31/07/2023
અત્યારે અમારી આજુબાજુ ડીસા,ધાનેરા અને દાંતીવાડા તાલુકા ના ઘણા ગામડાઓ ની મુખ્ય સમસ્યા પાણી ની છે અને પાણી ના તળ ૧૦૦૦ થી ૧૨૦૦ ફુટ સુધી પહોચી ગયા છે અને આવા ઊંડાણ થી બોર મા આવતા પાણી નો મે સરકારી મશીનરી થી અલગ અલગ બોર ના પાણી ના સેમ્પલ લઈ ચેક કરાવતા ચોકાવનાર રીપોર્ટ મળ્યા તે રીપોર્ટ મુજબ જાણવા મળ્યુ કે ૧૦૦૦ કે ૧૨૦૦ ફુટ ઊંડાણ થી આવતુ બોર નુ પાણી ક્ષારવાળુહોય છે અને સ્વાસ્થ માટે ખુબજ જોખમી અને હાનિકારક હોય છે અને જેને લીધે હાડકાના તથા સાંધાના દુખાવાની તકલીફ રહે છે એ બાજુના ગામડા ના ૫૦%લોકો ને જુઓ તો પગના સાંધા ની બિમારી જોવા મળે છે જેને ગામડાની ભાષા માં વા કહે છે એનુ મુખ્ય કારણ ઊંડાણ થી આવતુ ક્ષારયુક્ત પાણી જ છે આ બાબતે જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ સાથે પણ ચર્ચા કરી આ બાબતે માર્ગદર્શન મેળવ્યુ તે મુજબ આ ઊંડાણ થી આવતા પાણી પીવાથી અત્યારે સામાન્ય લાગે છે પણ ભવિષ્યમાં ઘણી મોટી બિમારી નો સામનો લોકો એ કરવો પડસે અને આ ગામડાઓ ના તમામ લોકો હાડકાની બિમારી થી પીડાતા જોવા મળે તો નવાઈ નઈ ....ઘણા બધા ડોક્ટર અને નિષ્ણાતોની મે સલાહ લીધી તો તેમના જણાવ્યા અનુસાર આ સમસ્યા નુ એક જ સોલ્યુસન છે કે પાણી ના તળ ઊંચા આવે અને તળ ઊંચા હોય તો બોરવેલ નુ પાણી મીઠુ હોય અને તે પાણી શુદ્ધ હોય માટે સરકાર શ્રી ને વિનંતી કે આ પાણી ના તળ ઊંચા લાવવા માટે દરવર્ષે ભરાતો દાંતીવાડા ડેમ ઓવરફ્લો થઈ નદી મા પાણી છોડવામાં આવે છે તે પાણી ટેકનિકલ સર્વે કરી કેનાલ મારફત કે અન્ય રીતે સીપુ ડેમ નાખવામાં આવે તો ખુબ ઓછા ખર્ચે કારણ કે બંને ડેમ નુ અંતર ૬ કીલોમીટર આસપાસ છે આ સમસ્યા નુ નિવારણ આવી શકે છે અને તમામ ખેડુતો તથા આ ત્રણ તાલુકા ના ગામો ના લોકો ને સ્વાસ્થ માટે ઘણો ફાયદો થઈ શકે છે માટે આ બાબતે મે મારા ગ્રામપંચાયત વતી અને મારા વતી ઘણી રજુઆત કરી છે અને સ્થાનિક નેતાઓ પણ આ બાબતે પોઝીટીવ છે પણ બીજા લાગુ પડતા ગામોના લોકો એ આ બાબતે સ્થાનિક નેતાગીરી અથવા સરકાર શ્રી સુધી રૂબરૂ અથવા શોસીયલ મીડીયા ના માધ્યમ થી પહોચાડવા વિનંતી ......વધુ પ્રમાણ માં રજુઆત થશે તો ૧૦૦% પરીણામ મળસે....સહકાર સહ આભાર 🙏🙏