GPKVB Amreli

GPKVB Amreli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GPKVB Amreli, Government Official, 314-Bahumali Bhawan, Raj mahal Campus, Amreli.

Planning and executing promotional campaigns such as Amrut Khedut Bazaar, field days, training programs, and public awareness drives to increase adoption of Natural Farming practices.

ગઈકાલે GPKVB-અમરેલી દ્વારા અમરેલી તાલુકાના કૃષિ સખી અને CRP ની મીટિંગ યોજવામાં આવી હતી. આ તકે પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝ...
03/01/2026

ગઈકાલે GPKVB-અમરેલી દ્વારા અમરેલી તાલુકાના કૃષિ સખી અને CRP ની મીટિંગ યોજવામાં આવી હતી. આ તકે પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ સાહેબ, માસ્ટર ટ્રેનર વૈશાલીબેન , T.P.M તૃષાબેન અને Agri.Assistant નિલેશભાઈ હાજર રહ્યા હતા. કૃષિ સખી/CRP ની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ફીલ્ડ લેવલએ મૂંઝવતા પ્રશ્નો નું નિરાકરણ આપવામાં આવ્યું હતું.

GPKVB - અમરેલી દ્વારા નિર્ધારિત કરેલ તા. 01/01/26 ના રોજ અમૃત ખેડૂત બજાર નું આયોજન જિલ્લા પંચાયત ખાતે  કરવામાં આવ્યું. ક...
01/01/2026

GPKVB - અમરેલી દ્વારા નિર્ધારિત કરેલ તા. 01/01/26 ના રોજ અમૃત ખેડૂત બજાર નું આયોજન જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું. કુલ 11 ખેડૂતો બજાર માં હાજર રહ્યા હતા અને અમરેલી શહેર ની જનતા ને સ્વસ્થ અને ઝેર મુક્ત આહાર નું સીધું વેચાણ કરવામાં આવ્યું હતું.

આજ રોજ કિસાન દિવસ નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) / ATMA પ્રોજેક્ટ દ્વારા અમરેલી તાલુકાના મિશન ક્લસ્ટ...
23/12/2025

આજ રોજ કિસાન દિવસ નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) / ATMA પ્રોજેક્ટ દ્વારા અમરેલી તાલુકાના મિશન ક્લસ્ટરના સ્વયંપ્રેરિત ખેડુતો માટે ઇન્સ્ટિટ્યુશનલ તાલીમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂત તાલીમ કેન્દ્ર-અમરેલી ની યુવા વર્ગની તાલીમ અંતર્ગત કુલ ૩૦ યુવા ખેડુતો પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કુલ મળીને ૧૩૦ ખેડુતોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટ ડિરેક્ટર મહેશ ઝીડ સાહેબ, પ્રાકૃતિક કોલેજ ના પ્રધ્યાપક ડૉ. સ્વપ્નિલ દેશમુખ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. મિનાક્ષી બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડુતોને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ખેડુતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચ ઘટાડો, જમીનની ઉર્વરતા જાળવવી અને સ્વસ્થ ઉપજ પ્રાપ્ત કરવા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

23/12/2025

કપાસમાં ગુલાબી ઈયળ ખેડૂત માટે સૌથી મોટું પડકારરૂપ જીવાત છે, પરંતુ ગણપતભાઈ સુહાગિયાએ પ્રકૃતિક ખેતી આધારિત અનોખો ઉપાય અપનાવી આ સમસ્યાનું 100% સફળ નિયંત્રણ મેળવ્યું છે. કોઈ રાસાયણિક દવા વગર, માત્ર કુદરતી ઘટકોથી બનેલો આ ઉપાય પાકને સુરક્ષિત રાખે છે અને જમીનની તંદુરસ્તી પણ જાળવે છે.

આ રીલ દ્વારા ગણપતભાઈનું અનુભવ આધારીત માર્ગદર્શન અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે–કે યોગ્ય પ્રકૃતિક રીતોને અપનાવવાથી કપાસનો પાક સ્વસ્થ, સુરક્ષિત અને વધુ ઉત્પાદનક્ષમ બની શકે છે. કુદરત સાથે જોડાઈને જીવાત નિયંત્રણનો આ સાચો ઉદાહરણ છે."

ગઈકાલે GPKVB-અમરેલી દ્વારા બાબરા તાલુકાના વાવડા ગામે પ્રાકૃતિક ખેતી ની તાલીમ આપવામાં આવી હતી. T.P.M રાજેશભાઈ મકવાણા દ્વા...
23/12/2025

ગઈકાલે GPKVB-અમરેલી દ્વારા બાબરા તાલુકાના વાવડા ગામે પ્રાકૃતિક ખેતી ની તાલીમ આપવામાં આવી હતી. T.P.M રાજેશભાઈ મકવાણા દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામ વિશે માહિતી આપવામાં આવી હતી.

જૂના સ્વામિનારાયણ મંદિર–બગાસરા ધામ દ્વારા આયોજિત શિક્ષાપત્રિ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 14 થી 21 દરમિયાન સાત દિવસ...
23/12/2025

જૂના સ્વામિનારાયણ મંદિર–બગાસરા ધામ દ્વારા આયોજિત શિક્ષાપત્રિ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 14 થી 21 દરમિયાન સાત દિવસીય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહના 7 માં દિવસે પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી મહેશ ઝીડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગાય આધારિત કુદરતી ખેતી વિષે માર્ગદર્શનાત્મક વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર સપ્તાહ દરમિયાન બગસરા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત દ્વારા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટોલમાં પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું. આ આયોજનને શ્રદ્ધાળુઓ અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો.

Address

314-Bahumali Bhawan, Raj Mahal Campus
Amreli
365601

Opening Hours

Monday 10:30am - 6:15am
Tuesday 10:30am - 6:15am
Wednesday 10:30am - 6:15am
Thursday 10:30am - 6:15am
Friday 10:30am - 6:15am
Saturday 10:30am - 6:15am

Website

Alerts

Be the first to know and let us send you an email when GPKVB Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share