Rashtriya Dalit Adhikar Manch

Rashtriya Dalit Adhikar Manch संघर्ष, अस्मिता और अस्तित्व के लिए। Rashtriya Dalit Adhikar Manch
(234)

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ* - *શાઈનીંગ ઈન્ડિયા ન્યૂઝ* દ્વારા આપવામાં આવ્યો  "આ માત્ર ટ્...
30/08/2026

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ* - *શાઈનીંગ ઈન્ડિયા ન્યૂઝ* દ્વારા આપવામાં આવ્યો

"આ માત્ર ટ્રોફી નથી. આ 9 વર્ષના સંઘર્ષનું પરિણામ છે - પ્રામાણિક રહેવું, લોકો સાથે રહેવું અને ક્યારેય સમાધાન ન કરવું. આ એવોર્ડ ખરીદ્યો નથી, તેમણે વડગામના લોકો પાસેથી મેળવ્યો છે."

*1. ગતિ નિયંત્રણ મુસાફરી અને લોકો સાથે સંપર્ક કરો*
પોતાના મતવિસ્તારમાં સતત પ્રવાસ અને વડગામના લોકો સાથે સીધો સંપર્ક. તે લોકોની વચ્ચે રહે છે.

*2. સર્વ સમાજના લોકો સાથે ચાલવું*
બધાને સાથે લઈ જાય છે - સર્વ સમાજ. માત્ર એક જાતિ નહીં, પરંતુ દલિત, મુસ્લિમ, ઓબીસી, આદિવાસી - તમામ સમુદાયો.

*3. એક બાબત પણ બદલવી નહીં*
9 વર્ષમાં (2017 થી 2026) એક પણ ખોટું વચન આપ્યું નથી. તેણે જે કહ્યું, તે કર્યું અથવા તેના માટે લડાઈ કરી.

*4. મુક્તેશ્વર અને કરમાવતની ગુંબેશ*
તેમણે મુક્તેશ્વર અને કર્મવતનો અવાજ ઉઠાવ્યો - ઉત્તર ગુજરાતમાં આ બે મોટા જમીન/મુદાઓની ચળવળો છે જ્યાં ગરીબ ખેડૂતો જમીનના અધિકાર માટે લડી રહ્યા હતા. તેણે આ લડાઈનું નેતૃત્વ કર્યું.

*5. નોન-કરપ્ટ (પ્રમાણિક) છબી*
બિન-ભ્રષ્ટ, પ્રમાણિક છબી. ગુજરાતના રાજકારણમાં તેઓ ભ્રષ્ટાચારના આરોપો વિનાના નેતા તરીકે ઓળખાય છે, સાદું જીવન જીવે છે.

*6. સમગ્ર ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું!
તેમણે વિધાનસભામાં આપેલા ભાષણોને કારણે વડગામનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રખ્યાત કર્યું. જીગ્નેશ મેવાણી

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે વિરમગામના કિરીટ રાઠોડની નિમણૂક**RDAMના કન્વીનર અને વડગામના ધારાસભ્ય ...
18/08/2026

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે વિરમગામના કિરીટ રાઠોડની નિમણૂક*

*RDAMના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા નિમણૂક પત્ર એનાયત*

*અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં સંગઠન નિર્માણ અને દલિત હક્ક-અધિકારની લડત મજબૂત કરવાની મહત્વની જવાબદારી*

વિરમગામ : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM)ના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વિરમગામના સામાજિક અગ્રણી કિરીટ રાઠોડની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમને નિમણૂક પત્ર એનાયત કરવાની સાથે અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં RDAMનું સંગઠન નિર્માણ કરી દલિત સમાજના હક્ક, અધિકાર અને સામાજિક ન્યાયની લડતને વધુ મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામના વતની કિરીટ રાઠોડ છેલ્લા આશરે 30 વર્ષથી નવસર્જન ટ્રસ્ટ તેમજ દલિત અધિકાર મંચના માધ્યમથી વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત સમગ્ર ગુજરાતમાં દલિત, વંચિત, શોષિત અને પીડિત સમાજના હક્ક-અધિકાર માટે સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. શૈક્ષણિક અને કાનૂની જાગૃતિની સાથે સામાજિક ન્યાય માટેની વિવિધ લડતોમાં તેઓ સતત સક્રિય રહ્યા છે.

રાજ્યમાં દલિત સમાજ સાથે બનેલી અનેક ગંભીર અત્યાચારની ઘટનાઓમાં કાનૂની લડત અને અસરકારક રજૂઆતો દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવાના પ્રયાસો સાથે તેમણે સામાજિક ન્યાયની લડતને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. બંધારણીય મૂલ્યોનું જતન અને રક્ષણ થાય તથા સામાન્ય નાગરિકોને તેમના બંધારણીય હક્કો અને અધિકારો અંગે જાણકારી મળે તે માટે પણ તેઓ સતત જનજાગૃતિનું કાર્ય કરતા રહ્યા છે.

ખાસ કરીને વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દલિત સમાજના સ્મશાનના પ્રશ્નો, ઘરથાળના પ્લોટ માટેની લડત, સામાજિક ન્યાય સમિતિઓની રચના, પંચાયત ધારાની જોગવાઈઓના અમલીકરણ તથા માહિતી અધિકાર (RTI) કાયદાનો અસરકારક અમલ થાય તે માટેના જનજાગૃતિ અભિયાનોમાં કિરીટ રાઠોડે સક્રિય ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત દલિત સમાજ સાથે થતા જાતિ આધારિત ભેદભાવ, અત્યાચાર, શોષણ અને અન્યાયની અનેક ઘટનાઓમાં કાનૂની લડત, સરકારી તંત્ર સમક્ષ રજૂઆતો અને પીડિત પરિવારોને જરૂરી માર્ગદર્શન આપીને અનેક વંચિત, શોષિત અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે તેઓ સતત કાર્યરત રહ્યા છે.

કિરીટ રાઠોડની ત્રણ દાયકાની સામાજિક કામગીરી અને સામાજિક ન્યાય માટેની લડતને ધ્યાને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા તેમને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાજ્ય સહ કન્વીનર તરીકે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો છે.

નવી જવાબદારી અંતર્ગત કિરીટ રાઠોડને અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં RDAMનું સંગઠન નિર્માણ અને વિસ્તરણ કરવા, દલિત સમાજના હક્ક-અધિકારોના પ્રશ્નોને સંગઠિત રીતે ઉઠાવવા, બંધારણીય અધિકારો અંગે જનજાગૃતિ વધારવા તેમજ સામાજિક ન્યાયની લડત સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

કિરીટ રાઠોડની રાજ્ય સહ કન્વીનર તરીકે નિમણૂક થતાં અમદાવાદ જિલ્લા સહિત વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકના સામાજિક-રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા રૂબરૂ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

વિરમગામના સામાજિક અગ્રણી તરીકે કિરીટ રાઠોડે લાંબા સમયથી સામાજિક ન્યાય, બંધારણીય અધિકારો અને વંચિત-પીડિત સમાજના પ્રશ્નો માટે કરેલી કામગીરીને કારણે વિવિધ સંસ્થા અને સંગઠનોમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં રાજ્ય સહ કન્વીનર તરીકે મહત્વની જવાબદારી મળતાં વિરમગામ પંથક અને દલિત સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.તેમજ
અમદાવાદ શહેરમાં લાભા વોર્ડ પ્રમુખ તરીકે શ્રી પૂનમભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી.

09/08/2026

ઉના આંદોલનમાં પરિવારને કાયમ માટે છોડી જનાર યોગેશ સરીખડાના પરિવારજનો સાથે..
સામાજિક જવાબદારીના ભાગ રૂપે નાનકડી મદદનો પ્રયાસ.

એ ગોઝારા દિવસની વહેલી સવાર, જેણે મારા દીકરાનો જીવ લીધો..
એ દીકરો ગયો ત્યારથી બીમાર છું.
યોગેશ સરીખડા ની માતા...

બરાબર 10 વર્ષ અગાઉ ઉના અત્યાચારના વિરોધમાં જ્યારે અચેર મેદાન માં સભાની તૈયાર ચાલુ હતી ત્યારેજ તારીખ 31/07/2016ના રોજ યોગેશ સરીખડા જીવન સામેની અંતિમ લડાઈ લડતો હતો,અને એ અંતિમ લડાઈમાં તેણે પોતાનો જીવ ખોયો. ઉનાની સડકો ઉપર તાલિબાની સ્ટાઇલમાં દલિતો ઉપર જે આતંક ગૌ રક્ષકો એ વરસાવ્યો, અને દલિતો ઉપર વીંજાયેલા આતંકના કોરડા ના કારણે આખા રાજ્યના દલિતો ઘોર આઘાતમાં આવી ગયા અને આઘાતમાં અંતિમ વિકલ્પ તરીકે પોતાની જાન ની બાજી લગાવી...
આ દેશમાં અમારું કોણ છે ? ક્યાં સુધી આ અત્યાચારો સહેવા ? વગેરે વગેરે જેવા વિચારોથી રાજ્યમાં 23 જેટલા દલિતોને ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના
યોગેશ સરીખડા શહિદ થયો.આજે તેનો પરિવાર રઝડપાટ કરે છે,તેની માતાનું આક્રંદ અમને વિવહળ કરે છે.
આજરોજ તારીખ 9 ઓગસ્ટ 2026 ના દિવસે તેઓના પરિવાર જનો સુધી પહોંચી તેઓના દુઃખમાં ભાગીદાર બન્યા,કેટલાક નજીકના મિત્રો મારફત સાવ સામાન્ય એવી 25000 ની મદદ આ પરિવાર ને કરી..
માતા અમે યોગેશ ને પરત તો નથી લાવી શકાતા પણ અમને તું યોગેશ સમજી શકે છે.
થેન્કયું..
મદદ કરવા બદલ થેન્કયું
નીતિનભાઈ
સિદ્ધાર્થભાઈ
દિલીપભાઈ
વિશાલભાઈ
સેવંતીલાલ
વિનોદભાઈ

વિજીટર્સ
ડો.મિતાલી સમોવા
મહિલા અધિકાર મંચ કન્વીનર અમદાવાદ
એડવોકેટ કૌશિક પરમાર,મહેસાણા
(ગુજરાત અનુ.જાતિ એડવોકેટ મંચ કન્વીનર)
આયુષ આસોડિયા
કિરણ આસોડિયા
એડવોકેટ ભરત મુછડીયા
રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન
ફોટો ક્રેડિટ-મિતાલી સમોવા

દેશના યુવાઓ અને શિક્ષણના હક માટે અવાજ ઉઠાવનાર સોનમ વાંગચુકના સમર્થનમાં તેમજ કચ્છ અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા ...
22/07/2026

દેશના યુવાઓ અને શિક્ષણના હક માટે અવાજ ઉઠાવનાર સોનમ વાંગચુકના સમર્થનમાં તેમજ કચ્છ અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છ દ્વારા ભુજ ખાતે બે દિવસના પ્રતીક ધરણા યોજવામાં આવ્યા.

21 અને 22 જુલાઈ, 2026ના રોજ ભુજ કલેક્ટર કચેરીની બાજુમાં યોજાયેલા આ ધરણામાં શિક્ષણપ્રેમી, ન્યાયપ્રેમી અને જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને શિક્ષણના હક અને લોકશાહી અવાજને મજબૂત બનાવ્યો.

આ કાર્યક્રમ દ્વારા તાનાશાહી વલણ સામે લોકશાહી રીતે વિરોધ નોંધાવી, કચ્છના શિક્ષણમાં જરૂરી સુધારા અને યુવાઓના ભવિષ્ય માટે મજબૂત અવાજ ઉઠાવવામાં આવ્યો.

*લડેંગે જીતેંગે*

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, કચ્છ*
*એડવોકેટ હિતેશ મહેશ્વરી*

https://forms.gle/V3pM8XcnRUN3DBf5A*જય ભીમ      જય સંવિધાન**રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ* એ બહુજન, દલિત, શોષિત, પીડિત અને વ...
15/07/2026

https://forms.gle/V3pM8XcnRUN3DBf5A

*જય ભીમ જય સંવિધાન*

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ* એ બહુજન, દલિત, શોષિત, પીડિત અને વંચિત સમાજના બંધારણીય હકો, સામાજિક ન્યાય અને માનવ ગૌરવ માટે સતત સંઘર્ષ કરતું એક સશક્ત સંગઠન છે.

આ સંગઠનના કન્વીનર *શ્રી જીગ્નેશ મેવાણી* છેલ્લા ઘણા વર્ષોથી સમાજના પ્રશ્નોને લઈને રસ્તા પર સંઘર્ષ કરી રહ્યા છે અને *ગુજરાત વિધાનસભામાં* પણ વંચિત સમાજનો અવાજ બુલંદ કરી રહ્યા છે.

આજે સમયની માંગ છે કે આપણે વ્યક્તિગત લડાઈઓને સંગઠિત શક્તિમાં પરિવર્તિત કરીએ. જો આપણે સૌ એક થઈશું તો સમાજના હકો અને અધિકારો માટેની લડત વધુ અસરકારક અને મજબૂત બનશે.

આવો, સૌ સાથે મળી સમાજને મજબૂત કરીએ, સંઘર્ષને વધુ શક્તિશાળી બનાવીએ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે જોડાઈએ.

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ*
*ગુજરાત રાજ્ય*

ચાલો સૌ સાથે મળી સંગઠન અને સમાજ ને મજબૂત કરીએ. "જીગ્નેશ મેવાણી" કન્વીનર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ..

*જય ભીમ             જય સંવિધાન*ઉના કાંડના 10 વર્ષ ન્યાય, સ્વાભિમાન અને બંધારણીય અધિકારો માટે ઐતિહાસિક સંકલ્પઆજે અમદાવાદન...
14/07/2026

*જય ભીમ જય સંવિધાન*

ઉના કાંડના 10 વર્ષ ન્યાય, સ્વાભિમાન અને બંધારણીય અધિકારો માટે ઐતિહાસિક સંકલ્પ

આજે અમદાવાદના નિકોલ સ્થિત શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ હોલ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની રાજ્યકક્ષાની ભવ્ય "સંકલ્પ સભા" યોજાઈ.

ગુજરાતના ખૂણે-ખૂણેથી હજારો સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા. હોલમાં બેસવાની તો શું, ઉભા રહેવાની પણ જગ્યા ન રહી હોય એવો અભૂતપૂર્વ જનસમર્થન જોવા મળ્યો. આ ઉપસ્થિતિએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ઉના કાંડને દસ વર્ષ વીતી ગયા હોવા છતાં ન્યાય માટેનો સંઘર્ષ હજુ પૂર્ણ થયો નથી.

કાર્યક્રમની વિશેષતા એ રહી કે મંચ પરથી વીઆઈપી સંસ્કૃતિને તિલાંજલિ આપવામાં આવી. વક્તાઓ સિવાય કોઈ માટે ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી નહોતી, જે સમાનતા અને સામાજિક ન્યાયનો જીવંત સંદેશ હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે "ઉના કાંડ માત્ર એક ઘટના નહોતી, પરંતુ ભારતના બંધારણ અને સામાજિક ન્યાયની કસોટી હતી." તેમણે ગુજરાત સરકાર સમક્ષ પાંચ મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી:

• ઉના કાંડના પીડિતોનું સંપૂર્ણ પુનઃવસન, સરકારી નોકરી, જમીન, રહેણાંક પ્લોટ અને અન્ય સહાય.
• વેરાવળ એટ્રોસિટી કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં તાત્કાલિક અપીલ.
• ઉના આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ પેન્ડિંગ કેસો પરત ખેંચવા.
• સમગ્ર રાજ્યમાં એટ્રોસિટી એક્ટનો કડક અને અસરકારક અમલ.
• અન્ય ગંભીર અત્યાચારના પીડિત પરિવારોને પણ નિયમ-15 મુજબ પુનઃસ્થાપન અને સહાય.

આ સંકલ્પ સભા માત્ર સ્મરણનો કાર્યક્રમ નહોતો, પરંતુ ન્યાય, સમાનતા, માનવ ગૌરવ અને બંધારણીય અધિકારો માટેના સંઘર્ષને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ હતો.

ઉના કાંડના પીડિતોને સંપૂર્ણ ન્યાય મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ*
*ગુજરાત રાજ્ય*

*જયભીમ       જય સંવિધાન* *આજે 11 જુલાઈ 2016ના ઉના કાંડના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી તૈયારી બેઠક સફળતાપૂર્વક સંપન...
29/06/2026

*જયભીમ જય સંવિધાન*

*આજે 11 જુલાઈ 2016ના ઉના કાંડના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી તૈયારી બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ*.

બેઠકમાં ઉપસ્થિત આગેવાનો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે 11 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ શહેરમાં ઉના કાંડના પીડિતોને ન્યાય અપાવવા, દલિત સમાજના સ્વાભિમાનને મજબૂત બનાવવા અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

ઉના કાંડ માત્ર એક ઘટના નહોતી, પરંતુ સમગ્ર દલિત સમાજના આત્મસન્માન પર થયેલો હુમલો હતો. દસ વર્ષ બાદ પણ ન્યાયની લડત અધૂરી છે. આ કાર્યક્રમ દ્વારા આપણે અન્યાય સામે એકતાનો મજબૂત સંદેશ આપી ન્યાય માટેના સંકલ્પને વધુ દૃઢ બનાવીશું.

ચાલો, 11 જુલાઈએ મોટી સંખ્યામાં જોડાઈએ અને ન્યાય, સમાનતા તથા સ્વાભિમાનની આ લડતને વધુ મજબૂત બનાવીએ.

*આપનો*
*જીગ્નેશ મેવાણી*
*MLA vadgam*
*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ*

એકતા જ આપણી તાકાત છે, અને ન્યાય જ આપણો હક છે.

જય ભીમ | જય સંવિધાન

https://youtu.be/H-gPL6jUnac*તળાજા:ફુલસર ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની બેઠક યોજાઈ*
08/06/2026

https://youtu.be/H-gPL6jUnac
*તળાજા:ફુલસર ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની બેઠક યોજાઈ*

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આગામી મીટીંગ તાળાજા ના ફુલસર ગામે યોજાસે*દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અને દલિતો ને સાંથણી મા મળ...
03/06/2026

*રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આગામી મીટીંગ તાળાજા ના ફુલસર ગામે યોજાસે*
દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અને દલિતો ને સાંથણી મા મળેલ જમીનના કબ્જા માટે ગુજરાત મા લડત આપનાર સંગઠન *રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની આગામી મીટીંગ* *તારીખ 07/06/2026 અને રવિવાર ના રોજ સાંજના 6 કલાકે* તળાજા તાલુકા ના ફુલસર ગામે યોજાછે સંગઠન મજબુત બને દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અને સમાજની એકતા માટે આવો સૌ સાથે મળીને ફુલસર ગામે યોજાનાર મીટીંગ મા સહભાગી બનીએ
*માવજીભાઇ સરવૈયા*
સહ કન્વીનર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ

Address

104 Chuval Nagar Part 2 Bhargav Road
Ahmedabad
380016

Telephone

+918490919812

Website

Alerts

Be the first to know and let us send you an email when Rashtriya Dalit Adhikar Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category