25/01/2026
*૨૫મી જાન્યુઆરી ’૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિન*
૧૬ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દાહોદ જિલ્લામાં જે.એન્ડ.આર કોલેજના હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી હેતલબેન વસૈયા,મામલતદાર શ્રી સમીર પટેલ, સહિત નાયબ મામલતદારો, બી.એલ.ઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃત્તિ માટે ઉત્કૃષ્ટ નાટક કરવા બદલ કોલેજના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. મતદાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, લોક તાંત્રિક પરંપરા અને મુલ્યોને જાળવવાના સહિયારા પ્રયાસમાં ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, જિલ્લા વહીવટતંત્ર, અન્ય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સંસ્થાઓની ભૂમિકા રહેલી છે. લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બીએલઓ, સુપવાઈઝરો, શિક્ષકો અને કર્મચારીઓનો ખૂબ મોટો ફાળો છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સફળ બને છે. બુથ લેવલ ઓફિસર મતદાર યાદીને સચોટ બનાવવા માટે મતદાર યાદી સુધારણા, નામકમી કે ઉમેરવાની કામગીરી અગત્યની ભૂમિકા ભજવે છે.
આગામી ચૂંટણીઓમાં વધુ ને વધુ મતદાન થાય એવા સહિયારા પ્રયાસો કરવા તેમજ યુવા મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા ભારપૂર્વક અપીલ કરી હતી.
આ પ્રંસગે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી હેતલબેન વસૈયા, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે,મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ,મામલતદાર શ્રી સમીર પટેલ, સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, સહિત યુવા મતદારો, વિધાર્થીઓ સહિત કોલેજના આચાર્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા.
Chief Electoral Officer, Gujarat
Collector Dahod