વડદલા ગ્રામ પંચાયત એક સાચા સરપંચ ની છબી

  • Home
  • India
  • Balasinor
  • વડદલા ગ્રામ પંચાયત એક સાચા સરપંચ ની છબી

વડદલા ગ્રામ પંચાયત એક સાચા સરપંચ ની છબી "વડદલા ગ્રામ પંચાયત – ગામના વિકાસ, સ્વચ્છતા, પાણી, રસ્તા, શિક્ષણ અને સરકારી યોજનાઓની સાચી માહિતી �

28/01/2026

ગત તારીખ 24/01/2026 ના રોજ 26th January પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડદલા ગ્રામસેવા સમિતિ ના અધ્યક્ષ અને વડદલાના નવનિયુક્ત સરપંચશ્રી તુલસી પરમાર રજવાડી બાપુએ વડદલા તાબે નવામુવાડા ગામમાં ઘણા સમયથી ગોવિંદપુરાથી નવામુવાડા ગામમાં અવર જવર માટે માર્ગમકાન વિભાગના પાકા ડામર રસ્તાની બંને બાજુએ બોરડીઓ અને ઝાડી ઝાંખરાને સાફ સફાઈનું કામ બાકી હોય તો તેના અનુસંધાને નવામુવાડા ગામના વડીલો અને યુવાનોની હાજરી માં સાફ સફાય ને રોડ ની બંને સાઈડ પોતે જાતે કટિંગ કરી અને ગ્રામજનો નો સાથ લય ને સ્વચ્છ કરાવ્યું જેથી કરીને બંને સાઇડે વાહનો સાઇડ લઈને જઈ શકે પેહલા સામે કોઈ વાહન આવે તો સાઇડ આપવા ભારે હાલાકી પડતી અને બોરડીઓ દબાવીને મોટા વાહનો કાઢવા પડતા હવે વડદલા ના ઝાંબજ સરપંચ શ્રી તુલસી પરમાર દ્વારા જાતે રસ લઈને ગ્રામના યુવાનોને સાથે રાખી સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે ગામમાં પ્રવેશવા માટેના રસ્તાને સાફ સફાઈ કરાવ્યા ધન્ય છે આવા સરપંચને જય હો..... 🙏

તુલસીભાઈ પરમાર
રજવાડી બાપુ

#સામાજીક
#સેવક

#વડદલા
#બાલાસિનોર

24/01/2026

આજરોજ વડદલા ગ્રામસેવા સમિતિ ના અધ્યક્ષ અને વડદલા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચશ્રી તુલસી પરમાર રજવાડી બાપુએ કંથરજીના મુવાડા તેમજ સુંદરપુરા ગામના ખેડૂતો અને પશુપાલકો દ્વારા વડદલા તાબે સુંદરપુરા દાવડી તળાવ ભરવાની રજૂઆત, બન્ને ગામના ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા જણાવેલ કે દાવડી તળાવમાં પાણી સુકાય જતા આસપાસના ખેતરોમાં ઘઉં ચણા અને બાજરી જેવા ઊભા પાકો અને ગાય ભેંસ ઢોર પશુપાલકો માટે પાની તળાવમાં પૂરું થઈ ગયું હતું , ત્યારે વડદલાના એક સાચા સમાજસેવક અને મહીસાગર જિલ્લામાં સૌથી વધુ લીડથી જીતેલા યુવાન ખંતીલા નવનિયુક્ત સરપંચ શ્રી અને હરહંમેશ કોઇ પણ કામમાં પ્રજાના પડખે ઊભા રહેતા તુલસી પરમાર રજવાડી બાપુએ વડદલા તાબે કંથરજીના મુવાડા અને સુંદરપુરા ગામ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નર્મદા નહેર વિભાગ-૧૩ બાયડ (મોડાસા) તાત્કાલિક તેમના પોતાના પંચાયત ના લેટરપેડ આવેદન આપી રજૂઆત કરતા તળાવ ભરવા માટે અમલ કરેલ અને તલાવ ભરવા નું અમલીકરણ કરી ને ચાલુ કરવા માં આવ્યું.

સરપંચ શ્રી ની ખેડૂતો અને પશુપાલકો તરફી આ સરાહનીય કામગીરી ને ધન્ય છે કે જેનો તાત્કાલિક અમલીકરણ થયો અને ખેડૂતો ને આનંદ વ્યક્ત કર્યો .

ગ્રામ પંચાયત વડદલા
તુલસીભાઈ પરમાર રજવાડી બાપુ

#સામાજીક
#સેવક
#સરપંચ
#વડદલા
#બાલાસિનોર
#મહીસાગર

ગઈકાલ ના રોજ વડદલા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચશ્રી તેમજ વડદલા ગ્રામ સેવા સમિતિના અધ્યક્ષ તુલસી પરમાર રજવાડી બાપુ દ્વા...
19/01/2026

ગઈકાલ ના રોજ વડદલા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચશ્રી તેમજ વડદલા ગ્રામ સેવા સમિતિના અધ્યક્ષ તુલસી પરમાર રજવાડી બાપુ દ્વારા 55 વર્ષ જૂના પુલને તોડાવી નવીન પુલની શરૂઆત કરી દીધી છે તેમજ વડદલા ગામમાં જવા આવવા માટે ગરનાળા ની વ્યવસ્થા કરી diversion આપી પુલ તોડવાની નવીન કામગીરી શરૂ કરાવી ધન્ય છે તુલસી પરમાર રજવાડી બાપુને.... 🙏🙏

સર્વે ગ્રામજનો અને વડદલા ગામ માં થી પસાર થતા દરેક રાહદારી અને આજુ બાજુ ના ગામો થી આવતા જતા દરેક ને કામ ચાલુ છે, તો પૂર્ણ ના થાય ત્યાં સુધી સાવચેતી રાખી ને ડાયવર્જન આપ્યું છે ત્યાં થી જવા અને આવવા વિનંતી છે 🤝🙏🙏🙏

#સરપંચ
#વડદલા
#બાલાસિનોર
#મહીસાગર

ઇન્ડિયા હેલ્થ મિશન કેમ્પ             વડદલા ગ્રામ પંચાયત        આવતીકાલ તારીખ 04 જાન્યુઆરી 2025 , રવિવાર ના રોજ બાલાસિનોર...
03/01/2026

ઇન્ડિયા હેલ્થ મિશન કેમ્પ
વડદલા ગ્રામ પંચાયત

આવતીકાલ તારીખ 04 જાન્યુઆરી 2025 , રવિવાર ના રોજ બાલાસિનોર તાલુકા ના વડદલા ગ્રામ પંચાયત ખાતે આપના વડદલા પંચાયત સરપંચ પ્રતિનિધિ તુલસીભાઈ રજવાડી બાપુ અને વડદલા ગ્રામ સેવા સમિતી ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરેલ છે તો દરેક ગ્રામ જન ને વિનંતી કે કેમ્પ માં તપાસ કરાવી ને લાભ લેવો તેવી વિનંતી છે.

🙏🙏🙏
સરપંચ પ્રતિનિધિ ,
તુલસીભાઈ રજવાડી બાપુ

#વડદલા
#સરપંચ
# સામાજિક સેવા
#બાલાસિનોર
#મહીસાગર

ગઈકાલ તારીખ 16 ડિસેમ્બર 2025 ના રોજ વડદલાના નવનિયુક્ત સરપંચ તેમજ વડદલા ગ્રામ સેવા સમિતિના અથાગ પ્રયત્નોથી વડદલા ગામ ના બ...
17/12/2025

ગઈકાલ તારીખ 16 ડિસેમ્બર 2025 ના રોજ વડદલાના નવનિયુક્ત સરપંચ તેમજ વડદલા ગ્રામ સેવા સમિતિના અથાગ પ્રયત્નોથી વડદલા ગામ ના બેંક ઓફ બરોડાના ઉપરના હોલમાં જે કે સિમેન્ટ કંપની અને બરોડા ની સંસ્થા Arch foundation દ્વારા અને જે કે સિમેન્ટ કંપનીના પ્રોડક્શન મેનેજર, જેકે સિમેન્ટ મેનેજર દીપકભાઈ કટારિયા અને મોટી સંખ્યામાં વડદલા ગામ ની મહિલાઓ અને ગ્રામ જન સાથે રહી ને 1 સ્ટડી સેન્ટર ની સુભ શરૂઆત કરી અને દરેક સ્ત્રી પુરુષ ,છોકરા છોકરી ઓ ગામમાં તાલીમ લઈને લાભ લે અને પોતાના પગભર થાય તેમ વડદલા ગ્રામ પંચાયત ના બારે બાર પરાવિસ્તારની બહેનો ને ની સુલ્ક ખર્ચે શીખવા અને સ્વ નિર્ભર બનવા માટે 1 સરપંચ શ્રી ની અનોખી સેવા અને કાર્ય ની શરૂઆત કરવામાં આવી.

સરપંચ શ્રી વડદલા અને જે કે સિમેન્ટ અને અર્ચ ફાઉન્ડેશન બંનેના વિશેષ હસ્તે સ્ટડી સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું.

ગામ ના દરેક, શીખવા અને સ્વ નિર્ભર થવા માંગતા બારે બાર પરા વિસ્તાર ના ગ્રામ જનો અને મહિલાઓ ને હાર્દિક સ્વાગત કરીએ છીએ . 🙏🙏

સરપંચ શ્રી અને વડદલા ગ્રામ સેવા સમિતિ ની આ અનોખી સેવા વતી ખૂબ ખૂબ આભાર અને આનંદ વ્યક્ત કરીએ છીએ .

#સામાજિક સેવા અને પ્રવૃત્તિ
#સરપંચ શ્રી વડદલા
#વડદલા ગ્રામ સેવા સમિતિ
#બાલાસિનોર
#મહીસાગર 🌟💫🎉👏💖😊👍

15/11/2025
🙏પાક નુકસાન સહાય ફોર્મ 🙏        દરેક ગ્રામ જન મિત્રો એ નુકસાન થયેલ હોય તેનો સર્વે કરાવી ડોક્યુમેન્ટ્સ જરૂરી બધા આપી ને સ...
15/11/2025

🙏પાક નુકસાન સહાય ફોર્મ 🙏

દરેક ગ્રામ જન મિત્રો એ નુકસાન થયેલ હોય તેનો સર્વે કરાવી ડોક્યુમેન્ટ્સ જરૂરી બધા આપી ને સહાય મેળવી શકો છો.
તમામ પ્રક્રિયા ઓનલાઈન છે તો જરૂર થી અરજી કરવી અને લાભ લેવો નુકસાની નો ...

VCE કે CSC પર ફોર્મ ભરી ને અરજી કરી સકો છો 🙏

#સોશિયલ
#વડદલા

#સેવા

દરેક ગ્રામ જને ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ્સ આપવા ચૂંટણી કાર્ડ માટે B.L.O જે આવે તમારા ગર 🙏
06/11/2025

દરેક ગ્રામ જને ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ્સ આપવા ચૂંટણી કાર્ડ માટે B.L.O જે આવે તમારા ગર 🙏

Address

Gram Panchayat Office, Vadadala
Balasinor
388255

Website

Alerts

Be the first to know and let us send you an email when વડદલા ગ્રામ પંચાયત એક સાચા સરપંચ ની છબી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share