BKTS SEVA TRUST

BKTS SEVA TRUST Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BKTS SEVA TRUST, Social service, Bayad.

જનતાની વાત સીધી,અધિકારીઓ સુધી
નેતાઓ સુધી ફરિયાદ તમારી રજૂઆત અમારી..
તમારા આજુબાજુના વિસ્તારમાં પડતી સમસ્યા માટે
સંપર્ક કરો BKTS ટીમનો..
+916352515874(ચંદ્રપાલસિંહ)
+919712117428 (કિશનસિંહ ચૌહાણ)
+919586236504 (મનોજસિંહ ઝાલા)

 #ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ. અરવલ્લી જિલ્લાના બાયડમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં નવા અકોડિયા (ડેમાઇ)ગા...
13/11/2025

#ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ.

અરવલ્લી જિલ્લાના બાયડમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં નવા અકોડિયા (ડેમાઇ)ગામના વતની ઝાલા વર્ષાબા પ્રભાતસિંહ અંડર ૧૭માં યોજાયેલ નિશાનબાજની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લા લેવલમા બીજો નંબર પ્રાપ્ત કર્યો છે...🌸🌸

તે બદલ ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS)
તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામનાઓ....🙏

Vishal Zala

 #ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ. અરવલ્લી જિલ્લાના બાયડમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં વારેણા ગામના વતની સોઢ...
13/11/2025

#ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ.

અરવલ્લી જિલ્લાના બાયડમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં વારેણા ગામના વતની સોઢા પરમાર હર્ષિલસિંહ રાકેશસિંહ ૧૬૦૦ મીટર દોડની સ્પર્ધામાં બાયડ તાલુકામાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે...🌸🌸

તે બદલ ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS)
તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામનાઓ....🙏

 #અત્યંત_દુ:ખદ_સમાચારગઇકાલે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે ભાથીજી ક્ષત્...
11/11/2025

#અત્યંત_દુ:ખદ_સમાચાર

ગઇકાલે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

અમારી પ્રાર્થના છે કે મૃતકોના આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમય દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય.

ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના🙏🙏



 #ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ. અરવલ્લી જિલ્લાના માલપુર માં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં ચોરીવાડ ગામના વતની...
11/11/2025

#ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવ.

અરવલ્લી જિલ્લાના માલપુર માં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં ચોરીવાડ ગામના વતની દિનેશસિંહ મોહનસિંહ માસર (ઠાકોર)૨૦૦ મીટર તેમજ ૪૦૦ મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે...🌸🌸

તે બદલ ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS)
તરફથી ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામનાઓ....🙏

10/11/2025

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ખેડૂત સહાય પેકેજ કેવું છે ?

ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS) માલપુર તાલુકાની વાર્ષિક ચિંતન બેઠકનુ તા. 07/11/2025 ના રોજ માલપુર તાલુકાના વાવડ...
08/11/2025

ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS) માલપુર તાલુકાની વાર્ષિક ચિંતન બેઠકનુ તા. 07/11/2025 ના રોજ માલપુર તાલુકાના વાવડી ગામે પ્રદેશ પ્રમુખશ્રી એડવોકેટ ચંદ્રપાલસિંહ ના નિવાસ સ્થાને ધર્મેદ્રસિંહ પરમાર,કિશનસિંહ ચૌહાણ, મનોજસિંહ ઝાલા,મુકેશસિંહ ખાંટના અધ્યક્ષસ્થાને યોજાઈ..

જેમાં BKTS team ની કામગીરીનો લેખિત અહેવાલ રજુ કરવામાં આવ્યો અને આવનાર સમયમાં સમાજના પડકારો સામે સમાજને મદદરૂપ થવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી.

માલપુર તાલુકાની નવ રચિત ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં BKTS માલપુર તાલુકા પ્રમુખ તરીકે મુકેશસિંહ ખાંટની વરણી કરવામાં આવી અને લીગલ ટીમના પ્રમુખશ્રી એડવોકેટ કોટવાલ રાજેશસિંહને જાહેર કરવામાં આવ્યા.

આ તબક્કે સૌપ્રથમ વાવડી ગામમાંથી આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીમાં પસઁદગી પામેલા ખાંટ રોબિનભાઈ કનુભાઈ ને શિક્ષકશ્રી ગુલાબસિંહ, ધર્મેન્દ્રસિંહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તેમજ આવેલા સરકારી કર્મચારીઓ ઝાલા દિગ્વિજય સિંહ ઝાલા સાહેબ(મહીસાગર સેશન કોર્ટ), અજિતસિંહ ચૌહાણ(BSF), શિક્ષકશ્રીઓ ગુલાબસિંહ ખાંટ અને ધર્મેન્દ્રસિંહજી પરમાર, પ્રભાતસિંહ, એડવોકેટ રાજેશસિંહ, સામાજિક આગેવાન હિંમતસિંહ ખાંટ, ખાંટ જસુભાઈ, સોલંકી મહેશસિંહ, અલ્પેશસિંહ, યોગેશસિંહ,પરમજીતસિંહ સહિતના યુવા આગેવાનોનુ સન્માન bkts team ના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં BKTS ટીમના રામસિંહ ખાંટ,ભરત સિંહ ખાંટ (કોયલીયા), જ્યંતીસિંહ ખાંટ, જ્યંતીસિંહ ડામોર,વડેખ પરેશસિંહ, વડેખ નરેશસિંહ, જયદીપસિંહ સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા..

સંગઠનનો વ્યાપ વધે સમાજ શૈક્ષણિક રીતે, આર્થિક રીતે , સમાજ આગળ વધે તેમજ સમાજ જાગૃતિના કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરીને આગામી રણનીતિનુ આયોજન કરવામાં આવ્યું.

🚩
🚩
#ભાથીજી_સેવા_ટ્રસ્ટ🚩

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત કિસાન સભાનું જિલ્લા સંમેલન યોજાયું જેમાં કિસાન સભાનો રિપોર્ટ અરવલ્લી જિલ્લા કિસાન સભ...
14/10/2025

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત કિસાન સભાનું જિલ્લા સંમેલન યોજાયું જેમાં કિસાન સભાનો રિપોર્ટ અરવલ્લી જિલ્લા કિસાન સભાના મહામંત્રીશ્રી મહેન્દ્રસિંહ પગી દ્વારા રજુ કરવામાં આવ્યો અને કિસાન સભા દ્વારા આવનાર સમયમાં સંગઠનને મજબુત બનાવી ખેડૂતોની સમસ્યાઓ નો જોરદાર અવાજ ઉઠાવવાનુ નક્કી કરવામાં આવ્યું. આ તબક્કે ગુજરાત કિસાન સભાના પ્રમુખશ્રી કો.ડાયાભાઇ ગજેરા, ગુજરાત કિસાન સભાના મઁત્રીશ્રી કો.પરસોત્ત પરમાર, CITU Union ના લડાયક નેતા ડાયાભાઇ જાદવ, અરવલ્લી જિલ્લા કિસાન સભાના પ્રમુખશ્રી ભલાભાઈ ખાંટ, BKTS SEVA TRUST ના પ્રદેશ પ્રમુખશ્રી એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ, કબીર આશ્રમના મહંતશ્રી પ્રેમદાસજી સાહેબ સહિતના અરવલ્લી જિલ્લાના કિસાન આગેવાનો હાજર રહ્યા હતા.
તા. 13/10/2025
મોડાસા


#ભાથીજી_સેવા_ટ્રસ્ટ

08/10/2025

*અરવલ્લી, સાબરકાંઠા તેમજ મહીસાગર જિલ્લાના ઠાકોર સમાજના સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ જોગ ખાસ સંદેશ*
ઠાકોર સમાજના જે પણ ભાઈઓ - બહેનો તલાટી, ક્લાર્ક, પી. એસ. આઈ, કોસ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાંચ કે તેથી ઓછા માર્કસ માટે નપાસ થયા હોય તેઓ આગામી પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે તે માટેનું અમે આયોજન કરી રહ્યા છીએ એ માટે એન્ટરન્સ એક્ઝામ લેવાશે જેમાંથી જે ભાઈઓ-બહેનો પાસ થાય તેમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય કોચિંગ આપવામાં આવશે જેથી તેઓ આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે.
આ માટે શરૂઆતના તબક્કે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર તેમજ અરવલ્લી જિલ્લામાંથી ઉપર જણાવ્યા મુજબ ભાઈઓ - બહેનો આપના ધ્યાનમાં હોય તો તેઓ સુધી આ મેસેજ પહોંચાડી અમારા આ કાર્યમાં આપ અમને મદદરૂપ થઈ શકે. આ બાબતે વધું વિગત મેળવવા, વિદ્યાર્થીઓનું નામ નોંધાવવા માટે નીચે જણાવેલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો.

તેમજ દરેક જિલ્લામાંથી એક નિવૃત્ત અધિકારી, બેત્રણ શિક્ષક મિત્રો તેમજ એક યુવા ભાઈ - બહેનની પણ અમારે જરૂર રહેશે જેઓ દરેક જિલ્લામાંથી ઉપર જણાવ્યા મુજબ ભાઈઓ - બહેનોની શોધ કરવામાં તેમજ એમની એન્ટરન્સ એક્ઝામ જેવા આગામી કાર્યક્રમમાં અમને મદદરૂપ થઈ શકે આ માટે જે પણ સમાજપ્રેમી મિત્રો અમને મદદરૂપ થવા ઈચ્છતા હોય તેઓ નીચે જણાવેલ નંબર પર અમને સંપર્ક કરી શકે છે.

કિશનસિંહ ચૌહાણ :– +91 97121 17428
પ્રવીણ સિંહ ઠાકોર :- +91 97146 44573
ચંદ્રપાલસિંહ ઠાકોર(એડવોકેટ) :–6352515874
જસુભાઈ ખાંટ :– +91 96647 20635
પ્રભાતસિંહ ખાંટ :– 635 472 6314
લક્ષ્મીબા પરમાર :– +91 97374 71356
પરમજીતસિંહ સોલંકી :– +91 87800 88205
મનોજસિંહ ઝાલા :- 958 6236504

🙏🇮🇳 સલામ શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ ને 🇮🇳🙏🚩આજે શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ પર એમનેભાથીજી સેવા ટ્રસ્ટ તરફથી શત શત નમન.. 🙏માત...
28/09/2025

🙏🇮🇳 સલામ શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ ને 🇮🇳🙏🚩

આજે શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ પર એમનેભાથીજી સેવા ટ્રસ્ટ તરફથી શત શત નમન.. 🙏
માત્ર 23 વર્ષની ઉમરે પોતાના જીવનનું બલિદાન આપનાર આ મહાન ક્રાંતિકારીનું નામ આજે પણ સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત છે. ✨

👉 દુનિયા ભૂલી જાય એવા ઘણા જન્મે છે,
પણ ભગતસિંહ તો એવો ચિરંજીવી દીવો છે,
જે હંમેશા યુવાનોના હૃદયમાં જલતો રહેશે. 🔥

ઇંકલાબ ઝિંદાબાદ!

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


#ભાથીજી_સેવા_ટ્રસ્ટ

આજ શ્રી આમોદરા હાઈસ્કુલ ના આમંત્રણ માં હાજરી આપી..શ્રી મહેશસિંહ આમોદરા તેમજ તેઓની યુવા બ્રિગેડ ટીમની સાથે શાળા પરિવાર મળ...
13/09/2025

આજ શ્રી આમોદરા હાઈસ્કુલ ના આમંત્રણ માં હાજરી આપી..

શ્રી મહેશસિંહ આમોદરા તેમજ તેઓની યુવા બ્રિગેડ ટીમની સાથે શાળા પરિવાર મળી એક વાલી મિટિંગનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું .

જેમાં અરવલ્લી જિલ્લામાં થી બાયડ માલપુર તાલુકાના યુવા આગેવાનો તેમજ મહાનુભવો પધાર્યા જેમાં મુખ્યત્વે ભાથીજી સેવા ટ્રસ્ટ ના પ્રદેશ પ્રમુખ અને એક સમાજ માટે લડત આપતા યોદ્ધા એવા શ્રી એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ , ભાથીજી સેવા ટ્રસ્ટ બાયડ તાલુકા પ્રમુખ એવા કિશનસિંહ ચૌહાણ, બાયડ તાલુકા સીટી પ્રમુખ મનોજસિંહ ઝાલા , સોશિયલ મીડિયા યોદ્ધા જશુભાઈ ખાંટ , મહેશસિંહ સોલંકી, પરમજીતસિંહ સોલંકી,જયપાલસિંહ ખાંટ (ઇન્ડિયન આર્મી) અને આમોદરા ના સમાજિક આગેવાન એવા પ્રવિણસિંહ સોલંકી, દેવાંગસિંહ(સરપંચ શ્રી આમોદરા પંચાયત)જયપાલસિંહ સોલંકી,જયદીપસિંહ સોલંકી અને આમોદરા હાઈસ્કૂલ ના તમામ શિક્ષક સ્ટાફ મિત્રો એ હાજરી આપી
આ કાર્યક્રમ માં તેઓની લાગણી સભર માહિતી ભરી ચર્ચાઓ કરવામાં આવી જેથી આવનાર સમયમાં વિધાર્થીઓ ના ભવિષ્ય ની ચિંતા કરી ને વ્યક્તવ્ય આપી ખુબજ મહત્વપૂર્ણ ઉમદા કાર્ય કરવામા આવ્યું...

__ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓના વાલીઓની ફરજિયાત હાજરી રહી....

___ વિદ્યાર્થીઓના શિસ્ત, સભ્યતા, સલામતી તેમજ શિક્ષણના સ્તર અંગે ચર્ચા કરવામા આવી....

સાથે જ વાલીઓના મૂલ્યવાન સૂચનો દ્વારા શાળાના સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવવામાં આવ્યા.... ✅🙏



Address

Bayad

Website

Alerts

Be the first to know and let us send you an email when BKTS SEVA TRUST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category