Govt. Medical College & Sir - T General Hospital , Bhavnagar

Govt. Medical College & Sir - T General Hospital , Bhavnagar Govt. Medical College & Sir - Takhatsinhji General Hospital , Bhavnagar ( Gujarat ) away) to Bhavnagar. The Gohil Dynasty itself is quite itself is quite old.

History of Government Medical College, Bhavnagar Bhavnagar is not a very old city - it was founded in 1723 when the then ruler Bhavsinhji shifted his capital from Sihor (20 Kms. They were in Sihor since 1570 and in Umrala/Ghogha and other places prior to that. It is said that their ancestors were from Marwar. After the death of Bhavsinhji, the state had many rulers. But the one who has possibly left the most lasting contribution is Maharaja Takhtasinhji (born January, 6 1858- died 29th January 1896). When his father Jaswantsinhji passed away in April 1870, he was only 12 years old. Hence the Britishers imposed a Joint Administration on the State. This Joint Administration of one British and one Indian Administrator continued from 1870 to 1878, i.e. till the time Takhtasinhji became 20 years old. The state was represented by its legendary Chief Minister Gaurishankar Udayshankar Oza (after whom the Gaurishankar Lake or Bor Talav" is named). The British Representatives in various periods were E.H. Perieval, Major Watson and Colonel Parr. The Political Agency at Rajkot set up in 1820 oversaw the affairs of princely states in Saurashtra. An idea of its importance can be gauged from the fact that in the entire country there were about 600 small and big kingdoms out of which 222 were in Saurashtra alone.

31/07/2026
Effect of Meditation on Mindfulness
30/07/2026

Effect of Meditation on Mindfulness

*સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભાવભીની ઉજવણી* 🙏*ભાવનગર, તા. 29 જુલાઈ, 2026 બુધવાર:* ગુરુ-શિષ્ય પ...
30/07/2026

*સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભાવભીની ઉજવણી* 🙏

*ભાવનગર, તા. 29 જુલાઈ, 2026 બુધવાર:* ગુરુ-શિષ્ય પરંપરાના પવિત્ર પર્વ "ગુરુપૂર્ણિમા" ની ઉજવણી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત સવારે 10:30 કલાકે નવી સરકારી મેડિકલ કોલેજ ખાતે *ભગવાન ધન્વંતરીના પૂજન* સાથે કરવામાં આવી. આરોગ્યના દેવતા ધન્વંતરીને વંદન કરી સૌએ રોગમુક્ત સમાજની પ્રાર્થના કરી.

ત્યારબાદ કોલેજ તેમજ *સર ટી. હોસ્પિટલના વિવિધ વિભાગો*માં જઈ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાધ્યાપકોનું *કંકુ-ચોખા વડે તિલક* કરવામાં આવ્યું અને *ગોળથી મોં મીઠું* કરાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા. આ અવસરે પ્રાધ્યાપકોને *"प्रेरणा का स्त्रोत हनुमान चालीसा"* પુસ્તક ભે સ્વરૂપે અર્પણ કરી ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે સૌએ ગુરુજનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કર્યું. વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન અને જ્ઞાન માટે આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, શ્રદ્ધા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.

કાર્યક્રમના અંતે નીચેનો શ્લોક ગુંજ્યો:
॥ *ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ।*
*ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ* ॥

---

26/07/2026
પ્રેસનોટ*ભાવનગર જિલ્લામાં "નમો સ્વચ્છતા અભિયાન"નો જિલ્લા કક્ષાએ ભવ્ય શુભારંભ*ભાવનગર, તા. ૧ જુલાઈ:ગુજરાત સરકારના આરોગ્ય અ...
02/07/2026

પ્રેસનોટ

*ભાવનગર જિલ્લામાં "નમો સ્વચ્છતા અભિયાન"નો જિલ્લા કક્ષાએ ભવ્ય શુભારંભ*

ભાવનગર, તા. ૧ જુલાઈ:
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ દરમિયાન યોજાનાર "નમો સ્વચ્છતા અભિયાન" અંતર્ગત ભાવનગર જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ આજે સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આવેલી ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

રાજ્ય સરકારના આ અભિયાનનો હેતુ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા, ચેપ નિયંત્રણ તથા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે.
કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ, રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. હરેશ વાળા, સર ટી. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અશોક વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કોકિલાબેન સોલંકી, આર.એમ.ઓ. ડૉ. આદેશરા, વિવિધ વિભાગોના અધ્યક્ષશ્રીઓ, જીલ્લા ક્વોલીટી એશ્યોરન્સ અધિકારી, એપીડેમીક મેડીકલ ઓફિસર, નર્સિંગ વિદ્યાર્થીઓ, જિલ્લા અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ તેમજ સર ટી. હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રાજ્યકક્ષાના કાર્યક્રમનું ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા માનનીય આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનું ભાવનગર જિલ્લાના ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નિહાળ્યું હતું.
રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની, જ્યારે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ સ્વચ્છતાને દૈનિક જીવનની ટેવ બનાવવાની અપીલ કરી હતી.સાથે સ્તનપાન પર વિશેષ ધ્યાન આપતો અને તેના મહત્વ ને સમજાવતો "અમૃતપાન અભિયાન" નો પણ શુભારંભ કરવામા આવ્યો હતો અને વિશેષરૂપે તૈયાર કરાયેલ પુસ્તિકા અને ફ્લિપચાર્ટનુ લોન્ચીગ કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ પોતાના સંબોધનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ. સાથે જ તેમણે જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ, સુઘડ અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવી તેની સતત જાળવણી કરવા માટે સૌને સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી.
રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. હરેશ વાળાએ દરેક આરોગ્ય સંસ્થામાં સ્વચ્છતા માટે સમર્પિત ટીમોની રચના કરી નિયમિત સુપરવિઝન અને મોનિટરિંગ દ્વારા અભિયાનને અસરકારક રીતે અમલમાં મૂકવા ઉપર ભાર મૂક્યો હતો.
મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહએ હોસ્પિટલમાં સ્વચ્છતા અને ચેપ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરી દર્દીઓ હોસ્પિટલજન્ય ચેપથી સુરક્ષિત રહે તે માટે જરૂરી તમામ પગલાં નિયમિતપણે અમલમાં મૂકવાની જરૂરિયાત પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી સરદાર પટેલ સ્કૂલ, કાળીયાબીડના વિદ્યાર્થીઓએ ડૉક્ટર્સ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને શુભેચ્છાઓ અનોખી રીતે વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ ડૉક્ટર્સની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવાઓને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ બની હતી.

કાર્યક્રમની આભારવિધી ડૉ. રમેશ સિન્હા, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ધવલ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
"નમો સ્વચ્છતા અભિયાન" અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, 5-S અમલીકરણ, ચેપ નિયંત્રણ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને દર્દી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે શ્રી સરદાર પટેલ સ્કૂલ, કાળીયાબીડના વિદ્યાર્થીઓએ ડૉક્ટર્સ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને શુભેચ્છાઓ અનોખી રીતે વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓએ ડૉક્ટર્સની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવાઓને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ બની હતી.

The Department of Physiology Gmc Bhavnagar conducted a Reserch on Meditation program on   26 along with taxashila instit...
22/06/2026

The Department of Physiology Gmc Bhavnagar conducted a Reserch on Meditation program on 26 along with taxashila institute

Thank you Purvi Pawar Chinmay Shah  for making International Yoga Day 2026   special for Gmc Bhavnagar
22/06/2026

Thank you Purvi Pawar Chinmay Shah for making International Yoga Day 2026 special for Gmc Bhavnagar

Address

Sir T Hospital
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Govt. Medical College & Sir - T General Hospital , Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Govt. Medical College & Sir - T General Hospital , Bhavnagar:

Shortcuts

Share