુ આપતા પહેલાં કરવાની જરૂરી તૈયારીઓ.

*નોંધ:* આ અર્થપૂર્ણ સેશન ખાસ આપણા સમાજના ભાઈ-બહેનોના માર્ગદર્શન અને પ્રગતિ માટે જ આયોજિત કરવામાં આવ્યું છે. અમે સમાજના તમામ લાયક યુવાનો અને નોકરી શોધતા મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ તકનો લાભ લે અને સમયસર જોડાય.

કૃપા કરીને આ તારીખ સેવ કરી લેજો અને આ મેસેજ આપણા સમાજના અન્ય જરૂરિયાતમંદ યુવાનો સુધી પણ પહોંચાડજો.
જય માતાજી

*ROAR ટીમ*

🛡️ ROAR - કારકિર્દી માર્ગદર્શન સેમિનાર 🛡️*રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે*રાજપૂત સમાજના તેજસ્...
18/04/2026

🛡️ ROAR - કારકિર્દી માર્ગદર્શન સેમિનાર 🛡️

*રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે*

રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને ભવિષ્યના સાચા રાહ બતાવવા માટે Royal Officers' Association of Rajputana (ROAR) દ્વારા એક વિશેષ ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

📅 તારીખ: 19 એપ્રિલ, 2026 (આવતીકાલે)
⏰ સમય: સવારે 10:00 થી 11:00 કલાકે

🎙️ *મુખ્ય વક્તાઓ (Speakers):*

▪️ ડૉ. મિતલબેન પટેલ: કેરિયર કાઉન્સિલર & માઈન્ડ પાવર કોચ
▪️ શ્રી વિપુલ ચાવડા: MD, આશીર્વાદ ડિફેન્સ એકેડેમી
▪️ કુ. ભારતીબા સોઢા: ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર
▪️ મહેન્દ્રસિંહ જાડેજા (મંજલ) - એચ. આર. પ્રોફેશનલ (ROAR Group)

🔗 જોડાવા માટેની લિંક:
Join Zoom Meeting
https://zoom.us/j/7298700860?pwd=OPamFFQadd05PnxibzWga7QPTtLydB.1&omn=99736182934

View meeting insights with Zoom AI Companion
https://zoom.us/launch/edl?muid=e539f43f-6eca-4766-bd50-8e355c902429

Meeting ID: 729 870 0860
Passcode: TABLE

One tap mobile
+16892781000,,7298700860 #,,,,*037724 # US
+17193594580,,7298700860 #,,,,*037724 # US

Join instructions
https://zoom.us/meetings/99736182934/invitations?signature=VRTWUW5FpwYIfLMMRCqQ_E-PauNgzNNQtEArxJDMS9U

🔹 Meeting ID: 729 870 0860
🔹 Passcode: TABLE

🚩 "વીરભોગ્યા વસુંધરા" 🚩
નોંધ: ખાસ કરીને કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી છે જેથી વધુમાં વધુ બાળકો આનો લાભ લઈ શકે.

જય માતાજી!
વિકાસ માટે સાથે મળીને ગર્જના કરીએ - ROAR

કચ્છ જિલ્લા / તાલુકા પંચાયત સીટો ઉપર કોંગ્રેસ દ્રારા જાહેર થયેલ રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના ઉમેદવારો ની યાદી*૧. નેહલબા સુલ...
16/04/2026

કચ્છ જિલ્લા / તાલુકા પંચાયત સીટો ઉપર કોંગ્રેસ દ્રારા જાહેર થયેલ રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના ઉમેદવારો ની યાદી*

૧. નેહલબા સુલતાનસિંહ જાડેજા
*મોટી ભુજપુર જિલ્લા પંચાયત*

૨. સુરેન્દ્રસિંહ મેરુભા ઝાલા
*સમાધોધા જિલ્લા પંચાયત*

૩. વિમળાબા રાણુભા જાડેજા
*પાનધ્રો જિલ્લા પંચાયત*

૪. જામભા સ્વરૂપસિંહ સોઢા
*નલિયા જિલ્લા પંચાયત*

*કચ્છ જિલ્લા તાલુકા પંચાયત સીટો*

*ભચાઉ તાલુકો*
૧. ગીતાબા અનિરુધસિંહ જાડેજા - ભરૂડીયા
૨. અંજનાબા નિર્મલસિંહ જાડેજા - વીજપાસર

*ભુજ તાલુકો*
૩. મહેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા - માનકુવા
૪. મુરુભા પ્રાગજી જાડેજા જુનાવાસ -૧, માધાપર
૫. નરેન્દ્રસિંહ આર. જાડેજા - જુનાવાસ-૨, માધાપર
૬. ગાયત્રીબા રઘુવીરસિંહ સોઢા - વરલી
૭. નીતાબા સુરેન્દ્રસિંહ સોઢા - ઝૂરા

*માંડવી તાલુકો*
૮. યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા - મઉ મોટી
૯. શ્રેયાબા દિલીપસિંહ જાડેજા - બાડા
૧૦. પ્રફુલ્લાબા જુવાનસિંહ જાડેજા - ગુંદિયાળી
૧૧. અમરતબા નારુભા જાડેજા - શેરડી
૧૨. મિતલબા યુવરાજસિંહ જાડેજા - તલવાના

*અબડાસા તાલુકો*
૧૩. વિક્રમસિંહ જોરૂભા સોઢા - નરેડી
૧૪. રીનાબા મહેન્દ્રસિંહ જાડેજા - ભાનાળા
૧૫. દયાબા રઘુંવતસિંહ જાડેજા - નલિયા ૧
૧૬. જયાબા શિવુભા જાડેજા - વાયોર

*રાપર તાલુકો*
૧૭. જાડેજા અનિરુધસિંહ રુપુભા - રવ મોટી
૧૮. મેતાબા કેશુભા જાડેજા - સઈ
૧૯. રેખાબા યુવરાજસિંહ જાડેજા - સનવા

*મુન્દ્રા તાલુકો*
૨૦. ઉર્વશીબા હરપાલસિંહ જાડેજા દેશલપર કંઠી
૨૧. ઉષાબા ગિરિરાજસિંહ જાડેજા રામાનિયા
૨૨. ધર્મેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા સમાઘોઘા

*નખત્રાણા તાલુકો*
૨૩. જીતેન્દ્રસિંહ લાખુભા જાડેજા - રસલીયા
૨૪. ગીતાબા મહિપતસિંહ જાડેજા - વડવા કાંયા

*લખપત તાલુકો*
૨૫. જીતુભા લાખુભા ચૌહાણ - માતાના મઢ
૨૬. દક્ષાબા દશરથસિંહ સોઢા - પાનધ્રો ૨

*રાજપૂત (ક્ષત્રિય) સમાજવતી આપ સર્વ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન💐💐💐*

*😔 દુઃખદ સમાચાર 😔🙏🏻*સ્ટેટ ઓફ ભાદરવા નાં ઠાકોર સાહેબ મહારાણા શ્રી વાઘેલા સમરવિજયસિંહજી નટવરસિંહજી નું આજરોજ દુઃખદ અવસાન થ...
13/04/2026

*😔 દુઃખદ સમાચાર 😔🙏🏻*

સ્ટેટ ઓફ ભાદરવા નાં ઠાકોર સાહેબ મહારાણા શ્રી વાઘેલા સમરવિજયસિંહજી નટવરસિંહજી નું આજરોજ દુઃખદ અવસાન થયું છે

માઁ ભગવતી તેમની દીવ્ય આત્માં ને શાંતિ અર્પે એજ પ્રાર્થના 😔🙏🏻

*સ્મશાન યાત્રા આજે સવારે 10.30 કલાકે*
*સ્થળ.. દરબાર ગઢ.. ભાદરવા સ્ટેટ *

જય માતાજી *સ્વરાજ ચૂંટણી - ૨૦૨૬ માં નગરપાલિકા / જીલ્લા / તાલુકા પંચાયત ની ચૂંટણી માં ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ ના જે પ...
12/04/2026

જય માતાજી

*સ્વરાજ ચૂંટણી - ૨૦૨૬ માં નગરપાલિકા / જીલ્લા / તાલુકા પંચાયત ની ચૂંટણી માં ગુજરાત રાજપૂત ક્ષત્રિય સમાજ ના જે પણ સભ્યો એ ભાજપ / કોગ્રેસ/ આપ કે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.*

એ દરેક સભ્યો *રાજપૂત યુવા ક્લબ* ના સોશિયલ પ્લેટફોર્મ ઉપર નિઃશુલ્ક પોતાની ચૂંટણી પ્રચાર ના પોસ્ટ / વીડિયો/ ફોટો કે પ્રચાર કરી શકે છે.

*રાજપૂત યુવા ક્લબ માં વિશ્વભર ના લાખો ક્ષત્રિય રાજપૂતો જોડાયેલા છે.. અને અહીં મૂકેલ પોસ્ટ નો ગુજરાત ના દરેક તાલુકા / જિલ્લા સુધી વ્યાપ (પ્રસાર) ખુબજ સરળતા થી થાય છે... એટલે આ પ્લેટફોર્મ નો વધુ માં વધુ ઉપયોગ કરી અને આપની માહિતી સમગ્ર ગુજરાત ના લોકો સુધી પહોંચે એ માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ* 🙏🏻

સ્વરાજ ચૂંટણી માં ઉમેદવારી નોંધાવનાર સમાજ ના દરેક સભ્યો પોતાની પોસ્ટ / વીડિયો કે ફોટો નીચે આપેલ લિંક ઉપર જઈને પોતે શેર / પોસ્ટ કરી શકે છે.

https://www.facebook.com/share/g/18hq7krWxg/

*કોઈપણ પક્ષ કે અપક્ષ મા હોય.. રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના વધુ માં વધુ ઉમેદવારો આ ચૂંટણી માં જીતે એજ આપણો ઉદેશ્ય છે* 🙏🏻

*કચ્છ જિલ્લા પંચાયત ની 38 માંથી 08 અને તાલુકા પંચાયત ની 184 માંથી 25 સીટો ઉપર ભાજપા દ્રારા જાહેર થયેલ રાજપૂત (ક્ષત્રિય) ...
11/04/2026

*કચ્છ જિલ્લા પંચાયત ની 38 માંથી 08 અને તાલુકા પંચાયત ની 184 માંથી 25 સીટો ઉપર ભાજપા દ્રારા જાહેર થયેલ રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના ઉમેદવારો ની યાદી*

૧ શ્રી વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા
*આધોઇ જિલ્લા પંચાયત*

૨ શ્રી જયદીપસિંહ સ્વરૂપસિંહ જાડેજા
*ભીમાસર (ભુટકીયા) જિલ્લા પંચાયત*

૩ શ્રી દશરથબા નટુભા ચૌહાણ
*મોટી ભુજપુર જિલ્લા પંચાયત*

૪ શ્રી સરોજબા બહાદુરસિંહ જાડેજા
*નેત્રા જિલ્લા પંચાયત*

૫ શ્રી ભૂપતસિંહ મમુજી જાડેજા
*નિરોણા જિલ્લા પંચાયત*

૬ શ્રી રણજીતસિંહ જાડેજા
*સમાધોધા જિલ્લા પંચાયત*

૭ શ્રી સુરજબા દેવુભા સોઢા
*વાયોર જિલ્લા પંચાયત*

૮ શ્રી વિક્રમસિંહ સોઢા
પાનધ્રો જિલ્લા પંચાયત

૯. શ્રી મહાવીરસિંહ જાડેજા (આરીખાના)
નલિયા જિલ્લા પંચાયત

*કચ્છ જિલ્લા તાલુકા પંચાયત સીટો*

*ભચાઉ તાલુકો*
૧ શ્રી ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજા ભરૂડીયા
૨ શ્રી નિરમલબા મયુરધ્વજસિંહ જાડેજા ચીરઈ મોટી
૩ શ્રી ભરતસિંહ નટુભા જાડેજા મોરગર

*અંજાર તાલુકો*
૪ શ્રી મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા ધમડકા

*ભુજ તાલુકો*
૫ શ્રી કુલદીપસિંહ દાદુભા ચૌહાણ માધાપર જુનાવાસ-૨
૬ શ્રી દેવુબા ગેલુભા જાડેજા વરલી

*માંડવી તાલુકો*
૭ શ્રી જાગૃતિબા દીપસંગજી જાડેજા મસ્કુ
૮ શ્રી સૂર્યાબા દિલુભા જાડેજા ગુંદીયાલી
૯ શ્રી બળવંતસિંહ ટપુભા જાડેજા મઉ મોટી
૧૦ શ્રી નયનાબા જયેન્દ્રસિંહ જાડેજા તલવાણા

*નખત્રાણા તાલુકો*
૧૧ શ્રી ઉત્પલસિંહ ફતેસિંહ જાડેજા દેશલપર
૧૨ શ્રી જયોતિબા રણજીતસિંહ સોઢા તલ
૧૩ શ્રી જામકોરબા રામસંગજી જાડેજા

*અબડાસા તાલુકો*
૧૪ શ્રી જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા બાંડીયા
૧૫ શ્રી રીટાબા તખુભા જાડેજા ભાનાડા
૧૬ શ્રી પરેસસિંહ (કુમાર) બનુભા જાડેજા નરેડી
૧૭ શ્રી લક્ષ્મીબા જેથુભા પઢીયાર વાયોર

*રાપર તાલુકો*
૧૮ શ્રી જયવીરસિંહ મગરૂભા વાઘેલા ખાંડેક
૧૯ શ્રી શક્તિસિંહ જસુભા જાડેજા રવ મોટી
૨૦ શ્રી મીનાબા કમલસિંહ સોઢા સઈ
૨૧ શ્રી હેતલબા અજીતસિંહ જાડેજા સુવઇ

*લખપત તાલુકો*
૨૨. વસુબા કુલદીપસિંહ ચાવડા - પાનધ્રો ૧

*મુન્દ્રા તાલુકો*
૨૩. આશાબા જયપાલસિંહ જાડેજા દેશલપર કંઠી
૨૪. સંતોકબા સ્વરૂપસિંહ જાડેજા રામાનિયા
૨૫. મનહરસિંહ હકુમતસિંહ જાડેજા સમાઘોઘા

*રાજપૂત (ક્ષત્રિય) સમાજવતી આપ સર્વ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન💐💐💐*

જય માતાજી 🙏🏻*ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સમાજના સર્વે માતા-પિતા / પરિવારો અને વિધાર્થીઓ માટે....*ધોરણ 10 અને 12 ની પરીક્ષા ...
10/04/2026

જય માતાજી 🙏🏻

*ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સમાજના સર્વે માતા-પિતા / પરિવારો અને વિધાર્થીઓ માટે....*

ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપેલ હોય તેવા વિધાર્થી / બાળકો માટે ભવિષ્યમાં શું કરવુ છે તેની મૂંઝવણ હોય તેવા સમાજ ના દીકરી દીકરાઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન સમાજ ના એક સેવાભાવી સંગઠન ROAR (રોયલ ઓફિસર્સ એસોસિએશન ઓફ રાજપુતાના) દ્વારા ઓનલાઇન (ગૂગલ મીટ) ના માધ્યમ થી કરવાનું નક્કી કરેલ છે,

જેના અંતર્ગત સમાજના જ પ્રાઇવેટ તથા સરકારી નોકરી કરતા ભાઈઓ બહેનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,

તથા આપને મૂંઝવતા પ્રશ્નોના યથા યોગ્ય જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે, આ મિટિંગ માં વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ પણ જોડાય તો વધુ આવકાર્ય છે.

સદર ઓનલાઇન મિટિંગ ની લિંક ટૂંક સમય માં સમાજ ના અલગ અલગ ગ્રુપો માં મોકલવામાં આવશે.

*રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરશો*

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeMr_J_0pjuRlX1TiDnqoM1jEy0Tu6B6epjGI1iC4jcWI7utg/viewform?usp=publish-editor

*શ્રી રાજપૂત પાઈફંડ સોસાયટી**ધો. 11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ માટે ખાસ*▪️ભાવનગર શહેર અને જિલ્લામાં વસતા ક્ષત્રિય સમાજના કોઈપ...
18/03/2026

*શ્રી રાજપૂત પાઈફંડ સોસાયટી*
*ધો. 11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ માટે ખાસ*

▪️ભાવનગર શહેર અને જિલ્લામાં વસતા ક્ષત્રિય સમાજના કોઈપણ દીકરા દીકરી જે ધોરણ 10 ની પરીક્ષા આપી છે અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં સારી શાળામાં અભ્યાસ કરવા માંગે છે. પરંતુ આર્થિક કારણોસર તે અભ્યાસમાં જઈ શકતા નથી તો તેના માટે *સપોર્ટ ફંડ* યોજના અમલમાં છે. (*અતિ તેજસ્વી અને અતિ જરૂરિયાત વાળા માટે જ છે*)

સપોર્ટ માટે નીચે મુજબના ધારા ધોરણ રહેશે:
1. બાળક ખૂબ જ તેજસ્વી હોવું જોઈએ. આવનારી ધોરણ 10 ની પરીક્ષામાં 85% કરતાં વધુ માર્ક આવવા જોઈએ.90 ટકા કરતા વધુ લાવનાર ને સંસ્થા અને શાળા દ્વારા વિશેષ લાભ આપવામાં આવતો હોઈ છે.
2. તેમના વાલી ની આર્થિક સ્થિતિ બાળકના 11 12 વિજ્ઞાન પ્રવાહના ખર્ચને પહોંચી વળે તેવી ન હોવી જોઈએ.
*( આર્થિક સધ્ધરતા અને બાળકની તેજસ્વીતાને આધારે ફીસ માં અંશતઃ કે પૂર્ણ સહાય કરવામાં આવશે).*

સપોર્ટ ફંડ નો લાભ લેવા માગતા દરેક દીકરા દીકરીઓને વિનંતી છે કે નીચેની લીંક માં પોતાની તમામ વિગત ભરી દે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd7Q-78cXeatjmS-bwtMWZzPhE9OJ8JjgUV_9zBim_CPD7SFg/viewform?usp=sf_link

*ખાસ નોંધ*
1. સપોર્ટ ફંડ નો લાભ લેવા માંગતા હો તો એડમિશન કન્ફર્મ કરાવતા પહેલા અમારો સંપર્ક ચોક્કસ કરવો.
2. વિજ્ઞાન પ્રવાહની શાળા માં એડમીશન લઇ લીધેલ હોય તો પણ ફોર્મ માં વિગત ભરવી. શક્ય હશે તેટલી મદદ ચોક્કસ કરવામાં આવશે.
3. દેખા દેખી મુજબ નહિ પણ પોતાની આર્થિક સદ્ધરતાને જોઈને સારા શિક્ષક ધરાવતી ઓછી ફીસ વાળી શાળા પણ પસંદ કરી શકાય. શાળા પસંદગી માં માર્ગદર્શન જોઈતું હોય તો આપવામાં આવશે.

સંપર્ક:
▪️ગુલાબસિંહ ગોહિલ - 9376746464
▪️મહાવીરસિંહ રાણા - 9925181021
▪️જગદીશસિંહ ગોહિલ - 9712158205

કારોબારી સમિતિ

*શ્રી રાજપૂત પાઈફંડ સોસાયટી ભાવનગર*

કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના વધુ માં વધુ બાળકો એ લાભ લેવા નમ્ર વિનંતી છે 🙏🏻*મહારાઓશ્રી પ્રાગમલજી એન્ડ મહારાણીશ્રી પ્રી...
16/03/2026

કચ્છ રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના વધુ માં વધુ બાળકો એ લાભ લેવા નમ્ર વિનંતી છે 🙏🏻

*મહારાઓશ્રી પ્રાગમલજી એન્ડ મહારાણીશ્રી પ્રીતિદેવી વિધાદાન ટ્રસ્ટ*

​પ્રાગમહેલ, દરબારગઢ, ભુજ - ૩૭૦ ૦૦૧ (કચ્છ)

ઈ-મેલ: [email protected]

*સમાજ ના ​જરૂરિયાતમંદ તેજસ્વી વિધાર્થીઓને વિધોત્તેજક સ્કોલરશિપ માટે દરખાસ્ત કરવા જાહેરાત*

​મહારાઓશ્રી પ્રાગમલજી એન્ડ મહારાણીશ્રી પ્રીતિદેવી વિધાદાન ટ્રસ્ટ, ભુજ દ્વારા સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગતા કચ્છના જરૂરિયાતમંદ તેજસ્વી વિધાર્થીઓને વિધોત્તેજક સ્કોલરશિપ આપવાનું ઠરાવાયું છે.
​ઈચ્છુક લાભાર્થીઓએ સ્વલિખિત અથવા વાલી લિખિત અરજી ઉપર દર્શાવેલ કાર્યાલયમાં પૂરી વિગત, ભલામણ કરનાર પ્રતિષ્ઠિત વ્યક્તિના રેફરન્સ, સરનામા અને સંપર્ક નંબર સાથે તા. ૨૩ માર્ચ ૨૦૨૬ સુધી પહોંચતી કરવાની રહેશે.

*આવેલી અરજીઓ પૈકી ટ્રસ્ટે નક્કી કરેલી સંખ્યામાં યોગ્ય ઉમેદવારોને જાણ કરાશે.*

​મેનેજીંગ ટ્રસ્ટી, વિધાદાન ટ્રસ્ટ ભુજ

Address

Gandhidham
370201

Alerts

Be the first to know and let us send you an email when Rajputyuva Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rajputyuva Club:

Share