10/09/2026
શબ્દોનું શહેર અમદાવાદ l અનિલ ચાવડા, કવિ-લેખક
અમદાવાદ…
એક એવું શહેર, જેને વેપાર અને વિકાસના શહેર તરીકે આપણે સૌ ઓળખીએ છીએ… પરંતુ અમદાવાદ માત્ર વેપારનું શહેર નથી.
“એક એવું શહેર…જેની પોળોમાં ઇતિહાસ છે…જેની હવામાં સંસ્કૃતિ છે…અને જેના હૃદયમાં વસે છે… શબ્દો…”“આ છે અમદાવાદ…શબ્દોનું શહેર…“અને જ્યારે શબ્દો, અનુભૂતિ અને સંવેદનાઓ સાથે મળે છે…ત્યારે જન્મે છે સર્જન…”.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત થનારા, અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ–૨૦૨૬ના આયોજન પૂર્વે, અમે લઈને આવ્યા છીએ એક વિશેષ ટોક -શો સિરીઝ — “શબ્દોનું શહેર… અમદાવાદ”
આ શહેરે ગુજરાતી ભાષા, સાહિત્ય, કલા અને સંસ્કૃતિને અનેક સર્જકો, વક્તાઓ, કલાકારો, આપ્યા છે. આ સીરીઝમાં આપણે વાત કરીશું, શબ્દોના ચાહકો, વાહકો અને સર્જકો સાથે... એમની જર્ની વિષે અને અમદાવાદના સાહિત્ય વારસા વિષે...
“આજના આપણા મહેમાન છે “ગઝલકાર… કવિ… વાર્તાકાર… નવલકથાકાર…નિબંધકાર… અનુવાદક અને સંપાદક…” શ્રી અનીલ ચાવડા “ગામ કારેલા…તાલુકો લખતર…જિલ્લો સુરેન્દ્રનગર…” અને હાલ અમદાવાદ... “વતનની માટીમાંથી નીકળેલી સફર…વર્ષ ૨૦૦૦-૦૧માં અભ્યાસ માટે અમદાવાદ સુધી પહોંચી…અને પછી અમદાવાદ જ તેમની સર્જનયાત્રાનું કર્મસ્થળ બની ગયું…”
“ ગઝલસંગ્રહ ‘સવાર લઈને અને ‘ઘણું બધું છે, વાર્તા સંગ્રહ ‘એક હતી વાર્તા, નિબંધસંગ્રહ ‘મીનિંગફુલ જર્ની’… નવલકથા ‘રેન્ડિયર્સ’… અને ‘શિખંડી’ જેવી કૃતિઓ દ્વારાતેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.”
“ગુજરાત સમાચારના લોકપ્રિય કૉલમ ‘અંતરનેટની કવિતા’ દ્વારા પણ તેઓ સતત વાચકો સાથે જોડાયેલા રહ્યા છે.” “વીસ કરતાં વધુ પુસ્તકોના અનુવાદ…અને અનેક પુસ્તકોના સંપાદન દ્વારા તેમની સર્જનાત્મક સફર વધુ વિસ્તરી છે.”
“તેમની કવિતાઓ આજે ગુજરાતની સ્કૂલ અને કૉલેજની ટેક્સ્ટબુકમાં પણ ભણાવવામાં આવે છે.”
“તેમની સર્જનપ્રતિભાને અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા છે… જેમાં દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ… ગુજરાત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર… INTનો શયદા પુરસ્કાર…રાવજી પટેલ પુરસ્કાર…તખ્તસિંહ પરમાર એવોર્ડ…અશોક હર્ષ સન્માન…શિકાગો આર્ટ સર્કલનો સ્પેશ્યલ રેકોગ્નાઇઝેશન એવોર્ડ અને શ્રેષ્ઠ કવિ તરીકે પારસચંદ્રકનો સમાવેશ થાય છે.”
AMC-Amdavad Municipal Corporation
National Book Trust, India
CMO Gujarat
PMO India
અમદાવાદ… એક એવું શહેર, જેને વેપાર અને વિકાસના શહેર તરીકે આપણે સૌ ઓ...