Gujarati Shayari & Gazal

  • Home
  • Gujarati Shayari & Gazal

Gujarati Shayari & Gazal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarati Shayari & Gazal, Library, .

30/03/2022
Valentine's special for more information dm me or whatsapp on 7359010466 Pragnesh Patel
29/01/2021

Valentine's special for more information dm me or whatsapp on 7359010466 Pragnesh Patel

04/07/2020

Nice gazal ✒

**માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે*.*

*મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે* .

*જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ અડીયલ પણ, મજાનો નીકળે* .

*રખે માનશો, હૈવાનીયત હૈવાનો જ કરે,
કદી, સજ્જનમાંથીય ઘણાં, શૈતાનો નીકળે *.

*ઘા, બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો
કદી બહાર, કદી અંદર, નિશાનો નીકળે* .

*કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદર બીજાનો નીકળે.*

02/07/2020

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.

જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.

‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.

✍🏻 ‘ઘાયલ’

13/06/2020

*નાની હતી*
*ખૂબ બોલતી*
*મા ટોકતી*
*ચૂપ રહે,*
*નાનાં છોકરાં બહુ ના બોલે!*

*કિશોરી બની*
*તોળીને બોલતી*
*છતાં મા કહેતી*
*ચૂપ રહે,*
*હવે તું નાની નથી!*

*યુવતી બની*
*મોં ખોલું*
*ત્યાં મા ઠપકારતી*
*ચૂપ રહે,*
*પારકા ઘરે જવાનું છે!*

*નોકરી કરવા ગઈ*
*સાચું બોલવા ગઈ*
*બોસ બોલ્યા*
*ચૂપ રહો,*
*માત્ર કામમાં ધ્યાન આપો!*

*પુત્રવધૂ બની*
*બોલવા જાઉં*
*તો સાસુ ટપારતી*
*ચૂપ રહે,*
*આ તારું પિયર નથી!*

*ગૃહિણી બની*
*પતિને કાંઈ કહેવા જાઉં*
*પતિ ગુસ્સે થતો*
*ચૂપ રહે,*
*તને શું ખબર પડે!*

*માતા બની*
*બાળકોને કાંઈ કહેવા જાઉં*
*તો તે કહેતા*
*ચૂપ રહે,*
*તને એ નહીં સમજાય!*

*જીવનની સાંજ પડી*
*બે બોલ બોલવા ગઈ*
*સૌ કહે*
*ચૂપ રહો,*
*બધામાં માથું ના મારો!*

*વૃદ્ધા બની*
*મોં ખોલવા ગઈ*
*સંતાનો કહે*
*ચૂપ રહે,*
*હવે શાંતિથી જીવ!*

*બસ........*
*આ ચૂપકીદીમાં*
*અંતરના ઊંડાણમાં*
*ઘણુંય સંઘરાયું છે*
*એ સઘળું*
*શબ્દોમાંઉજાગર કરવા જાઉં*
*ત્યાં સામે યમરાજા દેખાયા*
*તેણે આદેશઆપ્યો*
*ચૂપ રહે,*
*તારો અંત આવી ગયો!!*

*હું ચૂપ થઈ ગઈ*
*હંમેશ માટે!!!!!!!!*
હું એક માં,એક દીકરી,એક બહેન,એક પત્ની......😢😢

Address


382346

Telephone

+91-9924751536

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Shayari & Gazal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarati Shayari & Gazal:

  • Want your organization to be the top-listed Government Service?

Share