Shri Samast Maru Kansara Kelavani Uttejak Mandal

Shri Samast Maru Kansara Kelavani Uttejak Mandal Home page of Maru Kansara Community for India and abrode powered by : Shri Samast Maru Kansara Kelavani Uttejak Mandal, Jamnagar

Educational Trust for helping Maru Kansara Community Students across the India.

સંસ્થાના સ્કોલર વિદ્યાર્થી શ્રી આદિત્ય હિતેશભાઈ કંસારા કે જેમણે M. Tech. નો અભ્યાસક્રમ IIT બોમ્બેથી કરેલ છે તેમને આજરોજ ...
21/12/2025

સંસ્થાના સ્કોલર વિદ્યાર્થી શ્રી આદિત્ય હિતેશભાઈ કંસારા કે જેમણે M. Tech. નો અભ્યાસક્રમ IIT બોમ્બેથી કરેલ છે તેમને આજરોજ ગત વર્ષે જ અભ્યાસ પૂર્ણ કરેલો અને ચાલુ વર્ષે એપલ કંપનીમાં તેમને પ્રથમ જોબ મળતા તેમના પ્રથમ પગારથી જ કેળવણી મંડળની સંપૂર્ણ લોન ₹2,50,000 એટલુંજ નહીં પણ સાથે રૂપિયા 5000 ડોનેશન પણ ઉમેરી આજરોજ શ્રી સૌરાષ્ટ્ર મારુ કંસારા મંડળ અમદાવાદના ફંકશનમાં શ્રી સમસ્ત મારુ કંસારા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કંસારાને ચેક આપી લોન પરિપૂર્ણ કરેલ છે શ્રી આદિત્ય ભાઈ ઉતરોતર પ્રગતિ કરતા રહે અને આવી જ રીતે સમાજનું નામ રોશન કરતા રહે તેવી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા

સંસ્થાના સ્કોલર શ્રી માલવ જયેશભાઈ સોલંકી જામનગર તરફથી રૂપિયા 33,000 લૉન પરત તથા 2,000 શુભેચ્છા ભેટ અને તેના ભાઈ શ્રી દર્...
15/11/2025

સંસ્થાના સ્કોલર શ્રી માલવ જયેશભાઈ સોલંકી જામનગર તરફથી રૂપિયા 33,000 લૉન પરત તથા 2,000 શુભેચ્છા ભેટ અને તેના ભાઈ શ્રી દર્શિતભાઈ જયેશભાઈ સોલંકી તરફથી 13,500 લોન પરત અને 1,500 શુભેચ્છા ભેટ સ્વરૂપે એમ કુલ રૂપિયા 50,000 એક જ વનશોટ પેમેન્ટમાં મળેલ છે તે બદલ તેઓશ્રી નો ખુબ ખુબ આભાર. શ્રી માલવભાઈ હાલ વનતારા જે રિલાયન્સનો જામનગર ખાતે નો સુપ્રસિદ્ધ પ્રોજેક્ટ છે તેમાં ટ્રાવેલ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમજ શ્રી દર્શનભાઈ હોલીડે એક્સપ્રેસમાં ફોરેક્સ એક્ઝિક્યુટિવનું કામકાજ સંભાળે છે બંને ભાઈઓ તેમની કારકિર્દીમાં ખુબ ખુબ સફળ થાય તેવી મંડળ તરફથી શુભેચ્છા.

આપણી જ્ઞાતિ ના સ્કોલર શ્રી ધ્રુમિલ મેહુલભાઈ સોલંકી, ગોંડલ કે જેમણે એરોનેટિકલ એન્જિનિયરિંગ નો ઉચ્ચ અભ્યાસ કરેલ છે તેમણે બ...
06/11/2025

આપણી જ્ઞાતિ ના સ્કોલર શ્રી ધ્રુમિલ મેહુલભાઈ સોલંકી, ગોંડલ કે જેમણે એરોનેટિકલ એન્જિનિયરિંગ નો ઉચ્ચ અભ્યાસ કરેલ છે તેમણે બહુ જ ટૂંકા ગાળામાં મંડળ ને રૂપિયા 75,000 ની લોન સ્કોલરશીપ પરત કરી અને એક આદર્શ ઉદાહરણ આપેલ છે તેમનો ખૂબ ખૂબ આભાર. શ્રી ધ્રુમિલભાઈ હાલ માં Indigo airlines મા 'EFB & Technical Publications' Department પોતાની ફરજ બજાવી રહ્યા છે. શ્રી ધ્રુમિલભાઈ તેમના કારકિર્દીમાં ઉચ્ચતમ સેવાના ધોરણો જાળવી અને ઉતરોતર પ્રગતિ કરતા રહે અને આપણા સમાજનું ગૌરવ વધારે તેવી મંડળ તરફથી હાર્દિક શુભેચ્છા.

20/10/2025
શ્રી સમસ્ત મારુ કંસારા કેળવણી ઉત્તેજક મંડળ જામનગરના અત્યંત ઉત્સાહી અને યુવા કાર્યકર શ્રી મનીષભાઈ ભરતભાઈ કંસારા નો આજ જન્...
22/09/2025

શ્રી સમસ્ત મારુ કંસારા કેળવણી ઉત્તેજક મંડળ જામનગરના અત્યંત ઉત્સાહી અને યુવા કાર્યકર શ્રી મનીષભાઈ ભરતભાઈ કંસારા નો આજ જન્મદિવસ છે તેમના તરફથી શ્રી સમસ્ત મારુ કંસારા કેળવણી ઉત્તેજક મંડળ માં જન્મદિવસ શુભેચ્છા ફાળો પ્રતિદિન રૂપિયા 1 લેખે કુલ 365/- પ્રાપ્ત થયેલ છે. શ્રી મનીષભાઈ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા.

શ્રી મનીષભાઈ નો આ વિચાર ખરેખર ઉમદા છે આપણે દરેક મેમ્બર ભાઈ બહેનો એમના જન્મદિવસે સંસ્થા ને ફુલ નહિ તો ફુલ ની પાંખડી સ્વરૂપ જે કોઈ ફાળો અપાય તેની અત્રે થી નોંધ લઈશું અને તેનો ઉપયોગ વિધાર્થીઓ ના વિકાસ માં ઉપયોગ કરીશું.

સંસ્થા ના સ્કોલર શ્રી પિંકેશ પરમાર એ રાજકોટ દ્વારા ખૂબ ટૂંકા ગાળા માં રૂપિયા 40,000/- અને કુલ રૃપિયા 93,000/- પરત કરી જ્...
04/09/2025

સંસ્થા ના સ્કોલર શ્રી પિંકેશ પરમાર એ રાજકોટ દ્વારા ખૂબ ટૂંકા ગાળા માં રૂપિયા 40,000/- અને કુલ રૃપિયા 93,000/- પરત કરી જ્ઞાતિ માં એક આદર્શ ઉદાહરણ બની ગયા છે. તેઓ શ્રી એક સિવિલ એન્જિનિયર (B.E. 2017) એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. અને BIM વર્કફ્લો, રેવિટ સ્ટ્રક્ચર, ઓટોકેડ અને પ્રિકાસ્ટ ડિટેલિંગમાં નિષ્ણાત છે, અને હાલમાં કેનેડિયન ક્લાયન્ટને રિમોટલી સપોર્ટ કરી રહ્યા છે. તેમણે ઉત્તર અમેરિકા, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં પ્રોજેક્ટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર પણ મેળવ્યું છે, જે ટીમોને કાર્યક્ષમ અને ચોક્કસ માળખાકીય ઉકેલો પહોંચાડવામાં મદદ કરે છે. શ્રી પિંકેશ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને જ્ઞાતિ નું ગૌરવ વધારતા રહે તેવી હાર્દીક શુભેચ્છા 💐

સંસ્થા ના પૂર્વ ખજાનચી ટ્રસ્ટી અને પાયા ના કાર્યકર જામનગર નિવાસી શ્રી  હેમતલાલ કલ્યાણજી પરમાર આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે...
03/08/2025

સંસ્થા ના પૂર્વ ખજાનચી ટ્રસ્ટી અને પાયા ના કાર્યકર જામનગર નિવાસી શ્રી હેમતલાલ કલ્યાણજી પરમાર આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રભુ સદગત્ ના આત્માને ચીરકાળ શાંતિમય વૈકુંઠવાસ આપે અને સ્નેહિજનોને આ વિદાય વિનમ્રભાવે સ્વીકારવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

જય શ્રી કૃષ્ણ

🕉️🌹🙏🌷🕉️

જામનગર કંસારા જીવણદાસ પ્રેમજીભાઈ પરિવાર માં આપણા જામનગર ના સક્રિય કારોબારી સભ્ય શ્રી પિયુષભાઈ જયસુખભાઈ નો પુત્ર ચી. પરમ ...
16/05/2025

જામનગર કંસારા જીવણદાસ પ્રેમજીભાઈ પરિવાર માં આપણા જામનગર ના સક્રિય કારોબારી સભ્ય શ્રી પિયુષભાઈ જયસુખભાઈ નો પુત્ર ચી. પરમ ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષામાં ૯૧% તથા ૯૮.૮૫ પર્સેન્ટાઇલ માર્કસ મેળવી ઉતીર્ણ થયેલ છે. ચી પરમ ને ખુબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છા 💐

રાજકોટ નિવાસી કંસારા ગોકળદાસ ત્રિભોવનદાસ પરમાર ફેમિલી માં હિરેનભાઈ ના સુપુત્રી ચી. પ્રિશા એ 97.2 % સાથે 12th કોમર્સ માં ...
15/05/2025

રાજકોટ નિવાસી કંસારા ગોકળદાસ ત્રિભોવનદાસ પરમાર ફેમિલી માં હિરેનભાઈ ના સુપુત્રી ચી. પ્રિશા એ 97.2 % સાથે 12th કોમર્સ માં જ્વલંત સફળતા મેળવેલ છે. સંસ્થા વતી તેમણે ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છા 💐

https://www.instagram.com/reel/DJo59NcxKVQ/?igsh=ZDk3dnpkOGw5M2Nl

સર્વે જ્ઞાતિજનો, આપ સર્વે જાણો છો તે રીતે મંડળને આપવામાં આવતું દાન ઇન્કમટેક્સના ધારા 80જી મુજબ  કપાતને પાત્ર છે. આપ શ્રી...
24/03/2025

સર્વે જ્ઞાતિજનો,

આપ સર્વે જાણો છો તે રીતે મંડળને આપવામાં આવતું દાન ઇન્કમટેક્સના ધારા 80જી મુજબ કપાતને પાત્ર છે. આપ શ્રી અથવા આપના પરિવારમાંથી કે મિત્ર મંડળ માંથી કોઈપણ જે આ માર્ચ માસ દરમિયાન ઇન્કમટેક્સ કપાતને પાત્ર હોય તેમને નમ્ર વિનંતી કે મંડળના વિદ્યાર્થીઓના હિતમાં પોતાનો કિંમતી ફાળો આ સાથેના ક્યુ આર કોડને સ્કેન કરી જમા કરાવી શકે છે તો અમે તેમના માટે સર્ટિફિકેટની વ્યવસ્થા કરી આપીશું.

જે વિદ્યાર્થીઓ પોતાની લોન-સ્કોલરશીપ પરત કરવા ની બાકી હોય તેઓ પણ આ ક્યુ આર કોડ સ્કેન કરી અને રકમ જમા કરાવી શકે છે.

પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટ નો સ્ક્રીનશોટ શ્રી મનીષભાઈ કંસારાને મોકલી આપશો જેથી આગળની વ્યવસ્થા પહોંચ માટેની અને સર્ટિફિકેટ માટેની કરી શકાય.

જામનગર નિવાસી કંસારા મણિલાલ હીરજીભાઈ સોલંકી પરિવારમાં શ્રી પ્રદીપભાઈ ની સુપુત્રી હેતવીબેનજાન્યુઆરી 2025 માં ચંદીગઢ ખાતે ...
23/01/2025

જામનગર નિવાસી કંસારા મણિલાલ હીરજીભાઈ સોલંકી પરિવારમાં શ્રી પ્રદીપભાઈ ની સુપુત્રી હેતવીબેન
જાન્યુઆરી 2025 માં ચંદીગઢ ખાતે યોજાયેલ All India Inter University Championship માં 10m એર રાઈફલ શુટિંગ ઇવેન્ટમાં ભાગ લીધેલ જેમાં 654 માં થી 510.8 પોઇંટસ મેળવેલ છે. હેતવીબેન આપણી જ્ઞાતિ માટે આ નવીનતમ સ્પોર્ટ્સમાં ઉતરોતર પ્રગતિ કરે અને જ્ઞાતિનું ગૌરવ વધારે તેવી હાર્દિક શુભેચ્છા.

સંસ્થાના સ્કોલર અને જેતપુર નિવાસી શ્રી ધ્રુવ જીતેન્દ્રભાઈ ગુજરાતી તે શ્રી જીતેન્દ્રભાઈ પ્રવીણચંદ્ર ગુજરાતીના સુપુત્ર એમએ...
07/01/2025

સંસ્થાના સ્કોલર અને જેતપુર નિવાસી શ્રી ધ્રુવ જીતેન્દ્રભાઈ ગુજરાતી તે શ્રી જીતેન્દ્રભાઈ પ્રવીણચંદ્ર ગુજરાતીના સુપુત્ર એમએસસી એપ્લાયડ ફિઝિક્સમાં વડોદરા ની વિખ્યાત એમ. એસ. યુનિવર્સિટી માંથી ચાન્સેલર રાજમાતા શ્રી શુભાંગીની રાજે ગાયકવાડ ના શુભ હસ્તે બે ગોલ્ડ મેડલ મેળવી સંસ્થા અને સમાજનું ગૌરવ વધારેલ છે શ્રી ધ્રુવભાઈને ખુબ ખુબ અભિનંદન અને ઉત્તરોતર આવી જ રીતે પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભેચ્છા.

Address

1915, Hira Gandhi Ni Pol, Mandvi Ni Pol, Manek Chowk
Ahmedabad
380001

Telephone

+919374645669

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Samast Maru Kansara Kelavani Uttejak Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Samast Maru Kansara Kelavani Uttejak Mandal:

Share