બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ

  • Home
  • India
  • Bharuch
  • બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ

બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ સત્યમેવ જયતે

સત્ય ને જનતા સામે લાવવું
(1)

06/06/2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીતાલીમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા..

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સરપંચ, તલાટી તેમજ તાલુકા પંચાયતના સભ્ય ઊર્મિલાબેન ભગતના આયોજન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, સારંગપુર બેઠકના જિલ્લા પંચાયત સભ્ય કુસુમબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ સહિત અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં લીમડો, વડ, આસોપાલવ તેમજ નીલગીરી જેવા વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન કરવાની સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું રક્ષણ કરવા સૌને અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણી, ગ્લોબલ વોર્મિંગ સામે લડત અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

* ગુજરાતના નવા DGP તરીકે જ્ઞાનેદ્રસિંહ મલિકની નિમણૂક, 1993 બેચના આઈ. પી. એસ.* છેલ્લા પાંચ મહિનાથી કે.એલ.એન રાવ રાજ્યના ઇ...
06/06/2026

* ગુજરાતના નવા DGP તરીકે જ્ઞાનેદ્રસિંહ મલિકની નિમણૂક, 1993 બેચના આઈ. પી. એસ.
* છેલ્લા પાંચ મહિનાથી કે.એલ.એન રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી હતા.
* જી. એસ. મલિક ભરૂચના એસ. પી. તરીકે પણ હતા ત્યારે આદિવાસી કદાવર નેતા છોટુભાઈ વસાવાની ધરપકડ કરી હતી.
ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનાથી કે.એલ.એન રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી હતા. તેવામાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટો આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેકટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. મૂળ હરિયાણાના જી.એસ.મલિક, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર હતા. જેઓને રાજ્ય સરકારે હવે ડીજીપી તરીકે નિમણૂક કર્યા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે તા. 6 જૂન, 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

1993 બેચના IPS અધિકારી જ્ઞાનેદ્રસિંહ મલિકએ કચ્છના ASP તરીકે કરિયરની શરૂઆત કરી હતી. CISFના ADG (નોર્થ) તરીકે સેવા આપી અને BSFના આઇ.જી તરીકે ફરજ બજાવી ચુંક્યાં છે. જ્ઞાનેન્દ્રસિંહ મલિક ભરૂચના એસ.પી. હતા ત્યારે કદાવર આદિવાસી નેતા છોટુ વસાવાની ધરપકડ કરી હતી.
વર્ષ 2009 માં ચંડોળા ડિમોલિશન વખતે સ્પેશ્યલ બ્રાન્ચમાં હતા.

મળતી માહિતી અનુસાર, રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તીરકે ફરજ સંભાળી રહેલા કે. એલ.એન રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે.
સિનિયર આઈપીએસ અધિકારી જી.એસ. મલિક (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) તેમની કારકિર્દીના શરૂઆતના ભાગમાં ભરૂચમાંપોલીસ અધિક્ષક (એસપી) તરીકે સેવા આપી હતી . ભરૂચ, ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામીણ અને કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ માટે એસ.પી. તરીકે સેવા આપી હતી.

BIG BREAKING*રાજ્યના નવા ડીજીપી તરીકે જી.એસ મલિકની નિમણૂક:* 1 જાન્યુઆરીથી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન રાવ હતા, 5 મહિન...
06/06/2026

BIG BREAKING*રાજ્યના નવા ડીજીપી તરીકે જી.એસ મલિકની નિમણૂક:* 1 જાન્યુઆરીથી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન રાવ હતા, 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક

06/06/2026

🚨 **ઝાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં હંગામો, સભ્ય પર હુમલાના CCTV વાયરલ** 🚨

ઝાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, પંચાયતના કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં અરજી કરી હતી. આ મુદ્દે બેઠક દરમિયાન ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.

આ દરમિયાન એક ગ્રામ પંચાયત સભ્ય પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના CCTV દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

બેઠકમાં ગામમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી મીઠા પાણીની સમસ્યા તેમજ પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા. હુમલાનો હેતુ સક્રિય સભ્યોનો અવાજ દબાવવાનો હતો તેવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને લોકશાહી મૂલ્યો, પંચાયતની કાર્યપદ્ધતિ અને સભ્યોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

06/06/2026

નમસ્કાર
Survi V Patel બહેનને એમના જન્મદિવસ સાથે લગ્ન વર્ષગાંઠના દિવસથી માતપિતા વિહોણી દિકરીઓ તેમજ જરૂરિયાતમંદ સાથે વિધવા મહિલાઓ આત્મનિર્ભર બને એવા હેતુથી નિઃશુલ્ક(ફી) સેવા બ્યુટી પાર્લર ની તાલીમ આપવાનો પ્રારંભ કર્યો

બહેનને સેવાયજ્ઞ કાર્ય શરૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…

06/06/2026

જય શ્રી રામ

ચૂંટણી પહેલા નેતાઓને દરેક ઘરનો રસ્તો યાદ હોય છે,પણ ચૂંટણી જીત્યા પછી એ જ રસ્તા અને એ જ લોકો ભૂલી જાય છે.વોટ માંગવા ઘરે ઘ...
05/06/2026

ચૂંટણી પહેલા નેતાઓને દરેક ઘરનો રસ્તો યાદ હોય છે,

પણ ચૂંટણી જીત્યા પછી એ જ રસ્તા અને એ જ લોકો ભૂલી જાય છે.

વોટ માંગવા ઘરે ઘરે આવે છે,
પણ પ્રજાની સમસ્યાઓ જાણવા ઘરે ઘરે આવની વાત દૂર રહી પણ ગામમાં આવતા પણ નેતા હજુ સુધી જોવા મળ્યા નથી...

તમે જોયા હોય તો કોમેન્ટ નામ લખજો

05/06/2026

લો જુવો શું કહે છે. સાંસદ મનસુખભાઇ વસાવા

05/06/2026

આજે વૃક્ષારોપણ કરતા સોશિયલ મીડિયામાં નેતાઓના આઈડી પર ફોટા વિડીયો જોવા મળશે
પબ્લિક તૈયાર થઈ જાવ વાહવાહી ની કોમેન્ટ કરવા

તમારા ગામમાં જો ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય તો એના વિડીયો ફોટા સહિત કયા મુદ્દાઓ લેવામાં આવ્યા એ ગુજરાતીમાં સંપૂર...
05/06/2026

તમારા ગામમાં જો ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય તો એના વિડીયો ફોટા સહિત કયા મુદ્દાઓ લેવામાં આવ્યા એ ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી ટાપિગ કરીને
9974285687 અથવા પેજના મો નંબર 8160453027 ઉપર મોકલી શકો છો

Address

Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when બોલ સે ભરૂચ, પૂછ સે ભરૂચ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share