Sadra

Sadra Historical place of sadra

પુરાનકાલીન સાફરમતી તટે વસેલ સાદરા ૧૫મી સદી(આશરે ૬૧૩ વર્ષ)પુર્વેથી અસ્તિત્વ ધરાવે છે.સાબરમતી ની ઊંચી ભેખડો પર સુલતાન અહમદશાહે ઇડલ પર વિજય પછી ઇ.સ.૧૪૨૬ માં કિલ્લો બંધાવ્યો.
સાદરા ગામ વાસણા ઠાકોર ની હકુમત ગણાતી,ઇ.સ.૧૮૧૧-૧૨ દરમ્યાન અંગ્રેજ શાશન ની શરૂઆત થઇ.અંગ્રેજ સરકારે ગાયકવાડ સરકાર ને દર વર્ષે નિશ્ર્ચિત રકમ ઉધરાવવા ફરમાવ્યું.ઇ.સ.૧૮૨૦થી આ વહીવટ પોલિટિકલ એજન્ટે સાદરા કેમ્પ નાખવા ચર્ચા શરૂ થઇ અને સાદર

ા કેમ્પ (છાવણી,બજાર)વિકસાવવા પ્રયાસો શરૂ કર્યા.કિલ્લામાં પોલિટિકલ એજન્ટના નિવાસ માટે સુંદર બંગલો ઉપરાંત કચેરીઓ,ટ્રેઝરી માટે મકાનો તૈયાર કરવામા આવ્યાં,જ્યાં પ્રથમ વર્ગના ઇડર સ્ટેટથી લઇ
સાતમા વર્ગના મોટા કંડોરણા સહિત બાવન સ્ટેટના પ્રશ્ર્નોના ઉકેલ માટે,વહીવટી વ્યવસ્થા ગોઠવાઇ.આ તમામ સ્ટેટના શાશકો-તાલુકાદારો રસાલા સાથે આવે ત્યારે તેમના ઉતારા માટે ડહેલા બનાવાયા.અંગ્રેજ સરકાર ના શાશન હેઠળ રસ્તા ની આજુ બાજુ વૃક્ષોની હાર,મેટલ રોડ હતાં,રસ્તા પર પાણી છંટાતું,રોડ ની બંને તરફ દરજી ના મકાનો,દુકાનો હતી,એજ રીતે પોષ્ટ ઓફિસ જવાના રસ્તે મોચી ઓળ,ધાંચી ઓળ.અહીંના બૂટ,ચંપલ,સપાટો જેવા જાણીતા ઉર્ધોગો ધમધમતાં.
સાદરામાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ૩૦૦થી૪૦૦ જવાનો તૈનાત કર્યા હતા.જેમા હોર્સરાઇડર્સ,
કેમલરાઇડર્સ,ફૂટફોર્સનો સમાવેશ થતો.નિયંત્રણ માટે ડી.એસ.પી.કક્ષાના અધિકારી,આસિ.પોલિ.એજન્ટ,ઉપરાંત ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટેટ અને સેસન્સ જજનો અખત્યાર પણ ભોગવતા.
ઇ.સ.૧૯૦૨માં અંગ્રેજ સરકારે વિક્ટોરિયા મેમોરિયલ લાયબ્રેરી તથા ફ્રી રીડીંગ રૂમની સ્થાપના કરી,જેમાં ગુજરાતી તેમજ અંગ્રેજ ભાષાના ૩૦૦૦ જેટલાં પુસ્તકો,(એન્સાઇક્લોપેડિયા બ્રિટાનિકાનાં ૩૬ ભાગ સાથે)હતા.અને તેની ડાબી બાજુ પ્રાથમિક શાળા જેની શરૂઆત કર્નલ વોલેસે સ્વખર્ચે ઇ.સ.૧૮૪૦માં કરી.જેમાં ૧થી૭
ધોરણમાં સામાન્ય પ્રજાજન,ગરીબ પ્રજાજન તેમજ દરબારો-તાલુકાદારોના સંતાનો કોઇ ભેદભાવ વિના શિક્ષણ લેતાં.લાઇબ્રેરીની બીલકુલ સામેજ વિક્ટોરિયા મેમોરિયલ ક્લોક ટાવર બનાવ્યું.જેની એક એવી ખાસીયત હતી કે લાઇબ્રેરી કે કિલ્લામાં બેસીને પણ વિક્ટોરિયા રાણી સમય જોઇ શકે અને આ ટાવરનાં રણકાર ૫થી૧૦ કિમી. સુધી સંભળાતા.
મિત્રો આપણા સાદરા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ હતું.સ્કોટ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં વિનુ માંકડ,પોલી ઉમરીગર,મીયાંદાદ ઉપરાંત ગુલામ ગાર્ડ,ટપુ ગોહીલ સાદરાના આ મેદાન માં રમવા આવેલા.(અત્યારે ત્યાં સાર્વજનીક દવાખાનું છે.) ઇ.સ.૧૮૯૪માં માધવલાલ બેરોનેટે શ્રી જક્ષણી માતાજીનુ
પ્રાચીન પતરાવાળું મંદીર બંધાવેલું.ઈ.સ.૧૯૪૩ સુધી મહત્વનાં રાજકીય સ્થળ તરીકે સાદરા જાણીતું હતું.

28/07/2025
સાદરા થી અલુવા જવા સાબરમતી નદી ના પટમાં ૨ દિવસ ની સખત મહેનત કરી કાચો પુલ બનાવવા બદલ સાદરા તાલુકા સીટ ના સદસ્ય શ્રી નિયલભ...
05/11/2019

સાદરા થી અલુવા જવા સાબરમતી નદી ના પટમાં ૨ દિવસ ની સખત મહેનત કરી કાચો પુલ બનાવવા બદલ સાદરા તાલુકા સીટ ના સદસ્ય શ્રી નિયલભાઈ પટેલ તથા મોતીપુરા ગામ ના નાગરિકો ને ખૂબ ખૂબ ધન્યવાદ...

આ સાથે જ તાલુકા સદસ્ય શ્રી નિયલભાઈ પટેલ તરફ થી પાકા પુલ ની કામગીરી ને વહેલી તકે શરૂ કરવાની માંગ સરકાર સમક્ષ કરી છે.

સાદરા ગામ મા મેઘ રાજા   એ અડીંગા જમાવ્યા ...સત્તત પાંચમા દિવસે પણ વરસાદ યથાવત ....
26/07/2017

સાદરા ગામ મા મેઘ રાજા એ અડીંગા જમાવ્યા ...
સત્તત પાંચમા દિવસે પણ વરસાદ યથાવત ....

24/07/2017

*જાહેર ચેતવણી*
સાદરા ગામ ની સાબરમતી નદી મા પાણી નુ સ્તર વધી રહ્યુ હોવા થી તમામ ગ્રામજનો ને જણાવાનુ કે કોઇએ નદી મા ઊતરવુ નહી ......

સાદરા ગામમા સત્તત ૪ કલાક વરસાદ જળસેલાબ ઉમટયુ ..સાદરા ગામ ની ભગોળ મા પાણી થી ખદબદ....
14/07/2017

સાદરા ગામમા સત્તત ૪ કલાક વરસાદ
જળસેલાબ ઉમટયુ ..
સાદરા ગામ ની ભગોળ મા પાણી થી ખદબદ....

03/03/2017

મા અમ્રુતમ્ કાર્ડ
તા.૪:૩:૨૦૧૭
શનીવાર
સવારે ૧૦:૦૦ કલાકે
મા અમ્રુતમ્ કાર્ડ નો કેમ્પ સાદરા ગ્રામ પંચાયત મા રાખેલ છે
તો સેવાસેતૂ મા બાકી રહેલા તમામે બનાવરાવી લેવા

સાદરા ગામ ના ડૉ.હેડ્ગેવાર્ગ માર્ગ (દરજી વાસ ) ની જનતા એ આજે રાત્રે રોડ સાફ કરી સફાઈ અભિયાન હાથ  ધરી સ્વચ્છ ભારત અભિયાન ન...
24/01/2017

સાદરા ગામ ના ડૉ.હેડ્ગેવાર્ગ માર્ગ (દરજી વાસ ) ની જનતા એ આજે રાત્રે રોડ સાફ કરી સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છ ભારત અભિયાન ના ભાગીદાર બન્યા....
આપડુ ગામ સ્વચ્છ ગામ...
સાદરા ગામ સુંદર ગામ...

31/12/2016

સાદરામા સીનિયર સિટીઝન્સ દ્વારા રકતદાન શિબિર...

સીનિયર સિટીઝન્સ કાઉન્સીલ દ્વારા અને ગુજરાત મહાદેવભાઈ દેસાઈ શારીરિક શિક્ષણ સાદરા ના સહયોગ થી સંકુલ મા રકતદાન શિબિર નું આયોજન કરાયુ હતુ.
જેમા રક્તદાન શિબિરમા સંસ્થાના 101 વિધાર્થીઓ રક્તદાન કર્યુ હતુ..

29/12/2016

આજે સાદરા ગ્રામ પંચાયત ની ચૂંટણી નું પરિણામ જાહેર થશે...

Address

Sadra
Ahmedabad
382320

Telephone

+918000051879

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share