02/11/2019
વ્હાલા બાળકો, માતા-પિતા, મિત્રો, શિક્ષકગણ તેમજ વડીલો,
અભિલાષા ટ્રસ્ટ ૧૯૯૯થી સમાજના ગરીબ તેમજ પછાત વિસ્તારના બાળકોને જેમના માતા પિતા આર્થિક પરિસ્થિતિ ને ધ્યાન માં લઈને ખાનગી કલાસીસ નથી કરાવી શકતા તેઓને અવિરત શિક્ષણ એટલે કે વિનામૂલ્યે ટ્યુશન આપીને ગરીબ બાળકોના જીવન ઘડતર માં અગત્યનો ફાળો આપે છે.
આવા ભગીરથ કાર્યને બિરદાવવા માટે સમાજ તરફથી તેમજ આપ સહુના સાથ સહકારથી, સૌ પ્રથમ વાર દૂરદર્શન ટીવી ચેનલે આપણા બાળકોનું લાઈવ રેકોર્ડિંગ કરીને આપણું કાર્ય બિરદાવ્યું છે.
આ સાથે વિદેશી મીડિયા ચેનલ BBC એ પણ આપણી સંસ્થાની વિગતવાર માહિતી રજુ કરી હતી, જેમાં જીજ્ઞેશ મેવાણી(તત્કાલીન જર્નલિસ્ટ અને અત્યારના અપક્ષ ધારાસભ્ય વડગામ) પણ હાજર રહીને સંસ્થાની માહિતી આપી હતી.(વિડિઓ ની લિંક આ પેજ પર ભૂતકાળમાં share કરેલ છે.)
આજ પ્રવાહમાં, આપણા જ એક જાંબાઝ જર્નલિસ્ટ કે જેઓએ પોતાની એક યુ-ટ્યુબ ચેનલ "THE UNTOUCHED STORY" બનાવેલ છે. જેમાં જ્ઞાનવર્ધક, શૈક્ષણિક તેમજ inspirational વિડિઓઝ, જાતે જ બનાવીને પોસ્ટ કરે છે. આવા શ્રી નરેશભાઈ મકવાણા Naresh Makwana તેમજ સંદીપભાઈ રાઠોડ એ અભિલાષા ટ્રસ્ટ ની રૂબરૂ મુલાકાત લઈને એક સૉર્ટ સ્ટોરી બનાવેલ છે. જે લિંક સ્વરૂપે આપ લોકો સાથે સેર કરતા, અભિલાષા ટ્રસ્ટ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે.
તો મિત્રો આપણે પણ આ સ્ટોરી જોઈએ, તેમજ નરેશભાઈ અને સંદીપભાઈ ના કામ ને બિરદાવીએ.
અભિલાષા ટ્રસ્ટ તમામ બાળકો, શિક્ષકગણ તેમજ સમાજ વતી શ્રી નરેશભાઈ મકવાણા અને સંદીપભાઈ મકવાણા નો જાહેરમાં આભાર માને છે.
નોંધ: સ્ટોરી ને લાઈક, share અને subscribe કરવાનું ના ભૂલતા.
સ્વર્ગસ્થ પત્નીનાં સપનાં ખાતર બેંકની નોકરી છોડી, સાધુજીવન સ્વીકારનાર ઓલિયાની કથા. | THe Untouched story Story by : Naresh Makwana Camera Work : Sandeep Ratho...