14/11/2024
14 નવેમ્બર થી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જે.એન.પીતીત લાયબ્રેરીમાં ટ્રસ્ટી ગણ,વાચકો અને બાળકો સાથે મળી પુસ્તક પ્રદર્શન ના કાર્યક્રમ થકી શુભારંભ થયો.ટ્રસ્ટી શેરી કાથાવાલા, ડૉ.જીનલ પટેલ,જોઇન્ટ સેક્રેટરી ભદ્રેશ પટેલ, હેમનાંથ.ભામિની દંપતી,વાચક ગણ અને બચ્ચા પાર્ટી દ્વારા પ્રદર્શન ખુલ્લું મુકાયું.બાળકો, વાલીઓ,મહિલા ઓ પુસ્તક પ્રત્યે અભિમુખ થાય,મોબાઈલ નો ઉપયોગ ઘટાડી વાંચન રુચિ કેળવે e હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે..જેવા કે વરિષ્ઠ નાગરિકો અને વાચકો સાથે સંવાદ, શિસ્ટવાચન,રંગ પૂરની, કન્યા શાળા ની બાળાઓ સાથે પુસ્તકાલય અને પુસ્તકનું મહત્વ વિશે વાર્તાલાપ ઉપરાંત કોમ્યુનિટી(સમુદાય)માં જઈ મહિલાઓ સાથે પુસ્તક ગોષ્ઠિ અને સાભિનય વાર્તાકથન.જેવા અનેકવિધ કાર્યક્રમો થકી આગામી સમય ની અનિવાર્ય જરૂરિયાત સમાં પુસ્તકો પ્રત્યે રુચિ કેળવાય અને જાગૃતિ આવે એ અને એવા અભિગમથી પ્રવુતિઓ યોજાનાર છે જાહેર જનતાને જોડાવા માટે ભાવભર્યું ઇજન છે..આજના કાર્યક્રમને હાલ 1 માસથી બેંગલોર હોવા છતાં આ લાયબ્રેરી ની સતત સંભાળ રાખનાર ટ્રસ્ટી શ્રી ઓ અને સેક્રેટરી દંપતી એવા દક્ષા બેન અને ચેતન શાહના સતત માર્ગદર્શન બદલ અમો આભારી છીએ..!!