01/07/2026
સેવા એ જ સાચી સાધના
ક્રીડા ભારતી આણંદ જિલ્લા તથા લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક સુંદર સેવાકીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્ય કક્ષાની સિટિંગ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા જનાર ૨૨ દિવ્યાંગ ખેલાડીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત આંગણવાડીમાં ઉપયોગી વિવિધ સામગ્રી તેમજ ખુરશીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાનો આ નાનકડો પ્રયાસ સૌના હૃદયને સ્પર્શી ગયો.
આ કાર્યક્રમની વધુ એક આનંદદાયક બાબત એ રહી કે *શ્રીમતી પિંકીબેન પટેલ દ્વારા ક્રીડા ભારતી આણંદ જિલ્લાને ₹૧૫,૦૦૦નું આર્થિક અનુદાન અર્પણ કર્યું.* આ સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનું આ અનુદાન ભવિષ્યમાં યોજાનારા વિવિધ સેવાકીય અને રમતગમતના કાર્યક્રમોને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગર ના સૌ સદસ્યો, ક્રીડા ભારતી ના સદસ્યો શ્રી મહેન્દ્રભાઈ પટેલ( ઉપાધ્યક્ષ શ્રી) , શ્રી કૃણાલભાઈ શાહ ( મંત્રી શ્રી),જાગૃતિબેન શાહ( સહમંત્રી શ્રી), ડૉ કિરણભાઈ પટેલ ( ક્રીડા કેન્દ્ર પ્રમુખ શ્રી),કલ્પનાબેન પટેલ ( માતૃશક્તિ આયામ મંત્રીશ્રી), આનલબેન પટેલ ( વલ્લભ વિદ્યાનગર મહિલા મોર્ચા મંત્રી શ્રી) તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ભારત માતા કી જય🚩🚩🚩🚩🚩