07/05/2024
જેલમાં રહેલા કેદી વોટ આપી શકે?
વોટનો અધિકાર અને અંડર ટ્રાયલ કેદીના અધિકારો.
વોટ આપવોએ દેશના તમાંમ નાગરિકોનું પ્રથમ કર્તવ્ય છે. અને ગુજરાતમાં કેદીઓના અધિકાર અન્વયે, ઇતિહાસમાં પ્રથમ વાર એક સાબરમતી જેલમાં રહેલા કેદીને મત આપવાનો હુકમ તા. 06/05/2024ના રોજ અમદાવાદની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો.
એક અંડર ટ્રાયલ કેદીને નાગરિક તરીકે વોટ આપવાના અધિકાર / હકના કારણસર આરોપી તરફે સિનિયર એડવોકેટ પિયુષભાઈ જાદુગર દ્વારા વચગાળાની જામીન અરજી કરતા, કેદીના મત આપવાના અધિકારને સિટી સિવિલ કોર્ટના વિ. જજીસ શ્રી દ્વારા ફકત વોટિંગ કરવા માટેના વચગાળાના સ્પેશિયલ જામીન CRMA-S ૩૨૧૭ /૨૦૨૪ ની ઉપર હુકમ કરી લોકસભા ચૂંટણી -૨૦૨૪માં આવતીકાલ તા. ૭/૫/૨૦૨૪ના રોજ સાબરમતી જેલમાંથી, કેદીને મતદાન કરવાના પોતાના હક અધિકારનો ઉપયોગ કરી શકે તે સારું જામીન મંજૂર કર્યા હતા.
કોઈની ઉપર સાચો કે ખોટો કેસ થાય, અને તેને જેલમાં મોકલવામાં આવે, તો તેની સ્વતંત્રતા તો છીનવાય છે. કેસ ચાલતો નથી. અને જેલવાસ લંબાયે જાય છે. પરંતુ તેના વોટ કરવાના અધિકારનું શું થતું હોય છે. ક્યારેક આપણે જોઈએ છે કે લતીફ જેલમાં બેસીને પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે. જીતી પણ શકે છે. પણ તેને વોટ આપનાર કેદી જેલમાં હોય તો વોટ આપવા જઈ શકે ?
પ્રશ્ન ચોક્કસ કાયદાનો, વકીલો અને જજોના અર્થઘટણનો હોય છે. પણ સામાન્ય કેદી કે જેને જામીન કરવાના, વકીલ રોકવાના, કે પોતાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા તે અંગે વિચારવામાં અને તેની વ્યવસ્થા કરવામાં જ તેના કયા ક્યાં કેદીઓના અધિકારો છે તે જાણવા નો સમય જ નથી રહેતો.
એક સામાન્ય વ્યક્તિ, જે દેશનો નાગરિક/ વોટર ગણાય છે, જે લોકશાહીનો પ્રાણ ગણાય. જે વડાપ્રધાનને પણ ચુટી શકે, ધારાસભ્યને પણ ચુટી શકે, કોર્પોરેટરને પણ ચૂંટી શકે, સરપંચને પણ ચુંટી શકે છે. લોકશાહીમાં સર્વે સર્વા મતદાર કહેવાય છે. લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં જેના વોટ વધારે તે જીતે છે. તે મતદાતાની ઉપર જો કોઈ કેસ થાય અને તેને કાચાકામના કેદીને / ટ્રાયલ જેની બાકી છે તેને જેલમાં પૂરવામાં આવે તો તેને મતદાન કરવાનો હક છે કે નહીં.?
અમદાવાદમાં સીટી સિવિલ કોર્ટમાં આ બાબતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી પ્રશ્ન ઉપસ્થિત કરતા, પિયુષભાઈ જાદુગર એડવોકેટ દ્વારા કાયદાની જુદી જુદી જોગવાઈઓ ધ્યાને લઇ નામદાર કોર્ટનું ધ્યાન દોરેલ. મત આપવાનો અધિકાર પાચ વર્ષે એક વાર આવે છે. જો તે આ ચૂંટણીમાં મત ના આપી શકે તો મતદારને ફરી આ તક મળશે નહિ. આરોપીને તેનો મત આપવાનો અધિકાર લોકશાહીમાં ખુબ અગત્યનો છે. અને જાગૃત નાગરિકો મતદાન અચૂક કરે જ છે.
હાલના આરોપી ઉપર ગંભીર કેસો હોવા છતાં તે કાયદા મુજબ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આરોપીને સજા ન ફટકારે ત્યાં સુધી તે નિર્દોષ જ ગણાય અને આથી અંડર ટ્રાયલ કેદીને, મતદાર તરીકે, મળવાપાત્ર મત આપવાના તમામ હક અને અધિકારો છીનવાતા નથી. આથી જેલમાં રહેલ કેદી, જ્યુડીશિયલ કસ્ટડીમાં કહેવાય, પોલીસ કસ્ટડીમાં કે સજાપાત્ર ગુનેગાર ગણાય નહીં.
બંધારણની જોગવાઈ, આમુખ અને આર્ટીકલ 14 અને 326 ને ધ્યાને લેતા તેમજ ધી રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ,1951 ની કલમ-62 (5) ને ધ્યાનમાં લેતા મતદાન કરવું એ લોકશાહીમાં ખૂબ જ અગત્યની ફરજ છે. અને જ્યારે ઉમેદવાર પોતે મતદાન કરવા ઈચ્છતો હોય તો તેને મતદાન કરતા અટકાવી શકાય નહીં. તેના મતદાનના અધિકારને છીનવી શકાય નહીં અને આથી અંડર ટ્રાયલ કેદીને પણ મતદાન માટે મત આપવા માટે વ્યવસ્થા કરવી જોઈએ અને જામીન મળવા જોઈએ તે જોગવાઈઓ ના આધારે આ અરજી કરવામાં આવી હતી અને નામ. કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
ધારાસભામાં અને સંસદમાં જો કોઈ અવિશ્વાસનો મત લેવાનો હોય ત્યારે કે કટોકટીની પરિસ્થિતિમાં ધારાસભ્ય કે સંસદ સભ્ય ગુના સબબ જો જેલમાં હોય તો ત્યાંથી પણ વોટ કરવા માટે લાવવામાં આવતા હોય તો અન્ડર ટ્રાયલ કેદીના / સામાન્ય નાગરિકને પણ એટલા જ અધિકારો રહેલ છે, સજા નહિ પામેલ આરોપી ભેદભાવને પાત્ર નથી.
એક આરોપી વિદ્યાર્થી હોય તેને પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મળે છે, કોઈની આરોપીની પત્ની બીમાર હોય કે પતિ બીમાર હોય કે ઘર ઉપર મુશ્કેલી આવે તો તેને કેસના ગુણદોષ પ્રમાણે વચગાળાના જામીન મળે છે. અનેક કારણસર વ્યક્તિગત વચગાળાના જામીન મળે છે.
ઇવન સરકાર પણ એક વોટ મેળવવા સારુ ગુજરાતમાં અડધો ડઝન સરકારી માણસોને રોકી ગુજરાતમાં સ્પેશિયલ જંગલમાં જઈને એક સાધુનો વોટ લેવા માટે મતદાન મથક પણ ઊભું કરે છે. ત્યારે એક વોટની કિંમત શું છે તે સમજી શકાય છે. એક વોટથી બાજપાઈ સરકાર ગબડી પડે છે. એ જ રીતે એક વોટથી ઉમેદવાર જીતીને સરકાર બનાવી પણ શકે છે. અને માટે જ કોઈપણ મતદારનો / ભારતના નાગરિકનો એક વોટ ખૂબ જ અગત્યનો હોય છે અને વોટિંગ કરવું દરેક મતદારની અનિવાર્ય ફરજ છે.
બંધારણમાં પણ સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ ઇલેક્શનમાં કંઈ ખોટું ન કર્યું હોય કે કરવાનો ન હોય એવી શક્યતા જણાતી હોય તો મતદારયાદીમાં મત આપવાને લાયક તરીકે તેનું નામ નોંધાયેલું હોય તો તે મતદાતા વોટ ચોક્કસ આપી શકે છે.
આ સંજોગોમાં તમામ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ જોતા અંડર ટ્રાયલ આરોપીનો ગુનો મંજૂર અને સાબિત થયેલો ન ગણાય. કાચા કામના આરોપીને મતદાન કરવા હક છે. જો તેને ચૂંટણી બાબતે કોઈ ગુનો કર્યો ના હોય. અને પોલીસ કસ્ટડીમાં ના હોય તો.
લોકશાહી દેશ ભારતમાં દરેક નાગરિકને, જેને સજા નથી થઈ તે તમામ માટે મત આપવાનો અધિકાર છે. અને તે સારું સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ હાલના સંજોગોમાં સરકાર શ્રી જેલમાં જઈને મત સ્વીકાર કરી શકે તેમ નથી. ત્યારે જેલમાં રહેલ કેદીને જામીન ઉપર મત આપવા સારું છોડવા યોગ્ય ગણાશે અને આ સંજોગોમાં એડવોકેટ પિયુષ જાદુગરની અરજી સ્વીકારી નામદાર અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના જજ સાહેબશ્રી દ્વારા આરોપીના લોકસભા 2024ની ચૂંટણીમાં મત આપવાના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવેલા છે.
અમદાવાદ
તા.06/05/2024