Ahmedabad National Bookfair

Ahmedabad National Bookfair To develop quality reading culture in Ahmedabad is our Mission. Books on discounted rate were a special attraction last year.
(208)

WELCOME TO THE
“AMDAVAD NATIONAL BOOK FAIR-”: 1ST TO 7TH MAY

Flashback of Amdavad National Book Fair:

For last 6 years Amdavad National Book Fair is very successful event and we are planning to do the event more interesting and successful from the previous year.
• Organized with sync with ‘Vanche Gujarat’ mission of Government of Gujarat, Ahmedabad Municipal Corporation and with participation of

Gujarat Prakashak Mandal and publishers from all over the nation.
• The event held since 2012 from 1st May to 7th May every year and has become a major event for books lovers and also for publishers.
• Last year it was held on Gujarat University Exhibition and convention centre a fully Air conditioned venue with spacious parking and adjacent to a prominent BRTS route.

• Amadavad National Book Fair 2015 presented like annual festival for the different dimensions of literature and for the visitors.
• ‘Rang Rang Vadaliya’ a week long children programme added a special attraction last year.
• Gyan Ganga and Triveni: Sur, Shabd, Taal are 7 day confluence of literature, entertainment through music, art and culture.
• Inspirational talks for youth and also focus on women empowerment, poetry competition, Gujarati drama, music are also organized last year.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત પુસ્તકમેળો અને તેના અતરંગ સૈફ સાહેબ અને બેફામ સાહેબની ગઝલોની રજૂઆત કરવાનો સુ...
02/02/2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત પુસ્તકમેળો અને તેના અતરંગ સૈફ સાહેબ અને બેફામ સાહેબની ગઝલોની રજૂઆત કરવાનો સુંદર અનુભવ થયો. સુંદર આયોજન અને રજૂઆતથી અમે સર્વે કલાકારો ખૂબ પ્રભાવિત થયા છીએ. આવા સુંદર અને પ્રેરણાદાઈ આયોજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું રહે તેવી શુભેચ્છા. આજે એ અનુભવ્યું કે આજની યુવાપેઢી હાજર રહી ને ગુજરાતી કવીતા માણી તેમ માણતા જાણતા રહે તેવી અભ્યર્થના.
- નૈનેશ જાની
At 9th Vibrant Amdavad National Book Fair
7 JAN 2024

આપણે ત્યાં લખ ચોરાસીના ફેરા અને આ ભવસાગરને એવા શબ્દો એટલે જ  આવ્યા હશે કે જિંદગી, આ પૃથ્વી આ સંસારને માણવા માટે 80-100-2...
01/02/2024

આપણે ત્યાં લખ ચોરાસીના ફેરા અને આ ભવસાગરને એવા શબ્દો એટલે જ આવ્યા હશે કે જિંદગી, આ પૃથ્વી આ સંસારને માણવા માટે 80-100-200 વરસ તો ટૂંકા પડે. એના માટે તમારે 84 લાખ વખત આવવું પડે પછી તમને ખબર પડે કે જીવન કેવું છે. જીવનના રંગો કેવા છે. પણ જો તમે સાહિત્યના પ્રેમમાં હોવ તો એક જિંદગીમાં તમે અનેક જિંદગી માણી શકો. એટલે સાહિત્ય મને ગમે છે.
- જય વસાવડા
At 9th Vibrant Amdavad National Book Fair
12 JAN 2024


Jay Vasavada only JV

સુંદર આયોજન સંસ્કૃતિ તેમજ સંસ્કારને જાળવવાનો આ પ્રયાસ છે. નવયુવાનોને સાહિત્ય સાથે જોડવા માટેની ઉત્તમ વ્યવસ્થા.મહાનગરપાલિ...
01/02/2024

સુંદર આયોજન સંસ્કૃતિ તેમજ
સંસ્કારને જાળવવાનો આ પ્રયાસ છે.
નવયુવાનોને સાહિત્ય સાથે જોડવા
માટેની ઉત્તમ વ્યવસ્થા.
મહાનગરપાલિકાના તમામ કર્તાહર્તા
અને કર્મયોગીઓને શુભકામના.
- વી.એસ. ગઢવી
At 9th Vibrant Amdavad National Book Fair
8 JAN 2024

લેખનના જે બધા પ્રકારો છે એ બધા એક સરખા નથી. જે રીતે નિબંધ કે કાવ્ય લખાય એ રીતે નાટક ના લખાય. કાવ્ય નાટકમાં આવી શકે. કાવ્...
31/01/2024

લેખનના જે બધા પ્રકારો છે એ બધા એક સરખા નથી.
જે રીતે નિબંધ કે કાવ્ય લખાય એ રીતે નાટક ના લખાય.
કાવ્ય નાટકમાં આવી શકે.
કાવ્યને નાટકમાં આવવું હોય તો નાટકની શરતે આવવું પડે.
એને નાટ્યાત્મક થવું પડે.
- સતીશ વ્યાસ
At 9th Vibrant Amdavad National Book Fair
10 JAN 2024

ગઝલમાં શું ના હોવું જોઈએ એના અંગેની ગઝલ...કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને...કલાની સત્ય પર સરસાઈ તો આવી નથી ગઈ ન...
31/01/2024

ગઝલમાં શું ના હોવું જોઈએ એના અંગેની ગઝલ...
કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને...
કલાની સત્ય પર સરસાઈ તો આવી નથી ગઈ ને...
ને સરળ છું ને સરળ રીતે જ મારે વાત કહેવી છે.
સુભાષિતના સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને...
ને લખીને બે ઘડી રોકાવ છું એટલું જોવા...
કે ભૂલથી લોહીમાં શાહી તો આવી નથી ગઈ ને...
- સૌમ્ય જોશી
At 9th Vibrant Amdavad National Book Fair
9 JAN 2024

30/01/2024
અમદાવાદ જેવા વ્યાપારિક પ્રવૃત્તિઓ માટે જાણિતા નગરને સાહિત્યિક ઓળખ આપવાનું શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાય છે. ...
30/01/2024

અમદાવાદ જેવા વ્યાપારિક પ્રવૃત્તિઓ માટે જાણિતા નગરને સાહિત્યિક ઓળખ આપવાનું શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાય છે. દર વર્ષે યોજાતા નેશનલ બુકફેરનું આ નવમું વર્ષ છે. સાતત્યપૂર્ણ રીતે આ બુકફેરનું આયોજન કરવા બદલ અ.મ્યુ.કો.ને અને ખાસ કરીને આ ફેર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન.
- કવિ હર્ષ બ્રહ્મભટ્ટ
At 9th Vibrant Amdavad National Book Fair
10 JAN 2024
Watch Full Video on Youtube
https://youtu.be/IjOrt_Wx0T4

એક જ પળમાં પહાડ પીગળશે, તું ગુજરાતી બોલ.  સઘળા ઝરણાંઓ ખળભળશે, તું ગુજરાતી બોલ.  ટેસ્ટ બધાયે ભૂલી જઈશ તું, બીજી, ત્રીજી પ...
30/01/2024

એક જ પળમાં પહાડ પીગળશે,
તું ગુજરાતી બોલ.
સઘળા ઝરણાંઓ ખળભળશે,
તું ગુજરાતી બોલ.
ટેસ્ટ બધાયે ભૂલી જઈશ તું,
બીજી, ત્રીજી પળમાં,
મોંમાં મધની નદિયું મળશે,
તું ગુજરાતી બોલ.
- કવિ રક્ષા શુક્લ
At 9th Vibrant Amdavad National Book Fair
8 JAN 2024
Watch Full Video on Youtube
https://youtu.be/e7r05l1Emic

સાહિત્ય મને શા માટે ગમે છે?માણસ ઈશ્વર પાસે જાય ત્યારે કંઈક ને કંઈક ઇચ્છે છે, કંઈક માંગે છે, કંઈક વરદાન ઈચ્છે. પણ હું માન...
29/01/2024

સાહિત્ય મને શા માટે ગમે છે?
માણસ ઈશ્વર પાસે જાય ત્યારે કંઈક ને કંઈક ઇચ્છે છે,
કંઈક માંગે છે, કંઈક વરદાન ઈચ્છે. પણ હું માનુ છું કે, સાહિત્ય એ
મનુષ્ય જાતિને વણમાંગે મળેલું મોટું વરદાન છે.
- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
At 9th Vibrant Amdavad National Book Fair
11 JAN 2024
Watch Full Video on Youtube
https://youtu.be/u4r5_ZcgWmY

ડગુમગુ કે દંડવત ના થાતી ભાષાહોંકારા પડકારા કરતી ગાતી ભાષાને એક એક અક્ષરમાં આવે મહેક મજાની ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષ...
29/01/2024

ડગુમગુ કે દંડવત ના થાતી ભાષા
હોંકારા પડકારા કરતી ગાતી ભાષા
ને એક એક અક્ષરમાં આવે મહેક મજાની
ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા
- કવિ હરદ્વાર ગોસ્વામી
At 9th Vibrant Amdavad National Book Fair
8 JAN 2024
Watch Full Video on Youtube
https://youtu.be/e7r05l1Emic

જે નથી ઉતરી કાગળ પર એ જ પંક્તિ હજુ સુધી મને લખાવે છે.રાહ જોવાની હોય છે, પ્રતીક્ષા કરવાની હોય છે. તે પંક્તિ આવી કે નહિ અન...
28/01/2024

જે નથી ઉતરી કાગળ પર
એ જ પંક્તિ હજુ સુધી મને લખાવે છે.
રાહ જોવાની હોય છે, પ્રતીક્ષા કરવાની હોય છે. તે પંક્તિ આવી કે નહિ અને દરેક પંક્તિ આવે ત્યારે એમજ થાય કે, હા હવે આવી ગઈ. પણ આવે એ ભેગી છટકીને જતી રહે. નદીમાં સ્નાન એક જ વાર થઇ શકે બીજીવાર સ્નાન કરો ત્યારે તમે જેમાં પડ્યા હોય એ પાણી તો આગળ નીકળી ગયું હોય છે.
- વિનોદ જોશી
At 9th Vibrant Amdavad National Book Fair
12 JAN 2024
Watch Full Video on Youtube
https://youtu.be/_vzvz-s8GGg

અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળો...આજના સોશ્યલ મિડિયા યુગમાં મુદ્રિત શબ્દનું મહત્વ અને મૂલ્ય સાર્થક કરે છે. ઉત્તમ પુસ્...
28/01/2024

અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળો...
આજના સોશ્યલ મિડિયા યુગમાં મુદ્રિત શબ્દનું મહત્વ અને મૂલ્ય સાર્થક કરે છે. ઉત્તમ પુસ્તકો જે ક્યારેક સમયના અભાવે અથવા પ્રકાશન અમદાવાદની બહાર કે વિશ્વના કોઈ ખૂણે હોવાને કારણે નથી મેળવી શકાતાં ! એ પુસ્તકો GMDCના ગ્રાઉન્ડ ઉપર પુસ્તકમેળામાં સામેથી ભેટવા આવતા મિત્રો જેવા લાગે છે...
વૃક્ષ આપણને રુક્ષ થતા બચાવે છે
એમ જ પુસ્તકો આપણને
પસ્તી થતાં બચાવે છે.
- કવિ અંકિત ત્રિવેદી
At 9th Vibrant Amdavad National Book Fair
12 JAN 2024
Watch Full Video on Youtube
https://youtu.be/_vzvz-s8GGg

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad National Bookfair posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ahmedabad National Bookfair:

Share