ભાવનગરના હોય તો આ પેજ લાઈક અને ફોલો કરજો

  • Home
  • India
  • Bhavnagar
  • ભાવનગરના હોય તો આ પેજ લાઈક અને ફોલો કરજો

ભાવનગરના હોય તો આ પેજ લાઈક અને ફોલો કરજો જય હો ભાવનગર અને ભાવનગરની જાગૃત જનતાની

14/11/2025

#વલભીપુર ના #નવાગામ ગામનું ગૌરવ, કોળી #કર્મચારી મંડળ સુરત જિલ્લા #પ્રમુખ, #ઉમરા પોલીસ સ્ટેશન #સુરત માં #ગુજરાત_પોલીસ ની જવાબદારી નિભાવતા ભાઇશ્રી #શૈલેષભાઈ_ચૌહાણ ને #જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐

ખૂબ ઉત્તરોતર પ્રગતિ કરો તેમજ મહાદેવ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના 🙏

ભાવનગરના ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહ ભાવનગરના ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહએ ભારતની સ્વતંત્રતા બાદ ભાવનગર રાજ્યને સર...
09/11/2025

ભાવનગરના ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહ

ભાવનગરના ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહએ ભારતની સ્વતંત્રતા બાદ ભાવનગર રાજ્યને સરદાર પટેલના ચરણોમાં દેશને સમર્પિત કરી દીધું હતું. અખંડ ભારત નિર્માણ કરવાના સરદાર પટેલના કાર્યમાં સામે ચાલીને પોતાનું રાજ્ય દેશને સોંપી દેનાર તેઓ ભારતના સૌપ્રથમ રાજવી હતા. એમનું વ્યક્તિત્વ હંમેશા એકદમ સરળ અને પ્રજા વત્સલ રહ્યું હતું. એમના જીવન વિષે સંપૂર્ણ માહિતી મેળવવા શ્રી.ગંભીરસિંહ ગોહિલનું પુસ્તક "પ્રજા વત્સલ રાજવી" અવશ્ય વાંચવું.

ભાવનગર રાજ્યના ગોહિલવાડ ના છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો ઇતિહાસ.
1912ની 19મી મે એ ભાવનગર રાજ્યના છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો હતો. સ્વતંત્ર ભારતના એકીકરણ માંટે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલને સોંપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. પિતા ભાવસિંહજીના અવસાન બાદ 7 વર્ષની ઉંમરે તેમણે ભાવનગરની ગાદી સંભાળી હતી. 12 વર્ષની ઉંમરે તેઓ ગાંધીજીને મળ્યા હતા. અને તેમનાથી તે ખાસ્સા પ્રભાવિત થયા હતા. તેઓ સુધારાવાદી, પ્રજાવાત્સલ,દિર્ઘદ્ર્ષ્ટા તથા સારા રાજનીતિજ્ઞ હતા.
👉 થોડુ વધારે પણ અગત્યનુ

જન્મની વિગત : ૧૯ મે, ૧૯૧૨

ભાવનગર, ગુજરાત

મૃત્યુની વિગત : ૨ એપ્રિલ, ૧૯૬૫

ભાવનગર, ગુજરાત

રહેઠાણ : નિલમબાગ પેલેસ,

ભાવનગર

રાષ્ટ્રીયતા : ભારતીય

નાગરીકતા : ભારતીય

સક્રિય વર્ષ : ૧૯૧૯ થી ૧૯૬૫
વતન : ભાવનગર, ગુજરાત

ખિતાબ : કમાંડર, હીઝ હાઇનેસ,

મહારાજા રાવ શ્રી,

ભાવનગર સ્ટેટના

મહારાજા,

કે.સી.એસ.આઇ

ધર્મ : હિંદુ

જીવનસાથી : મહારાણી શ્રીમતી વિજયાબાકુંવરબા

સંતાન : વિરભદ્રસિંહજી, શિવભદ્રસિંહ, હંસાકુંવરબા, દિલહરકુંવરબા, રોહિણીકુંવરબા

માતા-પિતા : મહારાણી નંદકુંવરબા – મહારાજા ભાવસિંહજી ગોહિલ (બીજા)

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા
👉 શરુઆતનું જીવન

કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
👉 રાજગાદી

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.

ભાવનગર ના તળાજા મા એક 13  વર્ષ ની સગીરા સાથે વારંવાર દુસ્કર્મ કરી ને ગર્ભવતી બનાવી દીધી...... 😯        — in Ahmedabad.
07/11/2025

ભાવનગર ના તળાજા મા એક 13 વર્ષ ની સગીરા સાથે
વારંવાર દુસ્કર્મ કરી ને ગર્ભવતી બનાવી દીધી...... 😯
— in Ahmedabad.

🔴 ઘોઘા તાલુકાનાં ભીકડા ગામનાં વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતાં વીર સપૂત અશોકભાઈ મકવાણા શહીદ થયાં, અશોકભાઈને એક 8 વર્ષ...
06/11/2025

🔴 ઘોઘા તાલુકાનાં ભીકડા ગામનાં વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતાં વીર સપૂત અશોકભાઈ મકવાણા શહીદ થયાં, અશોકભાઈને એક 8 વર્ષની પુત્રી અને અને એક પાંચ વર્ષનો પુત્ર છે.
પિતા કાનજીભાઈ ભીખડા ગામમાં જ ખેતી કામ કરે છે. અશોકભાઈ વર્ષ 2011 માં ભારતીય સેનામાં જોડાયા હતા, હાલ વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

ખૂબ ખૂબ અભિનંદન
30/08/2025

ખૂબ ખૂબ અભિનંદન

Address

Sanskar Mandal
Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when ભાવનગરના હોય તો આ પેજ લાઈક અને ફોલો કરજો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category