30/12/2024
સગા દીકરા દીકરી પણ રાખવા તૈયાર ન હતા તેવા નિરાશ્રિત મહિલાને યુ.સી.ડી. ટીમ મારફતે અ.મ્યુ.કો. ના આશ્રયગૃહમાં આશરો મળ્યો...
પુર્વ ઝોન મોર્નિંગ ડ્રાઈવ દરમ્યાન એક મહિલા સી.ટી.એમ. બ્રિજ નીચે જાહેર જગ્યા ઉપર જોખમી રીતે આશ્રય લેતા જોવા મળેલ સદર મહિલાને અગાઉ પણ ડ્રાઈવ દરમ્યાન સમજાવવા છતાં ફરીથી તે જ જગ્યા ઉપર મહિલા જોવા મળતા ટીમ ધ્વારા આશ્રય ગૃહના મહિલા કર્મચારીઓને હાજર રાખી તેમને જાહેર જગ્યા ઉપ જોખમી રીતે આશ્રય ના લેવા તથા આશ્રય ગૃહમાં શિફ્ટ થવા સમજાવેલ પરંતુ તેઓ તૈયાર થયેલ ના હતા.
સદર મહિલાના પુત્ર તથા પુત્રી અમદાવાદમાં રહેતા હોવાનું તથા પોતાનું મકાન ધરાવતા હોવાની માહિતી સ્થાનિક લોકો પાસેથી મળતા ટીમ ધ્વારા તેઓનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવેલ તથા તેઓની માતાને પોતાની સાથે લઈ જવા સમજાવવામાં આવેલ પરંતુ તેમના દીકરા અને દીકરી ધ્વારા પોતાની માતાને તેમની સાથે લઈ જવાની કે સાથે રાખવાની સ્પષ્ટ ના પાડવામાં આવેલ. ટીમ ધ્વારા સરકારશ્રીની મહિલા હેલ્પ લાઈન 181 ઉપર સંપર્ક કરી "મહિલા અભયમ" ની ટીમને પણ સ્થળ ઉપર બોલાવી મહિલાના દીકરા દીકરી ને સમજાવવામાં આવેલ તેમ છતાં તેઓ પોતાની માતાને લઈ જવા તૈયાર થયેલ ના હતા.
યુ.સી.ડી ટીમના અથાગ પ્રયત્ન અને સમજાવટને અંતે મહિલાને પુર્વ ઝોન ઓઢવ વોર્ડ ખાતેના ભરવાડ વાસ આશ્રયગૃહ ખાતે શિફ્ટ કરવામાં સફળતા મળેલ શેલ્ટર ખાતે તેઓને તમામ પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરાવવામાં આવેલ છે.