Jalpa Jain

Jalpa Jain Let's Connect!

From empowering women with financial literacy to transforming businesses, I blend business, technology, and social work to drive meaningful change through community service.I mentor startups, uplift cooperatives.

Never thought I’d go along with a social media trend, but this one felt more relatable than most.Somewhere between addre...
05/09/2026

Never thought I’d go along with a social media trend, but this one felt more relatable than most.

Somewhere between addressing people from an international stage and sitting in the lanes of the city hearing someone’s own part of the story, I stopped keeping the two versions of me separate.

One day I’m talking about routes and networks. The next, I’m sitting with a woman who just wants to know how to open her first account.

Then there are the days that belong only to my people a beach, a wedding, a road in the mountains.

None of it happens in order, and none of it cancels the rest out.

I just keep showing up as all of it.

એક મહિલા કેટલી શક્તિશાળી હોઈ શકે?છેલ્લા માત્ર 7 મહિનામાં અમે લગભગ 6,500 બહેનો સુધી પહોંચ્યા છીએ.કેવી રીતે?કારણ કે કેટલીક...
03/09/2026

એક મહિલા કેટલી શક્તિશાળી હોઈ શકે?

છેલ્લા માત્ર 7 મહિનામાં અમે લગભગ 6,500 બહેનો સુધી પહોંચ્યા છીએ.

કેવી રીતે?

કારણ કે કેટલીક બહેનો માત્ર પોતે આગળ નથી વધી…
તેમણે બીજી અનેક બહેનોનો હાથ પકડીને તેમને પણ આગળ લાવવાનો સંકલ્પ કર્યો છે.

કોઈએ પોતાના વિસ્તારમાં મહિલાઓની બેઠક યોજી.
કોઈએ ઘરે-ઘરે જઈને વાત કરી.
કોઈએ બહેનોને તાલીમ અને આત્મનિર્ભરતાની તકો વિશે સમજાવ્યું.
અને કોઈએ પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને બીજી બહેનોને આ અભિયાન સાથે જોડી.

આ જ છે સાચી નારી શક્તિ.

“Mission 1001 – Apni Mahila”નો હેતુ માત્ર મહિલાઓને એકત્રિત કરવાનો નથી.

તેમને નવી ઓળખ મળે,
કૌશલ્ય શીખવાની તક મળે,
પોતાના પગ પર ઊભા રહેવાનો આત્મવિશ્વાસ મળે
અને તેઓ પણ બીજી મહિલાઓને આગળ લાવે—એ અમારું લક્ષ્ય છે.

આ સફર 1001 બહેનો ને આત્મનિર્ભર બનાવા સુધી અટકવાની નથી.
અમારો સંકલ્પ લાખો મહિલાઓ સુધી પહોંચવાનો છે.

અને એ ત્યારે જ શક્ય બનશે, જ્યારે એક બહેન બીજી બહેનને કહેશે

“હું આગળ વધી છું, હવે તમે પણ મારી સાથે આગળ વધો.”

આ અભિયાનને આટલી ઝડપથી આગળ વધારનાર બહેનોના સમય, સહયોગ અને સેવાભાવની કદરરૂપે તેમનું સન્માન કરવામાં આવ્યું.

આ માત્ર તેમનું સન્માન નહોતું…
આ એ વિચારનું સન્માન હતું કે

એક નારી આગળ વધે ત્યારે એક પરિવાર આગળ વધે છે.
પણ એક નારી બીજી નારીઓને આગળ લાવે, ત્યારે આખો સમાજ આગળ વધે છે.

તમે પણ તમારી સોસાયટી, વિસ્તાર, મંડળ કે કાર્યસ્થળની બહેનો માટે એક નાની બેઠક યોજી શકો છો.

કદાચ તમારા એક પ્રયાસથી કોઈ બહેનને પોતાની નવી ઓળખ, નવી તક અને આત્મનિર્ભર બનવાનો રસ્તો મળી જાય.

એક બહેનથી શરૂઆત…
હજારો બહેનોનો સાથ…
અને લાખો મહિલાઓને સશક્ત બનાવવાનો સંકલ્પ.

આ સફર હવે અટકવાની નથી. ❤️

“સરકારી કચેરીના ચક્કર ઓછા થાય અને નાગરિકનો સમય બચે, એ પણ વિકાસનું એક સુંદર સ્વરૂપ છે.”મને હંમેશા લાગે છે કે ટેકનોલોજીનો ...
01/09/2026

“સરકારી કચેરીના ચક્કર ઓછા થાય અને નાગરિકનો સમય બચે, એ પણ વિકાસનું એક સુંદર સ્વરૂપ છે.”

મને હંમેશા લાગે છે કે ટેકનોલોજીનો સાચો અર્થ માત્ર Digital બનવું નથી, પરંતુ લોકોનું જીવન સરળ બનાવવું છે.

આજે જાતિ, આવક, નોન-ક્રિમિલેયર, EWS જેવા મહત્વના પ્રમાણપત્રો માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાના દિવસો ધીમે ધીમે પાછળ રહી રહ્યા છે. Sugam Digital જેવી પહેલ એ સામાન્ય નાગરિકના સમય, મહેનત અને સન્માનને કેન્દ્રમાં રાખીને લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ ખૂબ ઉપયોગી છે. કારણ કે એક પ્રમાણપત્ર મેળવવામાં અટવાયેલો સમય હવે તેમના સપનાઓ અને તૈયારી માટે વપરાઈ શકે છે.

મારા માટે સાચું સુશાસન એટલે એવું તંત્ર, જે નાગરિકને પોતાની પાસે બોલાવે નહીં, પરંતુ શક્ય હોય ત્યાં સુધી નાગરિક સુધી પહોંચે.

ડિજિટલ ગુજરાત માત્ર ટેકનોલોજીની વાત નથી…
તે એક એવા ગુજરાતની વાત છે, જ્યાં સુવિધા વધુ નજીક છે અને તકલીફ વધુ દૂર.

Leadership

Raksha Bandhan मेरे लिए हमेशा से बहुत special रहा है। शायद इसलिए कि इस दिन कोई बड़ी planning नहीं चाहिए—बस अपने लोग साथ ...
28/08/2026

Raksha Bandhan मेरे लिए हमेशा से बहुत special रहा है। शायद इसलिए कि इस दिन कोई बड़ी planning नहीं चाहिए—बस अपने लोग साथ हों और दिन अपने-आप meaningful बन जाता है।

इस बार भी वही हुआ—बहुत सारी हँसी, मस्ती, rituals, photos और brothers, sisters और bhabhis के साथ अच्छा-सा family time। जो इस बार साथ नहीं आ पाए, उनकी कमी भी महसूस हुई।

राखी बाँधते समय मेरे मन में कोई बहुत poetic thought नहीं होता। बस genuinely यही wish होती है कि मेरे भाई हमेशा खुश और healthy रहें, और उनकी life में सब अच्छा हो। शायद यही इस festival की सबसे खूबसूरत बात है—एक simple-सी tradition हमें अपने रिश्तों और एक-दूसरे के लिए हमारी care को celebrate करने का मौका देती है।

Festival ka asli maza bas itna hi hai—sab saath hon. ❤️

Happy Raksha Bandhan!

Parents are there from the beginning. A partner enters much later. But a sibling is the one person who witnesses almost ...
28/08/2026

Parents are there from the beginning. A partner enters much later. But a sibling is the one person who witnesses almost every version of you. ❤️

Jinal—तुझे मेरी सारी कमियाँ भी पता हैं और मेरी best side भी. मेरी हर stupid बात, हर डर, हर नया plan, दुनिया की लगभग हर बात… और मेरे हर call का answer हमेशा तू होता है. 😄

तू कभी सामने आकर credit नहीं लेता, but childhood से आज तक मेरे पीछे सबसे quietly और मजबूती से खड़ा रहा है.

And today, the fact that we are also building a business together makes this bond even more special.

मैं हमेशा कहती हूँ—जिस दिन मुझे life का सबसे बड़ा award मिलेगा, उसका credit तुझे दूँगी.

And I truly mean it. ❤️

I don’t think I will ever have enough words for you. I only know that I’m incredibly lucky that my brother, my silent supporter, my forever team—and now my business partner—is you.

Happy Raksha Bandhan, “Bhaiyu”. ❤️

કેટલીક સફળતાઓ માત્ર એક વ્યક્તિની નથી હોતી…એ પાછળ એક વિચાર, એક વિશ્વાસ અને એક તકનો હાથ હોય છે. નિશાબેનની આ સફર મારા માટે ...
27/08/2026

કેટલીક સફળતાઓ માત્ર એક વ્યક્તિની નથી હોતી…
એ પાછળ એક વિચાર, એક વિશ્વાસ અને એક તકનો હાથ હોય છે.

નિશાબેનની આ સફર મારા માટે એવી જ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.

જ્યારે તેઓ કલ્પવૃક્ષમ ગ્લોબલ માં જોડાયા , ત્યારે કદાચ તેમની અંદર રહેલી પોતાની જ ક્ષમતાનો સંપૂર્ણ પરિચય તેમને પણ નહોતો. રસ્તામાં પડકારો આવ્યા, સંકોચ આવ્યો, પણ તેમણે અટકવાનું પસંદ ન કર્યું.

એક તક સ્વીકારી.
પોતાની જાત પર વિશ્વાસ રાખ્યો.
અને આજે એ જ નિશાબેન “Surat Bridal Queen કોમપેટીશન” માં સફળ બનીને ઉભાં છે.

Kalpvruksham Globalના Founder તરીકે મારું હંમેશાથી એક જ સ્વપ્ન રહ્યું છે કે દરેક મહિલાને એવી તક મળે જ્યાં તે પોતાની અંદરની પ્રતિભાને ઓળખી શકે, આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે અને પોતાની એક નવી ઓળખ બનાવી શકે.

નિશાબેનની આ સફર જોઈને આજે ખરેખર ગર્વ થાય છે કે એક નાનું પગલું પણ કોઈ મહિલાના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે.

આ માત્ર એક તાજની વાત નથી.
આ પોતાની જાત પર જીત મેળવવાની વાત છે.
આ આત્મવિશ્વાસની વાત છે.
આ એક ‘સશક્ત નારી’ની વાત છે.

અને આ તો માત્ર શરૂઆત છે…

“સશક્ત નારી ” નામે એક નવી શ્રેણી શરૂ કરી રહી છું, જેમાં આવી જ અનેક મહિલાઓની સફળતા, સંઘર્ષ અને પોતાની જાતને ઓળખવાની સફર તમારી સાથે શેર કરતી રહીશ

નિશાબેન, તમારી સફળતા માટે ખૂબ ખૂબ ગર્વ છે.
તમારી જેમ દરેક મહિલા પોતાના સપનાને એક તક આપે, એ જ મારી સાચી જીત હશે.

તમારી આસપાસની એવી કઈ ‘સશક્ત નારી’ છે, જેના પર તમને ગર્વ છે?
તેનું નામ કોમેન્ટમાં લખો.

#સશક્તનારી 01of100 નારીશક્તિ

મારી એક confession છે—મારું શિક્ષણ ધોરણ ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં થયું છે. અને આ વાત હું કોઈ સંકોચથી નહીં, ખૂબ ગર્વથી કહ...
24/08/2026

મારી એક confession છે—મારું શિક્ષણ ધોરણ ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં થયું છે. અને આ વાત હું કોઈ સંકોચથી નહીં, ખૂબ ગર્વથી કહું છું.

કારણ કે આ જ ભાષામાં ભણીને હું દુનિયા ફરી શકું છું, ૧,૦૦૦થી વધુ લોકો સાથે ચાલતી કંપનીનું નેતૃત્વ કરી શકું છું અને સમાજ માટે કામ કરી શકું છું.

માતૃભાષામાં ભણવું limitation નથી. English આવડવું જરૂરી છે, દુનિયાની દરેક ભાષા શીખવી જોઈએ—but not at the cost of feeling small about Gujarati.

આજે ૨૪ ઑગસ્ટે, કવિ નર્મદની જન્મજયંતી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસે, મારી એક જ વિનંતી છે:

બાળકોને English શીખવીએ, પણ ગુજરાતી બોલતાં શરમાવવું નહીં શીખવીએ.
ઘરમાં ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ અને આપણા શબ્દોને જીવંત રાખીએ.

ગુજરાતીએ મને મૂળ આપ્યાં. દુનિયાએ પાંખો આપી. મને બંને પર ગર્વ છે. ❤️

તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય, તો commentમાં લખજો—જય જય ગરવી ગુજરાત! અને આ post એક ગુજરાતી સુધી જરૂર પહોંચાડજો.

#વિશ્વગુજરાતીભાષાદિવસ #ગુજરાતીભાષાદિવસ #ગુજરાતી #માતૃભાષા #જયજયગરવીગુજરાત GujaratiPride GujaratiLanguageDay GarviGujarat JalpaJain

Behind my ten plans, endless dreams and slightly crazy pace is one man who never asks me to slow down—he simply walks be...
23/08/2026

Behind my ten plans, endless dreams and slightly crazy pace is one man who never asks me to slow down—he simply walks beside me Rishabh Garg ❤️

Address

Gujarat
Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jalpa Jain posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share