Vidya Bharati Savera

Vidya Bharati Savera ABOUT VIDYA BHARATI FOUNDATION:

Vidya Bharati Foundation is a registered NGO (Non Profitable Organization) in the year of 2005.

Vidhyabharati Foundation
Non-Governmental Organization (NGO)
Empowering India through educating underprivileged children in society📚
📍 Ahmedabad
Join our community for a better tomorrow!
Vidya Bharati Foundation actively engaged in activities for development of children, women and youth with particular focus on education, health, awareness and empowerment. Vidya Bharati Foundation

is making a difference in lives of underprivileged children in and around Gujarat by undertaking the integrated education and health care programme for the children. We would also like to organize sessions / group discussions with the community / parents on issues like eradication of child labour, emphasis on literacy and the right of every child to go to school. We have around 6 centres in and around ahmedabad, our teachers are well qualified and well mannered. VISION:
To empower and uplift the poor and underprivileged communities through a multi-sectoral intervention approach. Provide education to the drop out students and spread awareness about tobacco’s drawbacks in teenagers or youth. MISSION:
Long term targeted intervention through provision of educational services to uplift the poor and disadvantaged groups. Empowerment and development of children, women, youth and other disadvantageous groups with the particular focus on their education and health, awareness. It is our aim to ensure basic quality education to the disadvantaged children and women. We also provide quarterly health check up for all the children’s including even those who are not studying in our centers. It would also cater to the womenfolk of the nearby slums and give preventive, curative and referral services

🌱 તમારી આવડતથી બદલાવો બાળકોનું ભવિષ્ય! 🌱✨ તમારા સમય મુજબ, તમારી સુવિધા મુજબ અને તમારી આવડતથી – હવે સમાજસેવા બનશે સરળ અને...
23/03/2026

🌱 તમારી આવડતથી બદલાવો બાળકોનું ભવિષ્ય! 🌱

✨ તમારા સમય મુજબ, તમારી સુવિધા મુજબ અને તમારી આવડતથી – હવે સમાજસેવા બનશે સરળ અને આનંદદાયક!

શું તમે તમારી આવડતનો ઉપયોગ સમાજસેવા માટે કરવા માંગો છો?
હવે તમારા માટે એક સુંદર તક છે!

વિદ્યાભારતી ફાઉન્ડેશન છેલ્લા 20 વર્ષથી વંચિત બાળકોમાટે શિક્ષણ અને વિકાસમાં કાર્યરત છે. હવે અમે શોધી રહ્યા છીએ એવા લોકોની જેમને👇

🎨 ગ્રાફિક ડિઝાઇનિંગ
🎬 વીડિયો એડિટિંગ

ની આવડત હોય અને તેઓ પોતાની કુશળતા સમાજસેવામાં ઉપયોગમાં લેવા ઈચ્છે છે.

💼 શું મળશે?
✔ Work From Home – તમારા અનુકૂળ સમયમાં
✔ અનુભવ પ્રમાણપત્ર
✔ સમાજસેવાની ખુશી અને સંતોષ
✔ તમારા સ્કિલ્સને વધુ મજબૂત બનાવવાનો અવસર

💛 આર્થિક દાન વિના પણ તમે બાળકોના જીવનમાં પ્રકાશ લાવી શકો છો!

👉 આજે જ જોડાઓ અને બાળકોના સપનાઓને સાકાર બનાવવામાં સહભાગી બનો.

સંપર્ક કરો:
📧 [email protected]
🌐 www.vidhyabharati.org

🌅 ખેતરની ધૂળથી શાળાની કલમ સુધી: જતિનની જીવનબદલાય તેવી વાત 🌅ઓચ્છણ ગામ, ભરૂચ જિલ્લો. શાંત ગલીઓ, ખેતરોની લહેરો... અને એક શા...
18/03/2026

🌅 ખેતરની ધૂળથી શાળાની કલમ સુધી: જતિનની જીવનબદલાય તેવી વાત 🌅

ઓચ્છણ ગામ, ભરૂચ જિલ્લો. શાંત ગલીઓ, ખેતરોની લહેરો... અને એક શાળા જ્યાં ગ્રેડ 6ની ક્લાસમાં જતિન વસાવાની ડેસ્ક ખાલી પડી ગઈ. દિવસ નહીં, અઠવાડિયા થયા. સવારે ઘંટડી વાગે સાથીઓ આવે, હસે, વાંચે—પણ જતિન? તેની જગ્યા ખાલી. ક્યાં ગયો આ ચમકતો છોકરો? 😢

અમારી ટીમે તપાસ કરી. સત્ય જાણવા મળ્યું: જતિનના માતા-પિતા રોજમદાર મજૂર. ખેતરમાં કામ કરે, અને જતિનને પણ લઈ જાય. "એક હાથ વધે, તો રોજગારી વધુ મળે, પેટ ભરાય," તેમનો દુઃખદ બળતો વિચાર. પુસ્તક-કલમ કરતાં આજની રોટલી વધુ મહત્વની લાગતી. જતિનનું ભવિષ્ય? ખેતરની ધૂળમાં રગદોળાઈ રહ્યું.

ટીમે હાર ન માની. ઘરે ગયા—પણ દિવસે ઘર બંધ. પડોશીએ કહ્યું: "પૂરો પરિવાર સવારે નીકળે, સાંજે પાછા આવે."અમારી ટીમે એમનો વ્યૂહ બદલ્યો! સૂર્યાસ્ત સમયે જતીનના ઘરે પહોંચ્યા. થાકેલા, મેલાઘેલા પરિવારને મળ્યા. બેઠા, હાથમાં હાથ મૂકીને વાત કરી.

"જતિન આજે તમને મદદ કરે તો થોડા પૈસા મળે. પણ ભણતર ? તેનું જીવન બનાવશે—તમારા જેવી હાડમારી, ભૂખ, મુશ્કેલીઓ ક્યારેય વેઠવી નહીં પડે. આજની ટૂંકી લાલચમા આવીને 'જતીનનું ભવિષ્ય બગાડવું' નહીં, 'જીવન બનાવવું'!" આ વાતો તેના માતાપિતાના હૃદયને સ્પર્શી ગઈ. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓએ વચન આપ્યું: "અમે જતિનને નિશાળે મોકલશું."

અને આજે? વાર્તા બદલાઈ ગઈ! જતિન ક્લાસમાં નિયમિત, હસતો-ખેલતો, કલમ ચલાવે છે. તેના માતા-પિતા—જેઓ અગાઉ તેને ખેતર લઈ જતા—હવે તેઓ દરરોજ સવારે હાથ પકડીને શાળાએ મૂકી જાય છે, અને કહે: "જા, તારું જીવતર ઉજાળ." 💖✨

આ ચમત્કાર લોક્ષિમ ઈન્ડસ્ટ્રીઝના CSR સમર્થનથી શક્ય બન્યો.
"વિદ્યાભારતી ફાઉન્ડેશન માને છે કે: શિક્ષણ માત્ર પુસ્તકો નથી; તે બાળકને તેની પરિસ્થિતિથી વધુ બનવાની પસંદગી આપે છે."
આ વાત તમારા હૃદયને સ્પર્શી ? તમારા ગામમાં, તમારા પરિવારમાં પણ એવા જતિનો છે? ❤️ લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં તમારી વાત કહો. આવા બાળકોના સપનાં પૂરા કરવા મદદ કરો—ડોનેટ કરો, સમર્થન આપો!

#શિક્ષણનીક્રાંતિ #બાળકોનારક્ષા #વિદ્યાભારતી

આ ચમત્કાર લોક્ષિમ ઈન્ડસ્ટ્રીઝના CSR સમર્થનથી શક્ય બન્યો.

"વિદ્યાભારતી ફાઉન્ડેશન માને છે કે: શિક્ષણ માત્ર પુસ્તકો નથી; તે બાળકને તેની પરિસ્થિતિથી વધુ બનવાની પસંદગી આપે છે."

આ વાત તમારા હૃદયને સ્પર્શી ? તમારા ગામમાં, તમારા પરિવારમાં પણ એવા જતિનો છે? ❤️ લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં તમારી વાત કહો. આવા બાળકોના સપનાં પૂરા કરવા મદદ કરો—ડોનેટ કરો, સમર્થન આપો!

#શિક્ષણનીક્રાંતિ #બાળકોનારક્ષા #વિદ્યાભારતી

સામર્થ્ય, નારી નેતૃત્વ કેમ્પ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને તેલાવ પ્રાથમિક શાળાની 25 દીકરીઓ સાથે તા.5-6-7 માર્ચના ...
09/03/2026

સામર્થ્ય, નારી નેતૃત્વ કેમ્પ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને તેલાવ પ્રાથમિક શાળાની 25 દીકરીઓ સાથે તા.5-6-7 માર્ચના રોજ ત્રણ દિવસનો વિદ્યાભારતી ફાઉન્ડેશનની ટીમ દ્વારા સામર્થ્ય નારી નેતૃત્વ કેમ્પ યોજવામાં આવ્યો. અંતિમ દિવસે પ્રાંત અધિકારી શ્રી સંકેતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી નીરજભાઈ બારોટ, તાલુકા પ્રમુખ શ્રી કિરીટભાઈ વાઘેલા, તેમજ સમાજકાર્યમાં હંમેશા અગ્રેસર ઉત્તરદાયીત્વ પૂરું પાડતા કિંજલબા ઉપસ્થિત રહીને દીકરીઓ તેમજ વિદ્યાભારતી ફાઉન્ડેશનની ટીમને પ્રોત્સાહિત કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓને વધુનેવધુ અને કંઇક નવું આપવા હંમેશા તત્પર રહેતા તેલાવ શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે જોડાઈને કાર્ય કરવાની કંઇક અલગ જ મઝા છે.

ત્રણ દિવસના કેમ્પના અંતે દીકરીઓને ઓએસિસ દ્વારા પ્રકાશિત ‘સામર્થ્ય’ પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું. કેમ્પ દરમ્યાન દીકરીઓ શું શીખી તેના એક બે વિડીઓ પણ જોઈશું.

આવા કેમ્પનાં આયોજન અને તાલીમ માટે ઓએસિસ ટીમનો સહયોગ હંમેશા રહ્યો છે. તે બદલ આત્મજા અને સંજીવભાઈનો ખૂબ ખૂબ આભાર.
કેમ્પના સંચાલક પારૂલબેન, હેતલબેન અને સોનલબેન દીકરીઓનાં આંતરદીપ જગાવવા દિલ નીચોવીને કાર્ય કરતા હતાં.
,

એક ડગલું બાળક સમીપે, આપ પણ ચાલશો અમારી સાથે???
06/03/2026

એક ડગલું બાળક સમીપે, આપ પણ ચાલશો અમારી સાથે???

વિદ્યાભારતી ફાઉન્ડેશનની અમદાવાદ ઓફિસમાં અમારા કોમ્યુનિટી પ્રોગ્રામના તમામ સ્ટાફ સાથેની મીટિંગ અદભૂત રહી! 🌈✨ બધા એકઠા બેઠ...
06/03/2026

વિદ્યાભારતી ફાઉન્ડેશનની અમદાવાદ ઓફિસમાં અમારા કોમ્યુનિટી પ્રોગ્રામના તમામ સ્ટાફ સાથેની મીટિંગ અદભૂત રહી! 🌈✨ બધા એકઠા બેઠા, મનના તમામ વિચારો વ્યક્ત કર્યા – કે કેવી રીતે અમારું કામ બાળકોના ભવિષ્યને ઉજાગર કરે!

અમે ખુલ્લામને ચર્ચા કરી:
❤️ કામમાં શું સારું ચાલી રહ્યું? – બાળકોની હસી-ખુશીની ક્ષણો!
😍 બાળકોને શું ગમે છે? – તેમની પસંદગીઓ જાણીને કે તેમને શેમાં રસ પડે છે.
😔 શિક્ષકોની મુશ્કેલીઓ શું? – દરેકની વાત સાંભળી અને એના પર મંથન કર્યું !
💡 ઉકેલો કયા? – શિક્ષકોના સ્વયં સ્ફૂરિત વિચારો, જે દરેકના હૃદયને સ્પર્શ્યા !

અંતે હરેશભાઈ ત્રીવેદી, પરિશા પરમાર અને સોનલ લકુમે તેમના ટ્રેનિંગની પ્રેરણાદાયી વાતો શેર કરી – નવા આઈડિયા કેવી રીતે અપનાવીએ, કામને વધુ અસરકારક અને સહજ બનાવીએ, બાળક પ્રત્યેનો પ્રેમ, નિસ્બતને ટીમની નિષ્ઠાથી ભરપૂર બનાવીએ! શિક્ષકોના ચહેરાઓ ચમકી ઉઠ્યા, તરત જ હાથમાં હાથ મૂકીને નક્કી કર્યું – આ બધું અમે બાળકો સુધી પહોંચાડીશું! 🥰🚀

અને વાહ! મીટિંગ પછી હોલીનો ધમાલ – રંગોની બરસાત, હાસ્ય-નાચ, ગળેમળી! 💥🎊 આ રંગોને અમારા કામમાં પણ ઘોળીશું – નવી ઉર્જા, તાજા વિચારો અને અમારા પ્રેમના તાંતણે તમે પણ આ પરિવારમાં જોડાજો, કારણ કે વિધ્યાભારતી ફાઉન્ડેશન એટલે સહિયારી નિસ્બતની યાત્રા! વસુદેવ કુટુંબકમની ભાવના 🌟💖

#રંગડેશિક્ષા

ચાલો, હોલીમાં અન્યના સ્મિતનો એક નવો રંગ ઉમેરીએ!!!
04/03/2026

ચાલો, હોલીમાં અન્યના સ્મિતનો એક નવો રંગ ઉમેરીએ!!!

આ સુંદર હોલીના રંગો જુઓ...
નાની દીકરી કોમલના ડર ધોવાયા પછીની ચમક 🌈✨

ડર હતો કે "મેડમ... બધા હસી પડશે તો?" 😢
ગુજરાતની નાનકડી બાળ પ્રેમિકા...
શાળામાં ખડી થવાની હિંમત જ નહોતી...

પણ હૃદયથી કહ્યું:
"હું પોલીસ બનીશ! મારુ ગુજરાત, મારો દેશ બચાવીશ!" 👮‍♀️

વર્ગ તાળીઓનાં ગુંજથી રંગાઈ ગયો. ! 👏💥
આજે તે રોજ શાળામાં આત્મવિશ્વાસથી ગુંજે! 🌟

આ હોલી તમારા એક ક્લિકથી બીજી કોમલ રંગીન બનશે:
❤️ ₹500 = પુસ્તકોની ચમક
❤️ ₹1500 = 20 બાળકોને વાણી
❤️ ₹5000 = તેની સફળતા તમારું નામ!

👆 QR સ્કેન - 10 સેકન્ડમાં હોલીનો ચમત્કાર !

💬 કોમેન્ટ કરો: "હું તેની હોલી રંગ છું! 💥"
1 મિત્ર ટેગ કરો - ખુશીનો રંગ ફેલાવો! 🌈

"જ્યારે હોલીના રંગો ડર ધોવે. છે .. ત્યારે સ્વપ્નો રંગીન થાય છે!" ✨

#હેપ્પીહોલી #ગુજરાતનીકોમલ #રંગડેશિક્ષા #વિધ્યાભારતી #હોળી

આ સુંદર હોલીના રંગો જુઓ...નાની દીકરી કોમલના ડર ધોવાયા પછીની ચમક 🌈✨ડર હતો કે "મેડમ... બધા હસી પડશે તો?" 😢ગુજરાતની નાનકડી ...
03/03/2026

આ સુંદર હોલીના રંગો જુઓ...
નાની દીકરી કોમલના ડર ધોવાયા પછીની ચમક 🌈✨

ડર હતો કે "મેડમ... બધા હસી પડશે તો?" 😢
ગુજરાતની નાનકડી બાળ પ્રેમિકા...
શાળામાં ખડી થવાની હિંમત જ નહોતી...

પણ હૃદયથી કહ્યું:
"હું પોલીસ બનીશ! મારુ ગુજરાત, મારો દેશ બચાવીશ!" 👮‍♀️

વર્ગ તાળીઓનાં ગુંજથી રંગાઈ ગયો. ! 👏💥
આજે તે રોજ શાળામાં આત્મવિશ્વાસથી ગુંજે! 🌟

આ હોલી તમારા એક ક્લિકથી બીજી કોમલ રંગીન બનશે:
❤️ ₹500 = પુસ્તકોની ચમક
❤️ ₹1500 = 20 બાળકોને વાણી
❤️ ₹5000 = તેની સફળતા તમારું નામ!

👆 QR સ્કેન - 10 સેકન્ડમાં હોલીનો ચમત્કાર !

💬 કોમેન્ટ કરો: "હું તેની હોલી રંગ છું! 💥"
1 મિત્ર ટેગ કરો - ખુશીનો રંગ ફેલાવો! 🌈

"જ્યારે હોલીના રંગો ડર ધોવે. છે .. ત્યારે સ્વપ્નો રંગીન થાય છે!" ✨

#હેપ્પીહોલી #ગુજરાતનીકોમલ #રંગડેશિક્ષા #વિધ્યાભારતી #હોળી

24/02/2026
16 વર્ષનું શાળા-કોલેજનું શિક્ષણ બાળક નાગરિક બને ત્યારે વિકાસના પડકારો ઝીલવા સક્ષમ બનાવશે!!! તા. 19-20-21 ફેબ્રુઆરી દરમ્ય...
24/02/2026

16 વર્ષનું શાળા-કોલેજનું શિક્ષણ બાળક નાગરિક બને ત્યારે વિકાસના પડકારો ઝીલવા સક્ષમ બનાવશે!!!

તા. 19-20-21 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છના મુંદ્રા તાલુકાના રામાણીયા વિસ્તારની 6 પ્રાથમિક શાળામાં ચાલતા વિદ્યાભારતી ફાઉન્ડેશનના લર્નિંગ એનરીચમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત શાળા, વાલી અને કોમ્યુનીટી સાથે પરસ્પર ચર્ચા કરવા મીટીંગ કરવામાં આવી. જેમાં વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કાર્યો, આવનાર વર્ષના કાર્યોનું આયોજન, શૈક્ષણિક કાર્યોના પડકારો અને ત્રુટીઓની સમીક્ષા અને તેમાં લોકભાગીદારી વગેરે બાબતો પર સંવાદ થયો. ગ્રામ્ય સ્તરે વાલી તરીકે બાળકોના શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા! બાળકોની ગેરહાજરી, બાળકોને પાપડ વણવા, કપાસ તેમજ ખેતીવાડીમાં જોતરી રોજગારી ઉભી કરી ટૂંકાગાળાનો આર્થિક ફાયદો મેળવવો કે શિક્ષણ તેમજ સંસ્કાર થકી લાંબા ગળાનો સ્વાર્થ જોવો? વગેરે બાબતે ચિંતા અને ચર્ચા કરી.
બાળકોએ વર્ષ દરમ્યાન શીખેલી બાબતો અંગે સુંદર રજૂઆત કરી.

જે રીતે ટેકનોલોજી, મોંઘવારી અને હરણફાળ વિકાસ થઇ રહ્યો છે ત્યારે ધો.1 થી લઈને ગ્રેજ્યુએશન સુધીનું 16 વર્ષનું શાળા અને કોલેજનું હાલનું શિક્ષણ, બાળક એક જવાબદાર નાગરિક બનશે ત્યારે તે સમયના પડકારો ઝીલી શકવાની સંભાવના આપણા શિક્ષણમાં છે? તો સમુદાય અને શાળા ભેગા મળીને શું કરવું જોઈએ? આવા જાત સાથેના પ્રશ્નો સહિયારા બનાવવા પ્રયત્નો કર્યા. દરેક ગામની SMC, સરપંચ, આગેવાનો, વાલીઓ અને કોમ્યુનીટીએ સહયોગ માટે ઈચ્છા દર્શાવી જેનો આનંદ થયો. FLN, અંગ્રેજીથી લઈને જીવન કૌશલ્ય અને ચારિત્ર્ય શિક્ષણ સુધીના પુરક શૈક્ષણિક કાર્યોનો બાળકોનો પ્રતિભાવ હરખ પમાડે અને કાર્ય કરવા બળ આપે એવો હતો.
મારી સાથે જોડાયેલા વિદ્યાભારતી ફાઉન્ડેશન ટીમના પરીશાબેન પરમાર, સોનલબેન લકુમની કાર્યનિષ્ઠા તેમજ આ કાર્યક્રમને કચ્છમાં લાવનાર મુંબઈના પ્રેરક શ્રેયા નાગડાની વતન પ્રત્યેની નિસ્બતને પણ વંદન.
Haresh Trivedi

77માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વિદ્યાભારતી ફાઉન્ડેશનના સવેરા શિક્ષણ કેન્દ્ર, વેજલપુરના બાળકોએ ઉજવણી કરી. બાળકો, ...
25/01/2026

77માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વિદ્યાભારતી ફાઉન્ડેશનના સવેરા શિક્ષણ કેન્દ્ર, વેજલપુરના બાળકોએ ઉજવણી કરી. બાળકો, શિક્ષકો, વોલન્ટીયર્સ, ઇન્ટર્ન, સોસાયટીના સભ્યો, તેમજ મહેમાનોએ ખૂબજ ઉત્સાહથી ઉજવણી કરી. ખાસ કરીને આ વિસ્તારના MLA શ્રી અમિતભાઈ ઠાકરના પરિવાર પ્રતિનિધિ હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા, શ્રી અજીતસિંહજી, Coffee with Creativity & Wake Up to Dreamના નીરવભાઈ શાહ, રમેશભાઈ નિવૃત પરંતુ સતત પ્રવૃત એવા 75 વર્ષના યુવા શિક્ષકે બાળકોમાં જોશ ભરી દીધું, બાળકોનાં ડાન્સની કોરિયોગ્રાફી કરનાર ઇન્ટર્ન પ્રતિકા, GLS ઇન્ટર્ન ધ્રુવી, તેમજ આ કાર્યક્રમને પોતાના જન્મ દિવસ નિમિત્તે સ્પોન્સર કરનાર એડવોકેટ સુનીતાબેન આર્યા, સંસ્થાના પ્રોગ્રામ કોઓર્ડીનેટર પરીશાબેન તેમજ સવેરા શિક્ષણ કેન્દ્રના સમર્પિત શિક્ષકો જલ્પાબેન પટેલ, દક્ષાબેન પાઠક, અને દર્શનાબેન, તેમજ બાળકોના વાલીઓએ પણ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ ઉત્સાહ દાખવ્યો. શિક્ષણ કેન્દ્રમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે બાળ અને મહિલા સુરક્ષા, લાયબ્રેરી, બચત અને રોકાણ, વારલી આર્ટ વગેરે વિષે પોતાના પ્રતિભાવ આપ્યા.

15/01/2026
વિદ્યાભારતી ફાઉન્ડેશનનાં વાંચન-વિમર્શ અભિયાન અંતર્ગત 'મારી વાંચનયાત્રા' વિષય પર IPS શ્રી હસમુખભાઈ પટેલ, ચેરમેન, GPSCનું ...
21/12/2025

વિદ્યાભારતી ફાઉન્ડેશનનાં વાંચન-વિમર્શ અભિયાન અંતર્ગત 'મારી વાંચનયાત્રા' વિષય પર IPS શ્રી હસમુખભાઈ પટેલ, ચેરમેન, GPSCનું વક્તવ્ય.

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Address

Vidyabharati Foundation, Www. Vidhyabharati. Org
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Vidya Bharati Savera posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vidya Bharati Savera:

Share

Category