29/01/2026
પાથરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પ્રીમિયર લીગની 4મી સિઝનમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો અને 96 ખેલાડીઓની પસંદગી બાદ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સિઝનની ફાઇનલ મેચ Aariv-11 (Owner: તુષાર સુરેશભાઈ આહીર ) અને Abhi-11 (Owner: નીતેશભાઈ “ભૈલું” ભુપેન્દ્રભાઈ પટેલ) વચ્ચે રમાઈ હતી, જેમાં બંને ટીમોએ શાનદાર અને રોમાંચક પ્રદર્શન કર્યું. અંતે Aariv-11 ટીમે ફાઇનલ જીત મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ હાંસલ કર્યો અને પાથરી પ્રીમિયર લીગની 4મી સિઝન સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જે ખેલાડીઓના જુસ્સા, ટીમ સ્પિરિટ અને ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર બની.
આ સમગ્ર ટૂર્નામેન્ટ સફળ બનાવવા પાછળ તમામ સ્પોન્સર્સનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમના સહયોગ વગર આ આયોજન શક્ય બનતું નહીં.
તમામ સ્પોન્સર્સનો દિલથી આભાર:
• રણજીતભાઈ મોરારભાઈ પટેલ – ₹5000 + વિજેતા અને રનર્સ-અપ ટ્રોફી = કુલ ₹10,000 (કેનેડા)
• વિનોદભાઈ મોરારભાઈ પટેલ – ₹5000 (કેનેડા)
• નરેન્દ્રભાઈ કરસનજી પટેલ – ₹3000 (યુ.કે.)
• બાબુભાઈ છગનભાઈ પટેલ – ₹2100 (કેનેડા)
• દિનેશભાઈ કરશનભાઈ પટેલ – ₹1000
• જયતીભાઈ રામુભાઈ પટેલ – ₹1000
• રાજેન્દ્રભાઈ કરશનભાઇ પટેલ-₹1000
વિશેષ આભાર: મિતેશભાઈ રણજીતભાઈ પટેલનો, જેમણે સમગ્ર ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ બોલ્સ ઉપલબ્ધ કરાવ્યા.